Saturday, November 05, 2011

SPORTS GPSC EXAM

ખેલો થી સંબંધિત સંગઠન અને યોજનાઓ


• લક્ષ્મીબાઇ રાષ્ટ્રીય શારીરિક શિક્ષા સંસ્થા – ૧૯૫૭

• રાષ્ટ્રીય સેવા યોજના – ૧૯૬૯

• સંયુક્ત રાષ્ટ્ર સ્વયંસેવી યોજના – ૧૯૭૦

• ખેલ છાત્રવૃતિ – ૧૯૭૦-૭૧

• ગ્રામીણ ખેલ કાર્યક્રમ – ૧૯૭૦-૭૧

• રાષ્ટ્રમંડળ યુવા કાર્યક્રમ – ૧૯૭૪

• રાષ્ટ્રીય મહિલા ખેલ સમારોહ – ૧૯૭૫

• રાષ્ટ્રીય કલ્યાણ કોષ – ૧૯૮૨

• પ્રતિભાશાળી યુવા કલ્બો નો પુરસ્કાર – ૧૯૯૨-૯૩

• યુવા વિકાસ કેન્દ્રો ની યોજના – ૧૯૯૪-૯૫

ખેલ પુરસ્કારો

• અર્જુન પુરસ્કાર – ૧૯૬૧ મા પ્રારંભ – એવા ખેલાડીઓને આપવામા આવે છે જેમણે છેલ્લા ૩ વર્ષોમા કોઇ ખેલમા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય ઉપરાંત તે ખેલાડીમા નેતૃત્વ ક્ષમતા, ખેલ ભાવના અને અનુશાસનપ્રિયતા જેવા ગુણ પણ હોવા જોઇએ



• દ્રોણાચાર્ય પુરસ્કાર – ૧૯૮૫ મા સ્થાપના – એવા પ્રશિક્ષકો (કોચ) ને આપવામા આવે છે જેના ખેલાડીઓ અથવા ટીમે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય – આ પુરસ્કાર અનુસાર પ્રશિક્ષકને ૩ લાખ રુપિયા રોકડા,દ્રોણાચાર્ય ની કાંસ્યની પ્રતિમા, એક પ્રશસ્તિ પત્ર અને સમારોહ ના પરિધાન પ્રદાન કરવામા આવે છે



• રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર – સ્થાપના ૧૯૯૧-૯૨ મા – એવા ખેલાડી અથવા ટીમ ને આપવામા આવે છે જેમણે ખેલ ક્ષેત્રમા એક વર્ષમા સર્વાધિક ઉલ્લેખનીય અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય – આ પુરસ્કાર અનુસાર ખેલાડીને ૫ લાખ રુપિયા રોકડા, એક પદક અને એક પ્રશસ્તિ પત્ર પ્રદાન કરવામા આવે છે



• ધ્યાનચંદ પુરસ્કાર – સ્થાપના ૨૦૦૨ મા – એવા ખેલાડીને આપવામા આવે છે જેમણે ખેલ મા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હોય તથા ખેલમાથી નિવૃત થયા બાદ પણ તેના વિકાસના કાર્યો કરતા હોય – પુરસ્કાર અનુસાર ૩ લાખ રુપિયા રોકડા, એક પટ્ટિકા તથા એક પ્રશસ્તિ પત્ર પ્રદાન કરવામા આવે છે

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી – આ ટ્રૉફી અંતર-વિશ્વવિદ્યાલત ટૂર્નામેંટ મા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિશ્વવિદ્યાલયોને આપવામા આવે છે – પ્રથમ પુરસ્કાર રુપે વિજેતાને ટ્રૉફીની પ્રતિકૃતિ તથા ૨ લાખ રુપિયા રોકડા આપવામા આવે છે – દ્વિતીય પુરસ્કાર ૧ લાખ રુપિયા રોકડા – તૃતીય પુરસ્કાર રુપે ૫૦ હજાર રુપિયા રોકડા સંબંધિત વિશ્વવિદ્યાલયને આપવામા આવે છે

ઓલંપિક ખેલ

• આ રમતોત્સવ નો ઇતિહાસ લગભગ 2800 વર્ષ જુનો છો. પહેલીવાર આ ખેલ યૂનાન ના દેવતા ‘જીયસ’ ના સમ્માન મા ધાર્મિક ઉત્સવના રુપમા ૭૭૬ ઇ.પૂ. મા આયોજીત કરાયો હતો. પ્રારંભમા આ ખેલમા ફક્ત પુરુષો જ દર્શકો હત. ૩૯૪ સદી સુધી આ ખેલ પ્રત્યેક ૪ વર્ષે આયોજીત કરવામા આવતો, પરંતુ ત્યારબાદ રોમના રાજા થિયોડોસિયસે આ ખેલ પર રોક લગાવી દીધી. ત્યાર પછી લગભગ ૧૫૦૦ વર્ષો સુધી આ ખેલ આયોજીત થયો નહી.

• આ ખેલોનુ પુનરુત્થાન બૈરોન પિયરે ડિ કોબર્ટિન નામના ફ્રાંસીસીએ કર્યુ. ૧૮૭૫ મા ઑલંપિક સ્ટેડિયમ ધ્યાનમા આવ્યુ. કોબર્ટિનના પ્રયાસોથી ૧૮૯૬મા ગ્રીસની રાજધાની એથેંસમા પ્રથમા વાર આધુનિક ઑલંપિક ખેલોનુ આયોજન કરાયુ. સન ૧૯૦૦ થી મહિલાઓ પણ આ ખેલમા ભાગ લેવા માંડી. સન ૧૯૧૬, ૧૯૪૦ તથા ૧૯૪૪ મા પ્રથમ તથા દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે આ ખેલનુ આયોજન કરાયુ નહી. સન ૧૯૨૪ થી શીતકાલીન ઑલંપિક ખેલની શરુઆત થઇ, જે ૧૬ દીવસનો હોય છે. આ ખેલમા એવા ખેલ હોય છે જે ઓછામા ઓછા ૨૫ દેશોમા રમવામા આવતા હોય. આ ખેલમા ફક્ત સાત ખેલ છે જે આ પ્રમાણે છે હૉકી, ફિગર સ્કેટિંગ, બેથાબૉલ, બૉબ સેલ્ડિંગ / બૉબસ્લેઇંગ, લ્યુક, સ્પીડ સ્કેટિંગ તથા સ્કીઇંગ.

• ઑસ્ટ્રેલિયા, ફ્રાંસ, બ્રિટન, ગ્રીસ અને સ્વીટ્ઝરલેંડ આ પાંચ દેશો એવા છે જેણે અત્યાર સુધીના બધા ઑલંપિક ખેલોમા પોતાની ટીમ મોકલી છે. બ્રિટન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે અત્યાર સુધી રમાયેલા પ્રત્યેક ઑલંપિક રમતોમા સ્વર્ણ પદક જીત્યા છે. ૧૯૩૨ ના લૉસ એંજીલ્સ ઑલંપિક થી પ્રથમ ત્રણ વિજેતાઓને પોડિયમ (પગથીયા જેવુ બોક્સ) પર ઉભા રાખી સ્વર્ણ, રજત અને કાંસ્ય પદક દેવાની પ્રથા શરુ થઇ.

• ભારતે પ્રથમવાર ૧૯૨૦ ના એંટવર્પ (બેલ્જીયમ) ઑલંપિક રમતોમા (ગ્રીષ્મકાલીન) રમતોમા ભાગ લીધો, જેમા તેને કોઇ પદક મળ્યુ ન હતુ.

ઑલંપિક ધ્વજ

• ઑલંપિક ધ્વજ નુ નિર્માણ ૧૯૧૩ મા થયુ. જુન, ૧૯૧૪મા પેરિસમા ધ્વજ નુ ઉદઘાટન થયુ તથા ૧૯૨૦ ના એંટવર્પ મા પહેલીવાર તેને ફરકાવવામા આવ્યો.

• આ ધ્વજ ની પહોળાઇ ૩ મીટર તથા લંબાઇ ૨ મીટર (પ્રમાણમાપ ભારતના ધ્વજ જેટલુ જ ૨ : ૩)

• ધ્વજમા ૨.૦૬ ગુણા ૬૦ સે.મી સ્થાનમા ઑલંપિકનુ ચિન્હ છે. ચિન્હ ના રુપમા આપસમા ગુંથેલા પાંચ કલરના ગોળા છે જે વિશ્વના વિભિન્ન મહાદ્વિપોનુ પ્રતિનિધિત્વ કરે છે જે નીચે મુજબ છે

• એશિયા (પીળો), યૂરોપ (નીલો), આફ્રીકા (કાળો), અમેરિકા (લાલ) અને ઑસ્ટ્રેલિયા (લીલો)

ઑલંપિક રમતોત્સવ (પરીક્ષાલક્ષી તથ્યો)

• ઑલંપિકમા મશાલ સૌ પ્રથમ ૧૯૨૮ ના એમ્સટર્ડમ ઑલંપિકમા પ્રજ્જવલિત કરવામા આવી. મશાલ રીલેની શરુઆત ૧૮૯૪ મા પેરિસમા થઇ તથા ૧૯૩૬ મા બર્લિન ઑલંપિક થી આધુનિક ઑલંપિક મશાલ અપનાવાઇ.

• ઑલંપિક નુ ઉદેશ્ય વાક્ય ‘સીટિયસ, ફોર્ટિયસ, આલ્ટિયસ’ છે જે લેટિન ભાષાના શબ્દો છે તથા તેનો અર્થ ‘તેજ,ઉંચુ અને બલવાન’ એવો થાય છે. આ ઉદેશ્ય વાકત ૧૯૨૦ના એટવર્પ ઑલંપિક મા અપનાવાયુ.

• ઑલંપિક મા વિજેતાઓને ત્રણ પ્રકારના પદકો અપાય છે –સ્વર્ણ, રજત અને કાંસ્ય.

• સ્વર્ણ પદક ૬૦ મિમી વૃતનુ તથા ૩ મિમી. જાડુ હોય છે. જેમા ૯૨.૫ પ્રતિશત રજત પરત યુક્ત ૬ ગ્રામ સોનુ હોય છે.

• રજત પદક ૬૦ મિમી વૃતનુ તથા ૩ મિમી જાડુ હોય છે. જે ૯૨.૫ પ્રતિશત રજતથી બનેલુ હોય છે

• કાંસ્ય પદક સંપૂર્ણ રીતે કાંસ્યથી બનેલુ હોય છે

• પદક દેવાની શરુઆત ૧૮૯૬ થી કરવામા આવી

• ૨૦૦૪ થી સ્વર્ણ પદકની ડિઝાઇન મા ફેરફાર કરવામા આવ્યો (રજત અને કાંસ્ય પહેલા જેવા જ છે)

• આંતરરાષ્ટ્રીય ઑલંપિક સમિતિ આ ખેલોને સંચાલિત કરે છે. આ સમિતિમા એક અધ્યક્ષ, ત્રણ ઉપાધ્યક્ષ તથા સાત અન્ય સદસ્યો હોય છે જેમનો કાર્યકાળ ૪ વર્ષોનો હોય છે. અધ્યક્ષનો કાર્યકાળ ૮ વર્ષોનો હોય છે પરંતુ ૪ વર્ષ બાદ તેને ફરીથી ચુંટવામા આવે છે

ઑલંપિક મા ભારત

વર્ષ, સ્થાન પ્રતિયોગિતા જીતેલ પદક

૧૯૨૮ એમ્સટર્ડમ - નેધરલેંડ હૉકી એક સ્વર્ણ પદક

૧૯૩૨ લૉસ એંજિલ્સ - અમેરિકા હૉકી એક સ્વર્ણ પદક

૧૯૩૬ બર્લિન - જર્મની હૉકી એક સ્વર્ણ પદક

૧૯૪૮ લંડન - ઇંગ્લેંડ્ હૉકી એક સ્વર્ણ પદક

૧૬૫૨ હેલ્સિંકી - ફીનલેંડ હૉકી

કુશ્તી (૫૭ કિ.ગ્રા. ફ્રીસ્ટાઇલ ,

કે.ડી. જાદવ) એક સ્વર્ણ પદક તથા એક કાંસ્ય પદક

૧૯૫૬ મેલબોર્ન - ઑસ્ટ્રેલિયા હૉકી એક સ્વર્ણ પદક

૧૯૬૦ રોમ - ઇટલી હૉકી એક રજત પદક

૧૯૬૪ ટોક્યો - જાપાન હૉકી એક સ્વર્ણ પદક

૧૯૬૮ મેક્સિકો સીટી - મેક્સિકો હૉકી એક કાંસ્ય પદક

૧૯૭૨ મ્યુનિક - જર્મની હૉકી એક કાંસ્ય પદક

૧૯૮૦ મૉસ્કો - રુસ હૉકી એક સ્વર્ણ પદક

૧૯૯૬ અટલાંટા - અમેરિકા ટેનિસ (લિએંડર પેસ) એક કાંસ્ય પદક

૨૦૦૦ સિડની - ઑસ્ટ્રેલિયા ભારોત્તોલન (કે. મલ્લેશ્વરી) એક કાંસ્ય પદક

૨૦૦૪ એથેંસ - ગ્રીસ નિશાનેબાજી (આર.વી.એસ.રાઠોડ) એક રજત પદક

૨૦૦૮ બેઇજીંગ - ચાઇના મુક્કાબાજી (વિજેન્દ્ર કુમાર) - કાંસ્ય પદક

કુશ્તી (સુશીલ કુમાર) - કાંસ્ય પદક

શુટીંગ (અભિનવ બિન્દ્રા) - સ્વર્ણ પદક એક સ્વર્ણ પદક તથા બે કાંસ્ય પદક

રાષ્ટ્રમંડળ ખેલ (Commonwealth Games)

• રાષ્ટ્રમંડળ ખેલ (Commonwealth Games) એ રાષ્ટ્રમંડળ દેશોનુ ખેલ આયોજન છે.

• પ્રતિ ચાર વર્ષે ઑલંપિક ખેલોની વચ્ચે આયોજન કરવામા આવે છે

• ૧૯૩૦ મા કનાડામા સૌ પ્રથમ વાર

• ૧૬ પ્રકારના ખેલોની પ્રતિયોગીત થાય છે

• રાષ્ટ્રમંડળ ખેલ સંઘ તેનુ આયોજન કરે છે

• પહેલા આ ખેલનુ નામ ‘બ્રિટિશ એમ્પાયર’ હતુ. ૧૯૫૪ મા નામ બદલીને ‘બ્રિટિશ એમ્પાયર અને રાષ્ટ્રમંડળ ખેલ’કરવામા આવ્યુ. ૧૯૭૦ મા નામ બદલીને ફક્ત ‘બ્રિટિશ રાષ્ટ્રમંડળ ખેલ’ કરાયુ ત્યારબાદ ૧૯૭૮ થી તેનુ નામ ફક્ત ‘રાષ્ટ્રમંડળ ખેલ’ છે

• હાલમા આ ખેલમા ૫૩ દેશોની ૭૧ ટીમો ભાગ લે છે

• ઇંગ્લેંડ, સ્કૉટલેંડ, વેલ્સ અને ઉત્તરી આયરલેંડ આ ખેલોમા પોતાની અલગ અલગ ટીમો મોકલે છે

ઑસ્ટ્રેલિયા, કનાડા, ઇંગ્લેંડ, ન્યૂઝીલેંડ તથા વેલ્સ એવા છ દેશ છે જેઓએ પ્રત્યેક રાષ્ટ્રમંડળ ખેલોમા પોતાની ટીમો મોકલી છે



રાષ્ટ્રમંડળ ખેલોનુ આયોજન



સ્થળ વર્ષ ભાગ લેનાર દેશોની સંખ્યા

હેમિલ્ટન, કનાડા ૧૯૩૦ ૧૧

લંડન, બ્રિટેન ૧૯૩૪ ૬

સિડની, ઑસ્ટ્રેલિયા ૧૯૩૮ ૧૫

ઑકલેંડ, ન્યૂઝીલેંડ ૧૯૫૦ ૧૨

બૈંકૂવર, કનાડા ૧૯૫૪ ૨૪

કારડિફ, બ્રિટેન ૧૯૫૮ ૩૫

પર્થ, ઑસ્ટ્રેલિયા ૧૯૬૨ ૩૫

કિંગ્સ્ટન, જમૈકા ૧૯૬૬ ૩૪

એડિનબરા, સ્કૉટલેંડ ૧૯૭૦ ૪૨

ક્રાઇસ્ટચર્ચ, જ્યૂઝીલેંડ ૧૯૭૪ ૩૯

એડમંટન, કનાડા ૧૯૭૮ ૪૮

બ્રિસબેન, ઑસ્ટ્રેલિયા ૧૯૮૨ ૪૬

એડિનબરા, સ્કૉટલેંડ ૧૯૮૬ ૨૬

ઑકલેંડ, ન્યૂઝીલેંડ ૧૯૯૦ ૨૯

વિક્ટોરિયા, કનાડા ૧૯૯૪ ૬૪

ક્વાલાલમ્પુર, મલેશિયા ૧૯૯૮ ૭૦

માનચેસ્ટર, ઇંગ્લેંડ ૨૦૦૨ ૭૨

મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા ૨૦૦૬ ૭૧

નવી દિલ્હી ૨૦૧૦ ૭૧



એફ્રો એશિયાઇ ખેલ



• એફ્રો એશિયાઇ ખેલ, એશિયા અને આફ્રીકા દેશો વચ્ચે એથલેટિક્સ પ્રતિયોગિતાઓનો ઉત્સવ છે

• સૌ પ્રથમ ૨૦૦૩ મા ભારતના હૈદરાબાદમા આયોજન

• ૯૫ દેશોના લગભગ ૨૦૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો

• ચીન ૨૫ સ્વર્ણ પદક સાથે પ્રથમ, ભારત ૧૯ સ્વર્ણ પદક બીજા તથા જાપાન ૧૫ સ્વર્ણ પદક સાથી ત્રીજા ક્રમ પર રહ્યુ હતુ (એશિયાઇ દેશો આફ્રીકી દેશો કરતા આગળ રહ્યા)

• ૨૦૦૭ મા બીજા એફ્રો એશિયાઇ ખેલોનુ આયોજન અલ્જીરિયાની રાજધાની અલ્જીયર્સમા કરવાનુ હતુ પરંતુ તેને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાયુ છે

એશિયાઇ ખેલ

• એશિયાનો સૌથી મોટો ખેલ ઉત્સ

• એશિયાડ નામની પણ ઓળખાય છે

• આ ખેલની શરુઆત નો શ્રેય ભારતના પ્રો. જી. ડી. સોઢી ને જાય છે. પ્રો. સોઢી એ ઓગષ્ટ, ૧૯૪૮ મા લંડન મા આયોજીત ૧૪મા ઑલંપિક ખેલના સમયે એશિયાઇ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ આ પ્રકારનો ખેલ ઉત્સવ આયોજીત કરવાનો પ્રસ્તાવ મુક્યો જેમા ફક્ત એશિયાના દેશો જ ભાગ લે.

• ૧૯૪૯ મા એશિયાઇ એથલેટિક્સ સંઘ નુ ગઠન કરાયુ

• પ્રથમ એશિયાઇ ખેલ ભારતની રાજધાની દિલ્હીમા આયોજીત

• ૧૯૮૨ મા સંઘનુ નામ બદલીને એશિયાઇ ઑલંપિક સમિતિ કરાયુ

• આ ખેલનુ ઉદેશ્ય વાક્ય જવાહરલાલ નહેરુ એ નક્કી કર્યુ હતુ – સદા આગે (Ever onward)

• તેનુ ચિહ્ન ઉગતો સૂર્ય છે જેમા ઘણાબધા ચક્ર અંદરોઅંદર ગુંથેલા છે

• પ્રથમ એશિયાઇ ખેલ માટે પટિયાલા ના મહારાજાએ મશાલ અને ઝંડો આપ્યો જે આજે પણ ચાલુ છે

• આ ખેલ મહોત્સવમા ૩૬ ખેલ માટે ૪૪ દેશોના પ્રતિયોગી ભાગ લે છે

• ૨૦૧૦ થી એશિયાઇ ખેલોમા ક્રિકેટનો પણ સમાવેશ કરવામા આવ્યો છે

એશિયાઇ ખેલો નુ આયોજન



વર્ષ સ્થાન

૧૯૫૧ નવી દિલ્હી, ભારત

૧૯૫૪ મનીલા, ફિલિપીંસ

૧૯૫૮ ટોક્યો, જાપાન

૧૯૬૨ જકાર્તા, ઇંડોનેશિયા

૧૯૬૬ બેંકોંગ, થાઇલેંડ

૧૯૭૦ બેંકોંગ, થાઇલેંડ

૧૯૭૪ તેહરાન, ઇરાન

૧૯૭૮ બેંકોંગ, થાઇલેંડ

૧૯૮૨ નવી દિલ્હી, ભારત

૧૯૮૬ સિયોલ, દક્ષિણ કોરિયા

૧૯૯૦ બીજિંગ, ચીન

૧૯૯૪ હિરોશીમા, જાપાન

૧૯૯૮ બેંકોંગ, થાઇલેંડ

૨૦૦૨ બુસાન, દક્ષિણ કોરિયા

૨૦૦૬ દોહા, કતર

૨૦૧૦ ગુઆંગઝૂ, ચીન



દક્ષિણ એશિયાઇ ખેલ (દક્ષેસ / સૈફ ખેલ)

• દક્ષિણ એશિયાઇ દેશોનો ખેલ ઉત્સવ

• દક્ષેસના બધા જ ૮ દેશો ભાગ લે છે

• ૧૯૮૨ દક્ષિણ એશિયાઇ ખેલ ફેડરેશન ની સ્થાપના

• ધ્વજ મા એક કબૂતર બનેલુ છે જે આ ક્ષેત્રમા શાંતિ નુ પ્રતિક છે

• ખેલોનુ ઉદેશ્ય વાક્ય –‘શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ’ છે

• પ્રતિ બે વર્ષે આયોજન કરવામા આવે છે (અમુક અવસરો પર આયોજ મોકુફ પણ રખાય છે)

• આ ખેલ શરુ કરાવવામા ભારતીય ઑલંપિક સંઘ ના તત્કાલિન અધ્યક્ષ રાણા ભાલેન્દ્ર સિંહ ની પ્રખુમ ભૂમિકા છે

• પ્રથમ દક્ષેસ ખેલ ૧૯૮૫ મા કાઠમાંડુ (નેપાલ) મા આયોજીત

વિવિધ ખેલો તથા તેમા ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા



ખેલ ખેલાડીઓની સંખ્યા

બેસબૉલ ૯

બેડમિંગ્ટન ૧ (એકલ) – ૨ (યુગલ)

બિલિયર્ડસ અને સ્નૂકર ૧

બૉસ્કેટ બૉલ ૧૨ થી ૧૫

મુક્કેબાજી ૧

શતરંજ ૧

બ્રિજ ૨

ક્રિકેટ ૧૧

ફુટબૉલ ૧૧

ગોલ્ફ નિર્ધારિત નહી

જિમનાસ્ટિક નિર્ધારિત નહી

હૉકી ૧૧

નેટબૉલ ૭

પોલો ૪

ટેનિસ ૧ (એકલ) – ૨ (યુગલ)

ટેબલ ટેનિસ ૧ (એકલ) – ૨ (યુગલ)

રગ્બી ફુટબૉલ ૧૩ થી ૧૫

વોલીબૉલ ૬

વાટરપોલો ૭

બીચ વૉલાબૉલ ૨

સ્કૈવૈશ ૨

સૉફ્ટબૉલ ૯ થી ૧૨

કબડ્ડી ૭

ખો-ખો કુલ ૧૨ (મેદાનમા ૯)



ખેલ તથા તેના મેદાનના નામો

ખેલ મેદાન

બેડમિંગ્ટન કોર્ટ

એથલેટિક્સ ટ્રેક

બેસબૉલ ડાયમંડ

બૉક્સિંગ રિંગ

ફુટબૉલ ફીલ્ડ

ક્રિકેટ પીચ

હેંડબૉલ કોર્ટ

ટેનિસ કોર્ટ

ગોલ્ફ કોર્સ / લિંક

હૉકી ફીલ્ડ

આઇસ હૉકી રિંગ

સ્કેટિંગ રિંગ

વોલીબૉલ ફીલ્ડ

કુશ્તી રિંગ, એરેના



વિભિન્ન દેશોના રાષ્ટ્રીય ખેલ



દેશ રાષ્ટ્રીય ખેલ

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ

જાપાન જૂ – જૂત્સુ

સ્કૉટલેંડ રગ્બી ફુટબૉલ

કનાડા આઇસ હૉકી

અમેરિકા બેસબૉલ

સ્પેન બુલ ફાઇટીંગ

ભારત હૉકી

ચીન ટેબલ ટેનિસ

મલેશીયા બેડમિંગ્ટન

બ્રાઝીલ ફુટબૉલ

રુસ ફુટબૉલ

પાકિસ્તાન હૉકી

ઇંગ્લેંડ રગ્બી ફુટબોલ અને ક્રિકેટ



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.