Saturday, November 05, 2011

WOMEN SPORTS

ભારતની મહિલા કબડ્ડી ટીમે વર્લ્ડ કપ જીત્યો તેના એક જ દિવસમાં કડવું સત્ય તેમની સામે આવી ગયું હતું. વિશ્વ વિજેતા મહિલા ખેલાડી બીજા દિવસે જ રસ્તા પર ઓટોમાં ભટકતી માલૂમ પડી હતી. એટલું જ નહીં આ પહેલા જે કાંઈ થયું, તે પણ ઓછું દુઃખદ ન હતું. હોટલ પાર્ક પ્લાઝામાં ઉતરેલી ટીમો સોમવારે બપોરે બાર કલાકે તેમના ઘરે પરત જવા માટે તૈયારી કરી રહી હતી. ત્યારે હોટલના મેનેજમેન્ટે ખેલાડીઓ પાસેથી રકમની માંગણી કરી હતી. હોટલવાળાઓના કહેવા પ્રમાણે, હોટલની અંદર ખેલાડીઓએ જે કાંઈ મંગાવ્યું તેનું ચૂકવણું તેમણે જ કરવું રહ્યું. આ માટે R 22 હજાર ચૂકવવાના હતા. આ અંગે બે કલાક સુધી રકઝક ચાલી હતી. જ્યારે હોટલ મેનેજમેન્ટને ખાતરી મળી કે, પૈસા મળી જશે, ત્યારે જ મહિલા ખેલાડીઓને ચેકઆઉટ કરવા દીધું હતું. ત્રણ દિવસથી એક જ પ્રકારના કપડામાં રહેલી મહિલાઓ હાથમાં વર્લ્ડકપ ટ્રોફી લઈને ઓટોમાં નીકળી હતી.


• મહિલાઓ ની ૮૦૦ મી દોડમા ટિંટૂ લૂકા નો રાષ્ટ્રીય રેકોર્ડ (સમય ૧ મીનીટ, ૫૯.૧૭ સેકંડ)

• આંતરરાષ્ટ્રીય એથલેટિક મહાસંઘ (IAAF) ની ઉપરોક્ત કપ પ્રતિયોગીતામા ટિંટૂ નુ પાંચમુ સ્થાન રહ્યુ હતુ

• સાતમી રાષ્ટ્રીય યુવા એથલેટિક (Under 18) ચૈમ્પિયનશીપ એપ્રિલ, ૨૦૧૦ મા કોયમ્બ્તુર મા થયુ. જેમા હરિયાણાએ ઓવરઑલ ચૈમ્પિયનશીપ જીતી – હરિયાણા, તમિલનાડુ તથા મહારાષ્ટ્ર એ મળીને ૬-૬ સ્વર્ણ પદક જીત્યા – રજત પદકોની સંખ્યાના આધારે હરિયાણા ચૈમ્પિયન ઘોષિત થયુ.

• વિજેન્દ્રસિંહ મુક્કાબાજી ની વિશ્વ ચૈમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય (૨૦૦૯)

• રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર થી સમ્માનિત એમ.સી. મૈરી કૉમે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૦ ના રોજ બ્રિજટાઉન (બારબાડોસ) મા મહિલાઓ ની વિશ્વ મુક્કાબાજી પ્રતિયોગીતામા રુમાનિયાની સ્ટેલુટા ડ્યૂટા ને ફાઇનલમા ૧૬-૧૬ ના અંતર થી હરાવી સ્વર્ણ પદક મેળવ્યો છે – મૈરી કૉમ પાંચમી વાર વિશ્વ ચૈમ્પિયન બની છે આ અગાઉ તે ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬ તથા ૨૦૦૮ મા જીતી હતી

• એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મા ડબલ સદી ફટકારી સચીન તેંડુલકરે નવો ઇતિહાસ રચ્યો – આ અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાન ના ક્રિકેટર સઇદ અનવર ના નામે હતો જેણે ૧૯૪ રન ફટકાર્યા હતા – મહિલા ક્રિકેટમા ઑસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્કે ૧૬ ડિસેમ્બર, ૧૯૯૭ ના રોજ મુંબઇમા ડેન્માર્ક વિરુદ્ધ ૨૨૯ રન ફટકાર્યા હતા

• સતત પાંચ ટેસ્ટ મેચો મા ગૌતમ ગંભીરે સદી ફટકારી પોતાનુ નામ વિશ્વના અન્ય ત્રણ બલ્લેબાજો સાથે જોડી દીધુ છે – અન્ય ત્રણ 1. ઑસ્ટ્રેલિયાના મહાન બલ્લેબાજ ડૉન બ્રેડમેન, 2. દક્ષિણ આફ્રિકા ના જૈક કૈલિસ તથા 3. પાકિસ્તાન ના મોહમ્મદ યૂસુફ

વિશ્વકપ ૨૦૧૧ ના શુભંકર હાથીને સ્ટમ્પી નામ આપવામા આવ્યુ છે

ખેલ સંબંધમા શાસકીય પ્રયાસ

• ૧૯૮૪ મા રાષ્ટ્રીય ખેલ નીતિ બનાવાઇ

• ખેલ ને પ્રોત્સાહન આપવા સરકારે ૨૦૦૧ મા નવી રાષ્ટ્રીય ખેલ નીતિ બનાવવામા આવી

• વર્ષ ૨૦૦૦ મા કેન્દ્ર સરકારે ‘યુવા અને ખેલ મંત્રાલય’ નુ ગઠન કર્યુ

ભારતીય ખેલ પ્રાધિકરણ

• રાષ્ટ્રીય ખેલકૂદ ના સ્તર ને સુધારવા તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ૧૯૮૪ મા ભારતીય ખેલ પ્રાધિકરણ (SAI – Sports Authority India) ની સ્થાપના કરવામા આવી

• આ પ્રાધિકરણ ભારતીય ખેલાડીઓ ને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખેલ પ્રતિયોગીતાઓ મા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આધુનિક પ્રશિક્ષણ તથા સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે

• બેંગ્લોર, ગાંધીનગર, કોલકાતા, ચંડીગઢ, દિલ્લી તથા ઇમ્ફાલ મા તેના ક્ષેત્રીય કાર્યાલયો છે

• નેતાજી સુભાષ નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (પટિયાલા) તથા લક્ષ્મીબાઇ નેશનલ કોલેજ ઓફ ફિઝીકલ એજ્યુકેશન (ગ્વાલિયર અને તિરુવનંતપુરમ) પણ આ પ્રાધિકરણ અંતર્ગત કાર્ય કરે છે

• પ્રાધિકરણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખેલ પ્રતિયોગીતાઓના આયોજનમા પણ ભાગીદારી નિભાવે છે



ગ્રામીણ ખેલ કાર્યક્રમ (૧૯૭૦-૭૧) – તેનો ઉદેશ્ય ગ્રામીણ ક્ષેત્રોમા ખેલોનુ આયોજન અને નવા ખેલાડીઓ શોધવાનુ છે

ખેલ છાત્રવૃતિ યોજના (૧૯૭૦-૭૧) – આ યોજનાનો ઉદેશ્ય ખેલાડીને કેરીયરના રુપ મા ખેલને અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે

રાષ્ટ્રમંડળ યુવા કાર્યક્રમ (૧૯૭૪) – આ યોજનાનો ઉદેશ્ય રાષ્ટ્રીય વિકાસની પ્રક્રિયામા યુવાનો ની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો તથા સમર્થન દેવાનો છે

રાષ્ટ્રીય કલ્યાણ કોષ (૧૯૮૨) – આ યોજનાનો ઉદેશ્ય એવા ખેલાડીઓને સહાય કરવાનો છે જેઓ હવે ખેલમા સક્રિય નથી અને કઠણાઇપૂર્વક જીવન જીવી રહ્યા હોય

રાષ્ટ્રીય ખેલ વિકાસ કોષ – આ કોષની સ્થાપના ખેલોને પ્રોત્સાહન આપવા માટે સંગઠિત તથા ખાનગી અને વ્યક્તિઓ પાસેથી નાણાકીય સંસાધન એકઠા કરવા માટે કરવામા આવી છે

એથ્લેટિક્સ

નોર્મન જી. પીટચાર્ડ : અંગ્રેજ માની કૂખે ૧૮૭૫માં કોલકાતામાં જન્મેલા પીટચાર્ડે ૧૯૦૦ની પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૨૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર હરડલ્સમાં રજત ચંદ્રક જીત્યા હતા, પ્રથમ ભારતીય સુપરસ્ટાર કે જેમણે ભારતીય ફૂટબોલમાં પ્રથમ હેટ્રીક નોંધાવી હતી.

મિલ્ખાસિંઘ : પાંચમા અને છઠ્ઠા દશકમાં વિદેશમાં ભારતનું નામ ગજાવનાર ફ્લાઈંગ સિખે ૧૯૬૦ની રોમ ઓલિમ્પિક્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું, આજ સુધી ભારતે પેદા કરેલા શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક મિલ્ખાની તે સમયે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના વિક્રમથી નજીક કોઈ ખેલાડી આવી શક્યો ન હતો.

પી.ટી. ઉષા : સ્પ્રિન્ટ ક્વીન તરીકે જાણીતી ઉષાએ ૧૯૮૪ની લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ૪૦૦ મીટર હરડલ્સમાં ફક્ત એક સેકન્ડને લીધે કાંસ્ય ચંદ્રક ગુમાવ્યો હતો. આ જ ગેમ્સમાં ૪x૪૦૦ મીટર રિલેની ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ૧૯૮૬ની સિઓલ એશિયન ગેમ્સમાં ચાર સુવર્ણચંદ્રક જીત્યા હતા.

બેડમિન્ટન

પ્રકાશ પદુકોણ : ૧૯૭૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીત્યા બાદ ૧૯૮૦માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. આ અગાઉ ભારતના કોઈ ખેલાડીએ આ ટાઈટલ જીત્યું ન હતું. તે વર્ષે બેડમિન્ટનમાં વિશ્વમાં પ્રથમ રેન્ક મેળવી હતી.

પુલેલા ગોપીચન્દ : થોમસ કપ ફાઈનલમાં ભારતને પ્રથમ વખત લઈ જનાર ગોપીચંદે ૨૦૦૧માં ઓલ ઈંગ્લેન્ડ ટાઈટલ જીતીને પ્રકાશના પેંગડામાં પગ મૂક્યો હતો. નિવૃત્ત થયા બાગ કોચિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું. સાયના નેહવાલ ગોપીચન્દની એકેડેમીની પેદાશ છે.

સાયના નેહવાલ : સાયના નેહવાલે વિશ્વસ્તર પર ભારતનું નામ રોશન કર્યું છે, તે ભારતની એકમાત્ર મહિલા બેડમિન્ટન ખેલાડી છે. જેણે વર્લ્ડ રેન્કિંગમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

બિલિયર્ડસ - સ્નુકર

વિલ્સન જોન્સ : આઝાદી બાદ કોઈ પણ રમતમાં પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિલ્સન જોન્સે ૧૯૫૮ અને ૧૯૬૪માં કોલકાતામાં વર્લ્ડ એમેચ્યોર બિલિયડ્ર્ ટાઈટલ જીત્યું હતું.

માઈકલ ફરેરા : ગુરુ વિલ્સન જોન્સની સિદ્ધિની ૧૯૭૭માં બરાબરી કરનાર ફરેરા ૧૯૭૮માં બિલિયર્ડસની રમતમાં ૧૦૦૦ પોઈન્ટનો બ્રેક મેળવનાર પ્રથમ એમેચ્યોર ખેલાડી બન્યા હતા.

ગીત શેઠી : છ વખત પ્રોફેશનલ અને એમેચ્યોર ટાઈટલ જીતનાર ગીત શેઠીએ ૧૯૮૮ની એશિયન ગેમ્સમાં સુવર્ણ અને રજત ચંદ્રક જીત્યા હતા, ૧૯૮૯માં સ્નુકરમાં સૌથી વધુ ૧૪૭ બ્રેક સાથે પ્રથમ એમેચ્યોર ખેલાડી બન્યા હતા.

બોક્સિંગ

વિજેન્દ્રસિંઘ : ઓલિમ્પિક્સ ગેમ્સમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બોક્સર બિજીંગ ઓલિમ્પિક્સમાં ૭૫ કે.જી. મીડલવેઈટ કેટેગરી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ચેસ

વિશ્વનાથ આનંદ : ૧૯૯૭થી વિશ્વમાં ૨૮૦૦ રેટિંગ્સ માર્ક મેળવનાર પ્રથમ ચારમાં સ્થાન મેળવનાર આનંદે ૨૦૦૭માં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા બાદ પાછું જોયું જ નથી, આ વર્ષે પણ વર્લ્ડ ચેમ્પિયનશિપનો તાજ મેળવ્યો છે.

ફૂટબોલ

ચુની ગોસ્વામી : ચુની તરીકે પ્રસિદ્ધ સુબીમલ ગોસ્વામી ૧૯૫૬થી ૧૯૬૪ વચ્ચે ૫૦ ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં સુકાની તરીકે ભારતને સુવર્ણ અને ૧૯૬૪ની એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક અપાવ્યો હતો, ૧૯૬૦ની ઓલિમ્પિક્સમાં ભારતીય ફૂટબોલ ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું.

ભાઈચંગ ભૂતીયા : ભારતે પેદા કરેલા શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓમાં જેની ગણના થાય છે તે ભૂતીયાએ ૨૪ વર્ષના ગાળા બાદ ભારતને એશિયા કપના ફાઈનલ રાઉન્ડ સુધી લઈ જવામાં ખૂબ મોટું યોગદાન

આપ્યું હતું.

ગોલ્ફ

જીવ મિલ્ખાસિંઘ : એશિયા, યુરોપ અને યુએસ ઓપન ગોલ્ફમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ૨૦૦૬માં વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ ખેલાડીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર જીવ માસ્ટર્સમાં ભાગ લેનારો પ્રથમ ભારતીય ગોલ્ફર છે.

અર્જુન અટવાલ : નવ ઈન્ટરનેશનલ ટાઈટલ જીતનાર અર્જુને તાજેતરમાં પીજીએ ટૂરની વિન્ધાન ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે, આ અગાઉ આવું બહુમાન કોઈ ભારતીય ગોલ્ફરે મેળવ્યું નથી.

હોકી

ધ્યાનચંદ : હોકીના જાદુગર ધ્યાનચંદે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ની ઓલિમ્પિક્સ ગેમ્સમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યા હતા. ફક્ત ભારતમાં નહીં વિશ્વમાં ધ્યાનચંદ જેવો હોકી ખેલાડી પેદા થયો નથી.

લેસ્લી ક્લાઉડીયસ : ગ્રેટ એન્ગલો ઈન્ડિયન હોકી ખેલાડી લેસ્લીએ ૧૯૪૮, ૧૯૫૨ અને ૧૯૬૦માં ભારતને ઓલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક અપાવ્યા હતા.

વનરાજ પીલ્લે : શ્રેષ્ઠ હોકી ખેલાડી તેની કારકિર્દીમાં દેશને મોટું ટાઈટલ જિતાડી શક્યો નથી પણ ભારત તરફથી ૧૦૦ ગોલ નોંધાવ્યા છે.

મોટર રેસિંગ

નારાયણ ર્કાિતકેય : ૨૦૦૫માં ફોર્મ્યુલા-૧માં ભાગ લીધો ત્યારે તે પ્રથમ ભારતીય બન્યો હતો, ‘ફાસ્ટેસ્ટ ઈન્ડિયન ઈન ધ વર્લ્ડ’ તરીકે જાણીતો નારાયણ એ વન ગ્રાઉન્ડપિક્સ અને વર્લ્ડકપ ઓફ મોટરસ્પોટ્ર્સમાં ભાગ લઈ ચૂક્યો છે.

શૂટિંગ

અભિનવ બિન્દ્રા : બિજીંગ ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ જીત્યો ત્યારે આ સદીમાં ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

રાજ્યવર્ધનસિંઘ રાઠોડ : ૨૦૦૪ની એથેન્સ ઓલિમ્પિક્સમાં રજતચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો.

ટેનિસ

રામનાથન ક્રિશ્ચિયન : ગ્રાઉન્ડ સ્લેમની સેમી ફાઈનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી,૧૯૬૦ અને ૧૯૬૧ની વિમ્બલ્ડનમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ક્રિશ્ચિયને ડેવિસ કપમાં ભારતનું નામ રોશન કર્યું છે.

વિજય અમૃતરાજ : વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપનમાં સુંદર દેખાવ કરનાર વિજયે બે વખત ડેવિસ કપમાં ભારતનું સુકાનીપદ સંભાળ્યું છે.

લિએન્ડરપેસ અને મહેશ ભૂપતી : આ બંનેની જોડીએ ભારતને ઘણાં ટાઈટલ જિતાડયાં છે. પેસ ૧૯૯૬ની આટલાન્ટા ગેમ્સની ડબલ્સ જીત્યો હતો અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. મહેશે ૧૯૭૭ની ફ્રેન્ચ ઓપનમાં સુંદર દેખાવ કર્યો હતો.

સાનિયા મિરઝા : ટેનિસમાં અનેક ખિતાબ જીતનારી સાનિયા દેશની પ્રથમ મહિલા ખેલાડી છે. મહિલા ટેનિસના વર્લ્ડ રેન્કિંગમાં અવ્વલ સ્થાને રહીને દેશનું નામ ઉજાગર કર્યું છે.

વેઈટ લિફ્ટિંગ

કર્નામ મલ્લેશ્વરી : ૨૦૦૦ની સિડની ઓલિમ્પિક ગેમ્સમાં ૬૯ કે.જી. કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો ત્યારે આવી સિદ્ધિ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ જીત હાંસલ કરી છે.

કુસ્તી

કે.ડી. જાધવ : ૧૯૫૨માં હેલસિન્કી ઓલિમ્પિક ગેમ્સમાં ૫૭ કે.જી. કેટેગરીમાં કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરનાર જાધવને જિંદગીમાં ક્યારેય માનપાન મળ્યું નહોતું.

સુશીલકુમાર : તાજેતરમાં વિશ્વવિજેતા બનનાર સુશીલકુમારે બિજીંગ ઓલિમ્પિક્સ ગેમ્સમાં ૬૬ કે.જી. લાઈટવેઈટ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.