દરેક દેશને પોતાની ઓળખ સમો એક રાષ્ટ્રધ્વજ હોય
છે. આ ઉપરાંત વિવિધ ઓળખ તેના અન્ય પ્રતિકોમાં સમાયેલી હોય છે. રાષ્ટ્રના ગૌરવ સમો
તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે. આ ઉપરાંત પણ ઘણા ચિહ્નો છે જે આપણી અનોખી ઓળખ છે.તો
આવો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતિકોને....
આપણુ
રાષ્ટ્રિય પક્ષી -મોર
મોર શબ્દ સાંભળતાં જ આપણા મનમાં મનમોહક રંગો અને સુંદરતા જાગી ઉઠે
છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ
મોરના પીંછાને પોતાના મુગટમાં સ્થાન આપ્યુ છે. આ પવિત્ર પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી
છે. એક તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને બીજુ તે શ્રીકૃષ્ણ ભગવાનના મુગટમાં
પીંછાના રૂપમાં શોભનીય છે તેથી ભારતીય લોકોના મનમાં મોર પ્રત્યે એક અલગ જ ભાવ છે. ભારતમાં વર્ષ ૧૯૬૩માં મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરાયું છે. ભારતનું રાષ્ટ્રીય
પક્ષી ગણાતું મોર હાલ જાણે કે પોતાનું અસ્તિત્વ ટકાવી માટે સંઘર્ષ કરી રહ્યું હોય
એવું લાગી રહ્યું છે. ભારતમાં મોરની પ્રજાતિમાં ઘરખમ ઘટાડો થઇ રહ્યો હોવાનું ડબલ્યૂ ડબલ્યૂએફે નોંઘ્યું છે. જો કે, મોરની પ્રજાતિ ઘટી રહી હોવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઘટી રહેલા તેમના નિવાસ સ્થાન, શણ અને ગેરકાયદે થતો તેમનો શિકાર. ઉપરાંત મોરનો શિકાર કરી તેના પીંછા વિદેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. વિદેશમાં મોરના
પીંછાની માંગ હોવાના કારણે શિકારીઓ દ્વારા મોરનો શિકાર કરી
તેમની પીંછા ખેંચી લેવામાં આવે છે. ભારતમાં મોરનો શિકાર કરી તેના માંસ, ચરબી અને પીંછા માટે કરવામાં આવતો હોઇ દેશમાં પ૦ ટકા જ મોર
બચ્યા છે. મોરના પીંછાની વિદેશમાં પણ માંગ હોવાથી ઇટલી, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં મોરના પીંછામાંથી વિવિઘ ઉત્પાદન પણ કરવામાં
આવે છે. નોંઘનીય છે કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ સેક્શન ૪૩(૩)(એ) સેક્શન
૪૪ મુજબ મોરના શિકાર પર પ્રતિબંઘ છે. તેમ છતાં તેનો શિકાર
છાના બારણે થઇ રહ્યો છે. તેમ છતાં ભારત સરકાર દ્વારા મોર માટે કોઇ જનગણના હાથ ઘરવામાં
આવી નથી. ડબલ્યૂડબલ્યૂએફ(વર્લ્ડ વાઇડ લાઇફ ફંડ)એ વર્ષ ૧૯૯૧માં ભારતમાં મોરની
પ્રજાતિનો અભ્યાસ હાથ ઘર્યો હતો. જેમાં એવું તારણ બહાર આવ્યું
હતું કે, ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં માત્ર ૫૦ ટકા જ મોર બચ્યાં છે. જેમાં ખાસ કરીને ગ્રીન પિકોક એટલે કે લીલા મોરની પ્રજાતિ
નામશેષ થવાના આરે છે.
ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા બિયારણને ઉંઘઇથી બચાવા
વઘારે પડતાં કિટનાશકોનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ કિટનાશકનું સેવન મોર કરે ત્યારે તે
ઉડી શકતું નથી. ઉપરાંત વિદેશમાં પણ મોરના પીંછાની માંગ હોવાથી મોરનો શિકાર કરવામાં
આવી રહ્યો છે. ઉપરાંત લોકો એવી માન્યતા પણ ઘરાવે છે કે, મોરની ચરબી સંઘિવાના ઉપચાર માટે લાભદાયી હોઇ તેનો શિકાર થઇ રહ્યો છે.
ગુજરાતના કેટલાંક ગામડાઓમાં મોરના માંસ અને પીંછા માટે કેટલાંક શિકારીઓ ઝેરી ચણ નાખી તેમની હત્યા કરે છે. ગુજરાતમાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરી મોરના પીંછાની દાણચોરી કરવામાં આવે છે. થોડા જ
મહિના અગાઉ અમદાવાદના એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી મોરના પીંછા ભરેલા આઠ
કાર્ટુન ઝડપાયા હતા. જેને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા હતા.
ગુજરાતમાં મોરના શિકાર માટે શિકારીઓ ચોમાસાની મોસમને શ્રેષ્ઠ ગણાવે છે. કારણકે આ
સમયગાળો મોરનો સંવનનકાળ હોય છે. માંદા મોરને રિઝવવા નર મોર ખુલ્લા ખેતરમાં કે
જગ્યાએ કળા કરે છે. જેનો લાભ લેવાનું શિકારીઓ ચૂકતા નથી. તેઓ બંદૂકથી કે
તીરકામઠાંની મદદથી મોરનો શિકાર કરે છે. ત્યારબાદ સૌથી પહેલાં
મોરનું ગળું કાપી, કલગી અને પીંછાને ખેંચી લેવામાં આવે છે. જ્યારે કેટલાંક પારઘીઓ ઝાળ વિસાવીને મોરને ફસાવતા હોય છે. ત્યારબાદ તેમના પગ
કાપી પીંછા ખેંચી લઇ મોરની હત્યા કરી દે છે. જેવી રીતે મોરીની પ્રજાતિ નામશેષ થઇ
રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે, ભવિષ્યમાં મોર ડાયનાસોરની જેમ ચોપડીઓ કે ફોટામાં જોવા મળી શકે છે. ત્યારે આવનારી પેઢીને આપણે મોર ફક્ત પુસ્તક કે ફોટામાં
બતાવીને કહીશું જ કે આને મોર કહેવાય.
આપણુ
રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી
પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે
રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની
શાન અને ગૌરવ છે. લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ.
આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.
સિંહની
પ્રતિકૃતિ
આ પ્રતિક સામાન્ય રીતે દરેક ભારતીય સિક્કાઓ
અને ચલણી નોટો પર જોવા મળે છે. આ સિંહની પ્રતિકૃતિ કુલ ચાર સિંહની બનેલી છે જેમાં
ત્રણ સામે જ દેખાય છે અને બાકીનો એક પાછળ છુપેલો છે. આ પ્રતિક શોર્ય, શક્તિ અને વિશ્વાસનું પ્રતિક છે. આ પ્રતિકૃતિની નીચે અશોલ ચક્ર છે જેની
આસપાસ ચાર દિશાઓ સૂચવનારા ચાર પ્રાણીઓ છે, જેમાં ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો, અને પશ્ચિમમાં બળદ ચિત્ર છે. બાકીની જગ્યામાં સોળે કળાએ ખીલેલું કમળ
છે. સોથી નીચે સત્યમેવ
જયતે સત્યનો વિજય સૂચવે છે.
આપણો
રાષ્ટ્રધ્વજ
આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી
જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે 'રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા
દરેક નાગરિકની આઝાદીનું
પ્રતિક છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો
સૂચક છે. જે ભારતના શહીદોની શોર્યતા અને ત્યાગને દર્શાવે છે. વચ્ચેનો સફેદ રંગ
સત્ય અને શાંતિનો પ્રતિક છે, જે દર્શાવે છે કે ભારતના લોકો સત્યપ્રેમી અને શાંતિનો
સંદેશ આપનારા છે. લીલો રંગ વિશ્વાસ અને હરિયાળી બતાવે છે. જે દર્શાવે છે કે આપણો
દેશ ખેતીથી સમૃધ્ધ છે. અને વિશ્વાસ એ આપણુ ઘરેણુ છે.
રાષ્ટ્રીય
ફુલ
કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે લક્ષ્મી દેવીએ
તેને પોતાનું આસન બનાવ્યું છે તેથી તે એક ધાર્મિક ફુલ છે. પૌરાણિક દ્રષ્ટિએ કમળ
ભારતીય સંસ્કૃતિમાં શુભ સ્થાન ધરાવે છે. કમળ એ દિવ્યતા, હરિયાળી, સમૃધ્ધિ, જ્ઞાન, વિજય અને બોધ આપનારું પ્રતિક છે. કમળ કાદવમાં
ઉગે છે અને હજારો વર્ષ સુધી ટકી રહે છે તેથી તે લાંબુ આયુષ્ય, સન્માન અને સારી તકોનું પણ પ્રતિક છે.
|
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.