GPSC-2013
કેન્દ્રની નવી યોજના
ગામડાંનો દેશ ભારત હવે ઝૂંપડપટ્ટી મુક્ત થશે
૨૦ વર્ષમાં રૃ. ૩૯ લાખ કરોડ ખર્ચાશે
ભારતના શહેરોને 'ઝૂંપડપટ્ટી મુક્ત' કરવા માટે કેન્દ્ર સરકારે નવી
મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકી છે. 'જવાહરલાલ નેહરુ અર્બન રીન્યૂએબલ મિશન
(J.N.R.U.M.)' અંતર્ગતની આ નવી યોજનાને 'રાજિવ આવાસ યોજના' એવું નામ આપવામાં આવ્યું
છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ૪૦-૪૦ ટકાનો હિસ્સો આપશે. જ્યારે બાકીના ૨૦ ટકા
જે-તે વ્યક્તિએ ભોગવવાના રહેશે.
શહેરોમાંથી ઝૂંપડપટ્ટી દૂર કરવાની અગાઉની યોજના
નિષ્ફળ ગઈ હતી
રાજ્યકક્ષાના શહેરી વિકાસ પ્રધાન સૌગત રોયે નવી દિલ્હી ખાતે
'શહેરીકરણના વૈશ્વિક અનુભવો' પર આધારિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતને
ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટેની આ યોજના અગાઉના પાંચ વર્ષમાં શહેરોમાંથી ઝૂંપડપટ્ટી
દૂર કરવામાં મળેલી નિષ્ફળતા બાદ તૈયાર કરવામાં આવી છે.
માળખા અને અપાતી સુવિધાઓ
વચ્ચેના અંતરને પૂરવા માટે રોયે અસરકારક જાહેર ખાનગી ભાગીદારી પર ભાર મુક્યો હતો.
તેમણે કહ્યું હતું કે ઉચ્ચ સ્તરીય નિષ્ણાંતોની સમિતિએ આ યોજના પાછળ ૨૦૧૨ થી ૨૦
વર્ષનાં સમયગાળા દરમિયાન રૃા. ૩૯ લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કર્યો
છે.
રોયે વધુમાં કહ્યું હતું કે સતત થઈ રહેલા શહેરીકરણની માળખાગત સુવિધાઓ પર
ગંભીર અસર પડી છે અને બીજી બાજુ સેવાઓની ગુણવત્તા પણ નબળી છે. પાણી, સ્વચ્છતા અને
માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રે પૂરી પડાતી સેવાઓ અપેક્ષા મુજબની
નથી.
ઉલ્લેખનીય છે કે આગામી ૧૦ થી ૧૫ વર્ષ દરમિયાન ભારતના શહેરોમાં રોજગારી
શોધતા ૧૮ કરોડ જેટલા લોકો ઉમેરાશે તેવી શક્યતા પણ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં
છે.
|
|
|
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.