Monday, November 07, 2011

SCIENCE






આજથી બે વર્ષ પહેલાં, પ્રિન્સટન યુનિવર્સીટીનાં પ્રો. ડૉ. શી પીંગોંગનો અમેરીકામાં દબદબો હતો. ન્યુજર્સીનાં શહેરી વિસ્તારમાં બહુમાળી મકાનનો એક આખો ફ્લોર તેમની પ્રયોગશાળાથી ભરેલો હતો. પ્રયોગશાળાનું વાર્ષીક બજેટ હતું. વીસ લાખ ડોલર. ૪૧ વર્ષના ચાઈનીઝ પ્રોફેસરની અમેરીકન સાયન્સમાં એક સારી છાપ ઉપસી આવી હતી. જેની પાછળનું મુખ્ય કારણ હતું. તેમની બ્રાઈટ એકેડમીક કેરીઅર અને સાયન્ટીફીક રિસર્ચ. હાવર્ડ હ્યુજીસે ડૉ. શી પોંગોંગને તેમના સંશોધન માટે ૧૦૦ લાખ અમેરિકન ડોલરની ગ્રાન્ટ આપી અને ગ્રાન્ટ મળ્યાના માત્ર બે માસ પછી, ડૉ. શી પોગોંગે અમેરિકન સાયન્સ કોમ્યુનીટીને ચોંકાવી નાખે તેવી જાહેરાત કરી નાખી. અમેરિકાની રિસર્ચ ફિલ્ડ અને લેબને રામ રામ કરી, તેઓ તેમની માતૃભૂમિ ચીન પાછા જઈ રહ્યાં છે. દુનિયાનાં વૈજ્ઞાાનિકો અમેરિકામાં મળતાં સંશોધન કેબનાં લાભ અને ટેકનોલોજીનો સથવારો મેળવવા માટે તડપતા હોય છે ત્યાં એક ચાઈનીઝ પ્રોફેસર અમેરિકાને સલામ કરી બે વર્ષથી ચીનમાં પોતાનું સંશોધન અને વિજ્ઞાાનની આગેકૂચ કરવા સરકાર સાથે સહયોગ કરી રહ્યાં છે. બીજીંગના લાઈફ સાયન્સનાં નવા ડિન તરીકે ત્સીગુઆ યુનિવર્સિટીએ લાખ સલામથી આવકાર્યા છે. આ એક ઉદાહરણ છે. આવનારાં વર્ષોમાં ચીન સાયન્સનો સુપર પાવર ધરાવનાર નં. ૧ રાષ્ટ્ર બનવાનાં પ્રયત્નો પાછળનો એક નક્કર, સોલીડ રાષ્ટ્રપ્રેમ. ચીન ઉંચા પગાર સાથે પશ્ચિમના દેશોમાં કામ કરનારાં તેમનાં વૈજ્ઞાાનિકોને આધુનિક સગવડો આપી પાછુ બોલાવી રહ્યું છે. કારણ... ચીન સાયન્સ ક્ષેત્રે પણ અન્યને હરાવી 'સુપર પાવર' થવા માંગે છે. છેલ્લાં એકાદ દાયકામાં ચીને, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જ હરણફાળ ભરી છે તેને પણ નજરચુક કરવા જેવી નથી.



ડો. શી હવે ચીન પાછા ફરી તેમનાં અમેરિકન સહયોગીઓને ફોન પર કરેલ એક વાત ભુલવા જેવી નથી. ''અમેરિકામાં બધું જ સેટલ હતું. પરંતુ મારો પ્રભાવ મારી પ્રયોગશાળા કે રિસર્ચ ફિલ્ડ છોડીને આગળ ક્યાંય વર્તતો ન'હતો. અમેરિકાનાં સ્ટેટ ઓફ સાયન્સને એઝ અ હોલ હું કોઈ ઈમ્પેક્ટ આપી શકતો ન'હતો. પરંતુ ચીનમાં હું, રાષ્ટ્રના ભવિષ્યનું ઘડતર કરી શકું છું. સાયન્સ માટે એક ઉભરતો સમય છે. નેચરલી ચાઈનીઝ સાયન્સને વર્લ્ડ લેવલે મુકવામાં મારું ઈન્વોલ્વમેન્ટ અતિ મહત્ત્વનું છે.'' જ્યાં વૈજ્ઞાાનિકો આટલાં આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમ સાથે ચીનનાં સાયન્ટીફીક સ્ટેટનો ઝંડો ઉચોં લઈ જવા મથતા હોય ત્યાં વિજ્ઞાાનનો વિકાસ નિશ્ચિત છે. કેટલાંક આંકડાઓ વડે ચીને વિજ્ઞાાનક્ષેત્રે કરેલ નોંધપાત્ર પ્રગતિની જરા નોંધ લઈ લઈએ.



ચીને ૨૦૦૪માં ત્રણ લાખ એકાવન હજાર એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ પેદા કર્યા હતા. તેની સામે અમેરિકન એન્જીન્યર ગ્રેજ્યુએટની સંખ્યા હતી. એ લાખ સત્તાવન હજાર! મટીરીઅલ સાયન્સનો ૨૦% આઉટપુટ ચાઈનીઝ યુનિવર્સિટીમાં થઈ રહેલાં સંશોધનને આભારી છે. ૨૦૧૦ વિદાય લઈ રહ્યું છે ત્યાં સુધીમાં ચાઈનીઝ ગર્વમેન્ટ વિજ્ઞાાન ક્ષેત્રે ૨૪ અબજ ડોલર ખર્ચી ચુકી છે. ૧૯૮૧ની સરખામણીમાં ૨૦૧૦માં વિશ્વનાં પ્રખ્યાત વિજ્ઞાાન સામયીકોમાં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોનાં સંશોધન પત્રો પ્રકાશીત થવામાં ૬૪% વધારો નોંધાયો છે. ૨૦૧૦માં પ્રકાશીત થયેલ સંશોધન લેખોનો ૯% હિસ્સો અમેરિકન લેખકોનો છે, જેઓ ચીનની ભુમી પર આવેલ સંસ્થાઓમાં ઇન્ટરનેશનલ કોલાબરેશનથી કાર્યરત છે. ૨૦૦૯માં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોએ એક લાખ વીસ હજાર સંશોધન લેખો પ્રકાશીત કરી ચુક્યાં છે. જો આ ગ્રાફ ટ્રેઝેક્ટરી ચાલુ રહી તો, ૨૦૨૦માં ચીન અમેરિકાને સંશોધન ક્ષેત્રે ઓવરટેક કરી આગળ વધી જશે. થોમસ હોઈટરે કેરળ સંશોધીત આંકડાઓ મુજબ સાયન્ટીફીક નોલેજ ક્ષેત્રે ચીન સેકન્ડ બીગેસ્ટ પ્રોડયુસર છે.



વર્લ્ડ પાવર બેલેન્સ સાયન્સની એક પરીસ્થિતિ ઉપર ઉડતી નજર નાખવા જેવી છે. અમેરિકા અત્યારે સાયન્સ ક્ષેત્રનું વર્લ્ડ ચેમ્પીઅન ગણાય છે. દુનિયાની શ્રેષ્ઠ દસમાંથી આઠ યુનિવર્સીટીઓ અમેરિકાની છે અને ટોપ ૧૦૦માં ૫૪ અમેરીકન યુનિવર્સિટીઓ છે. વિજ્ઞાાનનાં દરેક ક્ષેત્રમાં અમેરિકાનો પગપેસારો થયેલો છે પરંતુ મેડિસીન, બાયોકેમેસ્ટ્રી, જીનેટીક્સ અને મોલેક્યુલ બાયોલોજી ક્ષેત્રે અમેરિકા વર્લ્ડ લીડર છે. ૨૦૦૦ની સાલમાં ૨.૫૫ લાખ સંશોધન લેખો અમેરિકા પ્રસિદ્ધ કરી ચુક્યું હતું તેની સામે આજે ૩.૩૨ લાખ લેખો વાર્ષીક છપાય છે. જેની સરખામણીમાં ચીનનાં વૈજ્ઞાાનિકોએ ૨૦૦૦ની સાલમાં ૧૦,૦૦૦ સંશોધન લેખો આવ્યા હતાં. જે ૨૦૦૭માં ચાલીસ હજારની સંખ્યાએ પહોંચી ગયું છે. શિક્ષણ ક્ષેત્રે વિશ્વની ૫૦૦ શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી અમેરિકાની ૧૩૪, બ્રિટનની ૩૮, ચીનની ૩૪ (દુનિયામાં ત્રીજા ક્રમે) જાપાનની ૨૮, બ્રાઝીલની ૬ અને રશિયા, ભારતની બે બે યુનિવર્સિટી છે. સાયન્સના વર્લ્ડ લીડરોમાં બ્રિટન, અમેરિકા સાથેના કોલાબરેશનથી છેલ્લા વર્ષોમાં પોતાનું સ્થાન જાળવી રાખી શક્યું છે. કેમ્બ્રીજ અને ઓક્સફર્ડ યુનિ. બ્રિટનનું પાવર હાઉસ ગણાય છે. બ્રાઝીલ એક આર્થીક રીતે સધ્ધર થઈ રહેલ રાષ્ટ્ર છે જેની સાથે સાથે ત્યાં વિજ્ઞાાનનો વિકાસ પણ એટલો જ થઈ રહ્યો છે. ખેતી, જીવ વિજ્ઞાાન અને બાયો-ફ્યુઅલ ક્ષેત્રે તેનાં આવિસ્કાર નોંધનીય છે. એક જમાનામાં અમેરિકા સામે બાથે પડનાર, રશિયાએ અંતરીક્ષમાં પ્રથમ સેટેલાઈટ અને પ્રથમ માનવી મોકલીને ડંકો વગાડયો હતો. પોલીટીકલ ઉકળતા ચરૃમાંથી છટકી વૈજ્ઞાાનિકો પશ્ચિમ તરફ ભાગી ગયા છે. સ્પેસ સાયન્સ અને ફીજીક્સમાં અગ્રેસર રશિયા અત્યારે માઈનોરોટીમાં આવી ચુક્યું છે. જાપાનને તેનાં સાયન્સને સ્ટેડી રેટ. વડે એક લેવલે જાળવી રાખ્યું છે. જેનો પ્રોગ્રેસ ગ્રાફ ઉંચો નહી સ્ટ્રેટ લાઈનમાં છેલ્લા દાયકાથી સીધો જઈ રહ્યો છે. જાપાનનાં સાયન્ટીસ્ટોનો ફીજીક્સ ક્ષેત્રે દબદબો છે. તેઓ અન્ય રાષ્ટ્ર સાથે સહયોગ કરી પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે જ્યારે ચીનની વાત જરા ન્યારી છે...



ડૉ. શી યોંગોગનું સંશોધન કેન્સર ક્ષેત્રનું છે. જીવવિજ્ઞાાનમાં કોષોનાં મૃત્યુ માટે જવાબદાર ગણાતી 'એપોપ્ટોસીસ'માં ભાગ ભજવનાર પ્રોટીનનું ભૌતિક સ્વરૃપ ડો. શી અને તેનાં સાથી સંશોધકો ઉકેલી રહ્યાં છે. જોકે દુનિયાનાં સૌથી વધારે પ્રદૂષીત દેશોમાં ચીન અગ્રેસર છે. વૈજ્ઞાાનિકો તેને ગ્રીન ટેકનોલોજીમાં ફેરવવા તૈયાર છે. પર્યાવરણને સહાયક 'એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી' પ્રોડક્ટનું નિર્માણ કરવા 'ચીન' તેની પ્રતિબધ્ધતા દર્શાવી ચુક્યું છે. પરંતુ તેની સામે ર્ભ૨ (કાર્બન ડાયોક્સાઈડ)નું સૌથી વધારે પ્રદૂષણ પણ તે ફેલાવી રહ્યું છે. ગ્રીન ટેકનોલોજી હસ્તગત કરવા જઈ રહેલ ચીનની પ્રગતિ નોંધપાત્ર છે. આંકડાઓ બતાવે છે કે ગયા વર્ષે ડેન્માર્ક, જર્મની અને અમેરિકા કરતાં વધારે વિન્ડ ટર્બાઈન (પવન ચક્કીનાં એન્જીનો) ચીન બનાવી ચૂક્યું છે. દર વર્ષે સો ગીગા વોટ પાવર સપ્લાય મળે તેટલાં વિન્ડ ટર્બાઈનનું ઉત્પાદન 'ચીન'નું લક્ષ્ય છે. સોલાર પાવર ક્ષેત્રે પણ તે 'લીડ' સેલમાં છે. કોમર્શીયલ એટલે કે ઔદ્યોગીક પ્રોડક્ટનાં સોલાર સેલ સૌર ઊર્જાનો ૧૫.૬૦ હિસ્સો કન્વર્ટ કરી આપી શકે તેટલાં કાર્યક્ષમ બની ચુક્યાં છે. અમેરિકામાં જ્યાં સોલાર પાવર પ્રતિ વૉટ દીઠ એક ડોલરમાં પડે છે તેની સામે 'ચીન' કેડેમીયમ રેલ્યુસઈડ વાપરીને અડધી કિંમતે પ્રતિ વૉટ ઊર્જા મેળવે છે. ચીન દુનિયામાં અન્ય દેશોમાં હોય તેના કરતાં અધિક ન્યુક્લીયર પાવર પ્લાન્ટ બાંધી રહ્યું છે. હાઈડ્રો પાવર ક્ષેત્રે પણ આજ તેનાં કરતાં અધિક ન્યુક્લીયર પાવર પ્લાન્ટ બાંધી રહ્યું છે. હાઈડ્રો પાવર ક્ષેત્રે પણ આજ પ્રગતિ ચાલુ છે. પશ્ચિમના 'ઓઈલ' આધારીત ઇન્ડસ્ટ્રીની કાયાપલટ તે, સોલાર પાવર વિન્ડ ટર્બાઈન અને ન્યુક્લીયર પાવર વડે કરવા માંગે છે.



ચીનનો સ્પેસ પ્રોગ્રામ ૨૦૦૩માં ટેક ઓફ કરી ચુક્યો હતો. તે આજે અંતરીક્ષમાં ચાઈનીઝ નાગરીકને દેશી ટેકનોલોજી વડે અંતરીક્ષમાં મોકલી ચુક્યો છે. ચંદ્ર ઉપર ફરીવાર મનુષ્યને ઉતારવાની રેસમાં તે સૌથી આગળ દોડતો ઘોડો છે. વિજ્ઞાાન વિકાસનું એક ક્ષેત્ર 'નેનો સાયન્સ'માં ચીન પોતાનું રોકાણ કરી રહ્યું છે. નેનો ટેકનોલોજી ક્ષેત્રે દુનિયાનાં અન્ય દેશો કરતાં સૌથી વધારે સંશોધન લેખો 'ચાઈનીઝ' સાયન્ટીસ્ટો પ્રકાશીત કરી ચુક્યાં છે. હાલમાં ૫૦૦૦ વૈજ્ઞાાનિકો 'નેનો સાયન્સ' ક્ષેત્રે સંશોધન કરી રહ્યાં છે. તમારાં સ્વાસ્થ્યને મોનીટર કરે તેવાં કપડાથી માંડીને પ્રદૂષણ ફેલાવતાં ગેસને શોષી લે તેવાં મટીરીઅલ્સની શોધ નેનો સાયન્સ વડે ચીની વૈજ્ઞાાનિકો કરી ચુક્યાં છે. ગયા વર્ષે નાન્જીંગ યુનિવર્સિટીનાં વૈજ્ઞાાનિકો દુનિયા સામે બે હાથવાળા નેનો-રોબોટનું પ્રદર્શન કરી ચુક્યા છે, જે. જીનેટીક કોડને બદલી નાખે છે. પ્રો. શોઉશાન ફાન એક મીલીમીટર કરતાં પાતળાં નેનો-સ્પીકરની શોધ કરી ચૂક્યા છે. કાર્બન નેનો ટયુબનાં બનેલા પાતળાં વેફર જેવાં સ્પીકર ગરમ થાય ત્યારે આજુબાજુની હવાને વાઈબ્રેશન આપી અવાજ પેદા કરી આપે છે.



ચીનને સાયન્સનો સુપર પાવર બનાવવા, ચાઈનીઝ યુવા વર્ગ એ રાષ્ટ્રની ખરી તાકાત છે. ચીન ગણીતના ક્ષેત્રે વિશ્વનાં અન્ય દેશોને મહાત કરી રહ્યું છે. દર વર્ષે મેથ્સ ઓલ્પીયાડમાં ચીની વિદ્યાર્થી અગ્રેસર હોય છે. આ વર્ષે છ વિદ્યાર્થીની ટીમ આ ઓમ્લ્પીયાડમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. કોમ્પ્યુટર, હેકીંગ એન્ડ ફેકીંગ ક્ષેત્રે ચાઈનીઝ યુવા વર્ગ સાયન્સ ક્ષેત્રે આગળ આવે તે રીતે તેમનું ઘડતર પણ થઈ રહ્યું છે. ચીનની કોઈપણ વિજ્ઞાાન કોલેજમાં સાયન્સની ડીગ્રી મેળવતા પહેલાં, વિદ્યાર્થીએ એડવાન્સ ટ્રીગોનોમેટ્ટી અને એલ્જીબ્રા (બીજ ગણીત)માં માસ્ટરી મેળવવી પડે છે જ્યારે બ્રિટનમાં વિજ્ઞાાન ક્ષેત્રે સિલેક્ટ કરનારા વિદ્યાર્થી હાયર સેકન્ડરી લેવલથી આગળ ગણીત ભણતાં નથી. ચાઈનીઝ વિદ્યાર્થી ગણીત અને વિજ્ઞાાન ક્ષેત્રે ઇંગ્લીશ બોલનારા વિદ્યાર્થીઓ કરતાં વધારે આગળ છે તેના માટે એક વૈજ્ઞાાનિક સંશોધન પણ થયું હતું. વૈજ્ઞાાનિકોએ ચાઈનીઝ અને ઇંગ્લીશ બોલનારા વિદ્યાર્થીઓ ઉપર સ્ઇૈં વડે ન્યુરો-ઈમેજીંગ કર્યું હતું. જેમાં ક્વૉન્ટીટી સેન્સીંગ કરનારા મગજનાં કિસ્સામાં ચાઈનીઝ અને ઇંગ્લીશ બંને વિદ્યાર્થીનાં મગજમાં સરખી એક્ટીવીટી જોવા મળી હતી. તેનાથી ઉલટું અંગ્રેજી વિદ્યાર્થીમાં ભાષા માટે જરૃરી અને શબ્દોનાં અર્થ કાઢનારા બ્રેઇન રીજીઅન વધારે એક્ટીવ હતાં. જ્યારે ચાઈનીઝ વિદ્યાર્થીનું મગજ 'વિઝ્યુઅલ' એટલે કે દ્રશ્યમાન ડેટા પ્રોસેસ માટેનાં બ્રેઇન રીજીઅનમાં વધારે એક્ટીવ હતાં. ગણીતમાં ફાવટ હોવા પાછળ ચીની લોકોની મેન્ડીરીન ભાષા અને ચિત્રલીપી વધારે કાર્યક્ષમ સાબીત થઈ રહી છે જ્યારે ઇંગ્લીશ ભાષા તેની સરખામણીમાં ઉણી ઉતરી રહી છે. અંગ્રેજી અને ભારતીય ભાષામાં પણ ૧૧ ની સંખ્યા, આપણા માટે ૧૦+૧ (દસ+એક છે) જે શાબ્દીક અર્થઘટન છે. તેની સામે ચાઈનીઝ વિદ્યાર્થી ૧૧ને એક ચિત્ર તરીકે જોવા ટેવાયેલો છે. આપણાં વેદીક ગણિતની માફક બેઝીક ચાઈનીઝ મેથ્સ પણ વધારે કાર્યદક્ષ પુરવાર થાય છે. જે વિજ્ઞાાન માટે પાયારૃપ છે. ભારતીય લોકોને બોરીંગ લાગતું 'મેથ્સ', ચાઈનીઝ વિદ્યાર્થી માટે અઘરો વિષય નથી. કદાચ 'ચીન'ને ચાઈનીઝ યુવાવર્ગ, સુપર પાવર બનાવશે. આપણે તકલાદી અને સસ્તી ચાઈનીઝ આઈટમો ખરીદીને 'ચીન'ને સધ્ધર કરતાં રહીશું. ચાઈનીઝ છટકા અને ચાઈનીઝ ચટકા (વાનગી)ની આગળ નિકળવાનું આપણે પણ વિચારવું પડશે.
















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.