• સંવિધાન સભા મા કે. એન. થાનમ ની ભૂમિકા મહત્વપૂર્ણ રહી, તેઓએ પંચાયતી રાજ પર જોરદાર દલીલો કરી અને સંવિધાન સભા મા પંચાયતી રાજ પર પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો
• સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ સરકારે સીધા પંચાયતી રાજ ની સ્થાપના ને બદલે અમેરિકી સલાહકારો દ્વારા સૂચવેલ સામુદાયિક વિકાસ (2 ઓક્ટોબર, 1952) પરિયોજનાઓ સાથે પ્રયોગ સારો સમજ્યો – તે લાંબા સમય સુધી ચાલતો રહ્યો, પરંતુ તેનાથી વાંછિત પરિણામો ના આવ્યા
• સામુદાયિક વિકાસ કાર્યક્રમ સાથે જનતા નહી જોડાવાના કારણો ની તપાસ કરવા માટે અને સ્વશાસન ને પ્રભાવી બનાવવા માટે 1957 મા રાય મેહતા ના નેતૃત્વ મા એક સમિતિ ગઠિત કરાઇ, જેણે વ્યાપક તપાસ ને અંતે પંચાયતી રાજ ની રૂપરેખા સામે રાખી
• 12 જાન્યુઆરી, 1958 ની રાષ્ટ્રીય વિકાસ પરિષદ દ્વારા મેહતા સમિતિ ના પ્રસ્તાવો સ્વીકાર કરી લેવાયા
• 2 ઓક્ટોબર, 1959 મા તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા રાજસ્થાન ના નાગૌર નામના જીલ્લા મા મેહતા સમિતિ ની ભલામણો અનુસાર પંચાયતી રાજ નુ ઉદઘાટન કરાયુ
• પંચાયતી રાજ ને પ્રભાવી બનાવવા 1977 મા અશોક મેહતા સમિતિ નુ ગઠન કરાયુ
• 1986 મા ગ્રામીણ મંત્રાલય મા એલ. એમ. સિંઘવી ના નેતૃત્વ મા એક સમિતિ નુ ગઠન કરાયુ – સિંઘવી સમિતિ એ સર્વપ્રથમ પંચાયતી રાજ ને સંવૈધાનિક દર્જો પ્રદાન કરવાની ભલામણ કરી
• સંવિધાન ના 73 મા સંશોધન દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને સંવૈધાનિક માન્યતા પ્રદાન કરાઇ – સંવિધાન મા એક અધ્યાય 9 જોડાયો જેમા 16 અનુચ્છેદ અને એક અનુસૂચિ (11 મી) જોડવામા આવી – 25 એપ્રિલ, 1993 થી 73 મો સંવિધાન સંશોધન અધિનિયમ, 1993 લાગૂ છે
• 73 મુ સંવિધાન સંશોધન
• પંચાયત ગ્રામ સ્તર, બ્લોક સ્તર અને જીલ્લા સ્તર મા હશે – તેવા જ રાજ્યો મા લાગૂ થશે તેની જનસંખ્યા 20 લાખ થી વધુ હોય
• પંચાયતી રાજ સંસ્થાઓ નો કાર્યકાળ 5 વર્ષ નો હશે – પંચાયત ના ગઠન માટે નિર્વાચન 5 વર્ષ ની અવધિ પહેલા અને વિઘટન ની તિથિ ના 6 માસ ની અવધિ મા પૂરુ કરી લેવાશે
• અનુચ્છેદ 243(ચ) મુજબ જે વ્યક્તિ રાજ્ય વિધાયિકા ના નિર્વાચન હેતુ યોગ્યતા રાખતી હોય તે વ્યક્તિ પંચાયત માટે યોગ્ય સમજવામા આવશે – બન્ને વચ્ચે ભેદ એટલો રહેશે કે પંચાયત મા 21 વર્ષ ની ઉમર પણ યોગ્ય ગણાશે (રાજ્ય ની વિધાયિકા મા ઉમર 25 વર્ષ છે)
• અનુચ્છેદ 243(ઘ) અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે જનસંખ્યા ના આધારે આરક્ષણ અપાશે – મહિલાઓ માટે 1/3 આરક્ષણ ની વ્યવસ્થા છે
• રાજ્યપાલ એક વર્ષ ની અંદર અને ત્યારબાદ પ્રત્યેક 5 વર્ષ ની સમાપ્તિ પર પંચાયતો ની વિત્તીય સ્થિતિ ના પુનર્નિરીક્ષણ માતે એક વિત્ત આયોગ ગઠિત કરશે – વિત્ત આયોગ રાજ્યપાલ ને પોતાની ભલામણો પ્રદાન કરશે જેમા નિમ્નલિખિત વિષયો હશે
• 1. પંચાયતો ને પ્રદાન કરવા માટે કર તથા શુલ્કો
• 2. રાજ્ય ની સંચિત નિધિ મા પંચાયતો માટે સહાયતા અનુદાન
• 3. પંચાયતો ની વિત્તીય સ્થિતિ ના સુધાર માટે ઉપાયો
• અનુચ્છેદ 243 (ટ) અનુસાર પંચાયત રાજ ની ચુંટણી માટે રાજ્ય ચુંટણી આયોગ ના ગઠન ની વ્યવસ્થા છે – રાજ્ય ચુંટણી આયોગ નો આયુક્ત રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે
• આ અધિનિયમ મા એવો પન ઉલ્લેખ છે કે 11 મી અનુસૂચિ મા જે 29 વિષય છે તેના પર પંચાયત વિધિ બનાવીને તે કાર્યો કરશે – 11 મી અનુસૂચિ મા રાજ્ય વિધાયિકા અને પંચાયત વચ્ચે શક્તિઓનુ વિભાજન એવી રીતે જ હોય છે જે રીતે અનુસૂચિ 7 મા સંઘ અને રાજ્ય વિધાન મંડળ વચ્ચે હોય છે – પંચાયતો ને કૃષિ સંબંધી કાર્ય, પશુપાલન તથા મુરઘીપાલન, ભૂ-સંરક્ષણ સંબંધી કાર્ય, સિંચાઇ સંબંધી કાર્ય,બાગવાની, મત્સયપાલન, ખાદ્ય સંસ્કરણ ગ્રામીણ વિકાસ સંબંધી કાર્ય, વિવાદો નુ સમાધાન વગેરે કાર્યો કરવાના હોય છે
• અનુચ્છેદ 329 અનુસાર નિર્વાચન પ્રક્રિયા શરૂ થયા બાદ ન્યાયાલય તેમા હસ્તક્ષેપ કરી શકે નહી – ન્યાયાલય ને એવો કોઇ અધિકાર નથી કે તે અનુચ્છેદ 243 (ટ) ને અધીન નિર્વાચન ક્ષેત્રો ના પરિસીમન અથવા સ્થાનો ના આવંટન થી સંબંધિત કોઇ વિધિ પર નિર્ણય લે
• ‘ઇસ્ટ ઇંડિયા કંપની’ ના સમય મા પણ 1793 ના ચાર્ટર અધિનિયમ દ્વારા કલકત્તા, મદ્રાસ અને બમ્બઇ પ્રેસીડેન્સિઓ મા નગરીય વ્યવસ્થા હતી – 1882 મા લૉર્ડ રિપન દ્વારા નગરપાલિકાઓ ના ગઠન બાદ નગર પ્રશાસન નો આધુનિક ઇતિહાસ શરૂ થયો
• 1909 મા વિકેન્દ્રીકરણ આયોગે પ્રશાસન ક્ષેત્રમા વિકેન્દ્રીકરણ ના રસ્તા ને અપનાવી સ્વાયતશાસી સંગઠન ની સ્થાપના ની ભલામણ કરી ત્યારે 1919 મા ભારત સરકાર અધિનિયમ મા નગરીય સ્વશાસન સંબંધિત એક વિશેષ યોજના રખાઇ, જેમા (1) ગૈર સરકારી અધ્યક્ષ સાથી નિર્વાચિત બહુમત, (2) સ્થાનીય નિકાયો ને કર લગાવવાની છૂટ (3) મતાધિકારના વિસ્તાર નુ હોવુ વગેરે વ્યવસ્થા હતી
નગરપાલિકા
• નગર નિગમ ના સદસ્યો ને પાર્ષદ કહે છે – પાર્ષદ ની ચુંટણી વ્યસ્ક મતાધિકાર દ્વારા થાય છે
• પરિષદ નો કાર્યકાળ 5 વર્ષ નો હોય છે
• મહાપૌર અથવા નગર પ્રમુખ નગર નિગમ નો ઉચ્ચતમ પદાધિકારી હોય છે – તેનુ નિર્વાચન પ્રતિવર્ષ નગર નિગમ ના સદસ્યો માથી જ થાય છે – તે નિગમ ની બેઠકો ની અધ્યક્ષતા કરે છે અને વિચાર વિમર્શ દરમિયાન પાર્ષદો ને માર્ગદર્શન આપે છે – નગર નિગમ ની બેઠકો ની કાર્યવાહી કરે છે – નગર નિગમ ના બધા લેખો ની સમીક્ષા કરે છે
• નગર નિગમ ના આયુક્ત (કમીશ્નર) ની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરાય છે – દિલ્લી નગર નિગમ ના આયુક્ત ની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરાય છે
• નગરપાલિકા નો કાર્યકારી અધિકારી પાલિકા ન કાર્યકારિણી વિભાગ નો પ્રમુખ હોય છે – તેની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ માટે થાય છે – તેનુ વેતન અને સેવા રાજ્ય સરકાર નિર્ધારિત કરે છે – તેનુ વેતન નગરપાલિકા કોષ માથી અપાય છે – રાજ્ય સરકાર અથવા નગર નિગમ ની ભલામણ પર તેને બદલી શકાય છે – તેને પરિષદ અને પરષદ ની બેઠકો મા ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે, પરંતુ તેમા સંકલ્પ દેવાનો અથવા પોતાનો મત દેવાનો અધિકાર નથી – તે પરિષદ ની બેઠક મા સચિવ ની ભૂમિકા ભજવે છે – તે અનેક રીતે પ્રશાસનિક વિભાગ ગઠિત કરે છે અને તેમા નગરપાલિકા ના કાર્યો નુ વિતરણ કરે છે
• નગરપાલિકા અધિનિયમ, 1992 અંતર્ગત નગરપાલિકા મા 3 વર્ગો ની વ્યવસ્થા કરાઇ છે
1. નગર પંચાયત – 10 હજાર થી 20 હજાર જનસંખ્યા વાળા નગરોમા
2. નગરપાલિકા – 20 હજાર થી 3 લાખ ની જનસંખ્યા વાળા નગરોમા
3. નગર નિગમ – 3 લાખ થી વધુ જનસંખ્યા વાળા નગરોમા
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.