Saturday, November 05, 2011

GPSC FOR GUJART 2013 (JANUARY) INFORMATION


ક્ષેત્રફળ – ૧,૯૬,૦૨૪ વર્ગ કિ.મી.
DISTRICT 33 & TALUKA 245 (JANU.2013)

જનસંખ્યા – ૫,૦૬,૭૧,૦૧૭

રાજધાની – ગાંધીનગર

મુખ્ય ભાષા – ગુજરાતી

ગુજરાત ભારતના પશ્ચિમી તટ પર સ્થિત છે. તેના પશ્ચિમ મા અરબ સાગર, ઉત્તરમા પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વમા રાજસ્થાન, દક્ષિણ-પૂર્વમા મધ્ય પ્રદેશ અને દક્ષિણમા મહારાષ્ટ્ર છે.

કૃષિ

ગુજરાત કપાસ, તમાકુ અને મગફળી નુ ઉત્પાદન કરનાર દેશનુ મુખ્ય રાજ્ય છે તથા કપડા, તેલ અને સાબુ જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગો માટે કાચો માલ ઉપલબ્ધ કરાવે છે. અહીની મહત્વપૂર્ણ રોકડ પાક મા ધાન, ઘઉ, બાજરો વગેરે છે. ગુજરાતમા વનોમા ઉપલબ્ધ જાતિઓમા સાગ, ખૈર, હલદરિયો,સાદાદ અને વાંસ વગેરે છે

ઉદ્યોગ

રાજ્યમા ઔદ્યોગિક માળખા મા ધીરે ધીરે વિવિધતા જોવા મળી રહી છે અને રસાયણ, પેટ્રો-રસાયણ, ઉર્વરક, એંજીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. ૨૦૦૬ ના અંતમા રાજ્યમા પંજીકૃત ચાલુ ફેક્ટરિયોની સંખ્યા ૨૩,૩૦૮ (અસ્થાઇ) હતી, જેમા લગભગ ૧૦.૯૩ લાખ દૈનિક મજદૂરો ને રોજગાર મળ્યો હતો. સપ્ટેમ્બર, ૨૦૦૬ સુધી રાજ્ય મા ૩.૧૨ લાખ લઘુ ઔદ્યોગિક એકમો નુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ હતુ. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ને મૂળભૂત સુવિધાઓ સાથે ઔદ્યોગિક સંપદાઓના વિકાસ ની ભૂમિકા સોંપવામા આવી છે. સપ્ટેમ્બર, ૨૦૦૭-૦૮ સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ૨૪૯ ઔદ્યોગિક સંપદાઓ સ્થાપિત કરી હતી.

સિંચાઇ અને વિજળી

રાજ્યમા ભૂતળીય જળ અને ભૂમિગત જળ દ્વારા કુલ સિંચાઇ ક્ષમતા ૬૪.૮૮ લાખ હેક્ટર આંકવામા આવી છે જેમા સરદાર સરોવર (નર્મદા) પરિયોજના ની ૧૭.૯૨ લાખ હેક્ટર ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. રાજ્યમા જૂન, ૨૦૦૮ સુધી કુલ સિંચાઇ ક્ષમતા ૪૨.૨૬ લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ હતી. જૂન, ૨૦૦૮ સુધી વધુમા વધુ ઉપયોગ ક્ષમતા ૩૭.૪૨ લાખ હેક્ટર આંકવામા આવી હતી.

૩૧ માર્ચ, ૨૦૦૮ સુધી વિજળી ની કુલ સ્થાપિત ક્ષમતા ૯,૮૨૭ મેગાવૉટ હતી જેમા કેન્દ્રીય ક્ષેત્ર પરિયોજનાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય ની ‘જ્યોતિ ગ્રામ યોજના’ અંતર્ગત બધા ૧૮.૦૬૬ ગામડાઓમા વિજળી પહોચાડી દેવામા અવી છે.



પરિવહન

સડક – ૨૦૦૫-૦૬ ના અંત સુધીમા રાજ્યોમા સડકોની કુલ લંબાઇ (ગૈર યોજના, સામુદાયિક, શહેરી અને પરિયોજના સડકો સિવાય) લગભગ ૭૪,૦૩૮ કિ.મી. હથી

ઉડ્ડયન – રાજ્યના અમદાવાદ સ્થિત મુખ્ય હવાઇઅડ્ડા થી મુંબઇ, દિલ્હી અને અન્ય શહેરો માટે દૈનિક વિમાન સેવા ઉપલબ્ધ છે. અમદાવાદ હવાઇઅડ્ડાને આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડાનો દરજ્જો મળી ગયો છે. અન્ય ઘરેલૂ હવાઇઅડ્ડામા વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર અને રાજકોટ નો સમાવેશ થાય છે

બંદર – ગુજરાતમા કુલ ૪૧ બંદરો છે. કંડલા રાજ્યનુ પ્રમુખ બંદર છે. વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન ગુજરાત ના મધ્યમ અને નાના બંદરોથી કુલ ૧૫૨.૮૧ લાખ ટન માલ નુ સ્થાળાંતર થયુ જ્યારે કંડલા બંદરથી ૭૨૨.૨૫ લાખ ટન માલનુ સ્થાળાંતર થયુ.

પર્યટન સ્થળો

રાજ્યમા દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તરંગા અને ગીરનાર જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત ગાંધીની જન્મભૂમિ પોરબંદર તથા પુરાતત્વ અને વાસ્તુકલા ની દૃષ્ટિએ ઉલ્લેખનીય પાટણ, સિદ્ધપુર, ધુરનલી, ડભોઇ, વાડનગર, મોઘેરા, લોથલ અને અમદાવાદ જેવા સ્થાન પણ છે. માંડવી, ચોરવાડ, ઉભારત અને તીથલ ના સુંદર સમુદ્રી તટ, સાપુતારા પર્વતીય સ્થળ, ગીર વનો મા સિંહો ના અભ્યારણ અને કચ્છમા જંગલી ગધેડાઓનુ અભ્યારણ પણ પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે

ગુજરાત રાજય ભારતના દરિયા કિનારે ૨૦૦ -૮’ થી ૨૪૦ -૩૩’ ઉત્તર અક્ષાંશ અને ૬૮૦ -૭’ થી ૭૪૦ -૨૯’ પૂર્વ રેખાંશ વચ્ચે્ વિસ્તથરેલ છે. રાજયનો ભૌગોલિક વિસ્તાષર આશરે ૧,૯૬,૦૦૦ ચો.કી. છે. જે દેશના ભૌગોલિક વિસ્તાશરના આશરે ૬ ટકા જેટલો થવા જાય છે. ઉત્તરમાં લખપતથી માંડી દક્ષિણમાં દમણ સુધી આશરે ૧૬૦૦ કી.મી. લંબાઇનો દરિયા કાંઠો આવેલ છે. જે દેશના સમુદ્રતટ રેખાનો ત્રીજો ભાગ છે. વર્ષ ૨૦૦૧ની વસ્તી. ગણતરી પ્રમાણે ગુજરાત રાજયની કૂલ વસ્તીે આશરે ૫૦૦ લાખ જેટલી છે. સમગ્ર દેશની વસ્તીીના આશરે ૫ ટકા બને છે. રાજયની ત્રીજા ભાગથી વધારે આવક કૃષિ આધારીત છે. વહીવટી હેતુઓ માટે ગુજરાત રાજય ૨૫ જીલ્લાેમાં વહેંચાયેલ છે. રાજયનો ૬૨ ટકા વિસ્તા૦ર દુષ્કાુળગ્રસ્તર વિસ્તા ર છે. ભૌગોલિક દ્રષ્ટિાએ રાજયને કુદરતી રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય.

મધ્ય અને દક્ષિણ ગુજરાત

સૌરાષ્ટ્ર અને કચ્છ

ઉત્તર ગુજરાત

ગુજરાત રાજયમાં વિષુવવૃત્તીય હવામાન આધારીત ચોમાસુ હોય છે. દૈનિક સરેરાશ તાપમાન ઓછામાં ઓછું ૧૩૦ સે. થી ૨૭૦ સે. ની વચ્ચે જાન્યુ આરીમાં અને વધુમાં વધુ ૨૭૦ સે. થી ૪૧૦ સે. વચ્ચેં મે મહીનામાં હોય છે. મુખ્ય૭ત્વે નૈઋત્ય્ના મોસમી પવનો દ્વારા જુન થી સપ્ટેધમ્બધર દરમ્યાન વરસાદ આવે છે. આશરે ૯૦ ટકાથી ૯૫ ટકા જેટલો વરસાદ ત્રણ માસના સમયગાળા દરમ્યાવન નોંધાય છે. ઉત્તર પશ્ચિમ વિસ્તાીરમાં ૩૦૦ મી.મી.થી માંડી દક્ષિણ ગુજરાતમાં ૨૦૦૦ મી.મી. જેટલો વાર્ષિક સરેરાશ વરસાદ નોંધાય છે. ગુજરાત રાજયના ૬૦% વિસ્તા રમાં વરસાદ ઓછો અસમાન અને અવિશ્વસનીય છે અને તેથી સૌરાષ્ટ્ર કચ્છા અને ઉત્તર ગુજરાત વિસ્તાિરમાં દર ત્રીજા વરસે દુકાળ પડે છે. સને ૧૯૦૦ થી માંડી અત્યાયર સુધીમાં રાજયમાં ઓછામાં ઓછા ૩૦ વખત પાણી-ખોરાકની અછત ઉભી થઇ છે. જળસંપત્તિ મુખ્યીત્વેા રાજયના દક્ષિણ અને મધ્યછ વિસ્તાવરમાં કેન્દ્રીનત છે. ગુજરાત રાજયમાં વધતી વસ્તી ને પહોંચી વળવા તથા વધી રહેલ આર્થિક વિકાસને પહોંચી વળવા માટે વધતી જતી પાણીની માંગ સીમિત જળસંપત્તિમાંથી મેળવવાની રહે છે. પાણીના અછતના પ્રશ્નને પહોંચી વળવા માટે રાજય સરકારે પાણીની બચત કરવા સારૂ ઉદૃવહન સિંચાઇને અગ્રીમતા પણ આપી છે.



જમીનની લાક્ષણિકતાઓ



ગુજરાત રાજ્ય ૨૦º ૦૧’ થી ૨૪º ૦૭’ ઉત્તર અક્ષાંશ અને ૬૮º ૦૪’ થી ૭૪º ૦૪’ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. ગુજરાત નો ૧૯.૬ મીલીયન હેકટર ભૌગોલિક વિસ્તાર જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના ૬ ટકા જેટલો થાય છે. રાજ્યના હવામાન , જીઓલોજી જમીન અને પાક / વનસ્પતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. ગુજરાતની જમીનની ભૌતિક પરિસ્થિતિ જાણવા માટે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે.



ઉત્તર ગુજરાત

મધ્ય ગુજરાત

દક્ષિણ ગુજરાત

સૌરાષ્ટ્ર અને કચ્છ



ઉત્તર ગુજરાત



ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાઓ ઉત્તર ગુજરાત પ્રદેશમાં સમાવેલ છે.



આ પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાં 'ઘણી ઉંડી' જમીન આવેલ છે. સુરેદ્રનગર જીલ્લાના મોટા ભાગના વિસ્તારમાં અને અમદાવાદ તથા પાટણ જીલ્લાના થોડાક વિસ્તારમાં ' ઉંડી ' જમીન આવેલ છે. સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જીલ્લાના થોડાક વિસ્તારમાં તથા સાબરકાંઠા જીલ્લાના ઉત્તર પૂર્વના વિસ્તારમાં ' મધ્યમ ઉંડી' જમીન આવેલ છે. પ્રદેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં (સાબરકાંઠા જીલ્લો) અને દક્ષિણ- પશ્ચિમ ( સુરેન્દ્રનગર જીલ્લો ) ના થોડા ઘણા વિસ્તાર માં ' છીછરી' થી ' ઘણી છીછરી ' જમીન આવેલ છે. પ્રદેશ ના ઉત્તર-પૂર્વ ( બનાસકાંઠા અને સાબરકાઠા જીલ્લો) અને દક્ષિણ- પશ્ચિમ વિસ્તાર (સુરેન્દ્રનગર જીલ્લો ) ના થોડા વિસ્તારમાં ખડકાળ જમીન જોવા મળે છે. આ પ્રદેશની મોટા ભાગની જમીનનું પોત 'ગોરાડુ ' છે. દક્ષિણ - પશ્ચિમ ભાગ (અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લામાં ) ના થોડાક વિસ્તારમાં કાળી જમીન આવેલ છે . પ્રદેશના ઉત્તર ભાગમાં (બનાસકાંઠા જીલ્લામાં ) થોડા વિસ્તારમાં 'રેતાળ' જમીન આવેલ છે



આ પ્રદેશના મોટા ભાગના વિસ્તારમાં ' સારો' નિતાર ધરાવતી જમીન આવેલ છે. પ્રદેશના મદય ભાગમાં ( મહેસાણા , સાબરકાંઠા અને ગાંધીનગર જીલ્લાને જોડતો વિસ્તાર) અને બનાસકાંઠા જીલ્લાનો પૂર્વ ભાગ અને સુરેન્દ્ર્નગર જીલ્લાનો પશ્ર્ચિમ ભાગ ના થોડાક વિસ્તારમાં 'થોડીક વધુ પડતી નિતાર ધરાવતી જમીન આવેલ છે. પ્રદેશના દક્ષિણ ભાગમાં( અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાને જોડતો વિસ્તાર ) અને પશ્ચિમ ભાગ ( પાટણ જીલ્લો ) ના ધણા થોડા વિસ્તારમાં ' મધ્યમ ' નિતાર ધરાવતી જમીન આવેલ છે.



અમદાવાદ જીલ્લાના મધ્ય ભાગ અને સુરેન્દ્રનગર જીલ્લાના પૂર્વ ભાગના થોડા વિસ્તારમાં 'સાધારણ ' ખારાશ વાળી જમીન છે.પાટણ જીલ્લાના પૂર્વ ભાગ અને મહેસાણા જીલ્લાના પશ્ચિમ ભાગ , અમદાવાદ જીલ્લાનો દક્ષિણ ભાગ અને બનાશકાંઠા જીલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગની જમીન ' મધ્યમ 'ખારાશ ધરાવે છે. બનાશકાંઠાના દક્ષિણ - પશ્ચિમ ભાગમાં અને પાટણ જીલ્લાના પશ્ચિમ ભાગમાં 'તીવ્ર ' ખારાશ ધરાવતી જમીન જોવા મળે છે. અમદાવાદ જીલ્લાના દક્ષિણ ભાગની ઘણા થોડા વિસ્તારની જમીન 'અતિ તીવ્ર' ખારાશ ધરાવે છે. આ પ્રદેશ ના મધ્ય ભાગમાં (પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં) અને સુરેન્દ્રનગર જીલ્લાના ઉત્તર-પૂર્વ ભાગની જમીનમાં 'સાધારણ' ભાસ્મિક્તા જોવા મળે છે. પ્રદેશના પશ્ચિમ ભાગમાં (બનાસકાંઠા,પાટણ અને અમદાવાદ જીલ્લામાં) 'મધ્યમ' થી 'તીવ્ર' ભાસ્મિક્તા ધરાવતી જમીન છે.



મધ્ય ગુજરાત



મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, આણંદ, દાહોદ અને પંચમહાલ જીલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની જમીન ની ઉંડાઇ છીછરા થી વધુ ઉંડાઇ સુઘી વિસ્તરેલી છે. છીછરા પ્રકારની જમીન પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે. જમીનની પોત ભારે થી હલકાં પ્રકારની છે. જમીન ની નિતારશકિત મધ્યમ થી સારી તેમજ અમુક વિસ્તારમાં કાંઇક અંશે વધુ પડતી સારી જોવા મળે છે. જમીન ની ખારાશ સાઘારણ થી મધ્યમ છે. સમુદ્ર તરફ નાં વિસ્તારની જમીનમાં તિવ્રખારાશ જોવા મળે છે. જીલ્લાવાર જમીનની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ઉંડાઇ, પોત , નિતારશક્તિ, ખારાશ વિગેરે આ મુજબ છે.



આણંદ અને ખેડા જીલ્લામાં પશ્ચિમ તરફ ની જમીન ઉંડા પ્રકારની છે. જ્યારે વડોદરા અને પંચમહાલ જીલ્લા ની હદ ને સ્પર્શતા વિસ્તારમાં તે વધારે ઉંડાઇ ધરાવે છે. વડોદરા જીલ્લાની જમીન પૂર્વ વિસ્તારમાં છીછરા થી મધ્યમ ઉંડાઇ ધરાવે છે તે સિવાય નાં વિસ્તારમાં વધારે ઉંડાઇ ધરાવે છે. નર્મદા જીલ્લાની હદ તરફનાં વિસ્તારમાં મધ્યમ છીંછરી થી મધ્યમ ઉંડાઇ વાળી જમીન છે. દાહોદ જીલ્લામાં છીછરા થી મધ્યમ ઉડાઇ ધરાવતી જમીન છે.



આણંદ, ખેડા જીલ્લામાં જમીન ગોરાળુ પ્રકારની મધ્યમ પોત ધરાવે છે. પંચમહાલ વડોદરા જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તે હલકી પોત એટલે કે (રેતાળ) પ્રકારની છે. પંચમહાલ જીલ્લામાં ભારે થી મધ્યમ પોતવાળી જમીનની સાથે હલકા પોત ધરાવતી જમીન પણ છે. વડોદરા,દાહોદ જીલ્લામાં મહંદઅંશે ભારેથી મધ્યમ પોત ધરાવતી જમીન છે અને નર્મદા, પંચમહાલ જીલ્લાની હદને જોડતાં વિસ્તારમાં હલકા પોત ની ( રેતાળ ) જમીન છે.



આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જીલ્લાની જમીન સારી નિતારશક્તિ ધરાવે છે. તે વડોદરા જીલ્લામાં મધ્ય ની તેમજ ભરુચ જીલ્લાની હદ ને સ્પર્શતા વિસ્તારની જમીન મધ્યમ સારા પ્રકારની નિતારશક્તિ વાળી છે. જ્યારે બાકીનાં વિસ્તારમાં જમીનની નિતારશક્તિ સારી છે.



આણંદ, જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારની જમીન મધ્યમ ખારાંશ ધરાવે છે. જ્યારે ઉત્તરીય વિસ્તારની જમીન સાઘારણ ખારાશ વાળી છે. ખંભાતની ખાડી તરફનાં વિસ્તારમાં મધ્યમ તિવ્ર ખારાશ વાળી જમીન છે.બાકીના વિસ્તારમાં જમીનમાં ખારાશ જોવા મળતી નથી. ખેડા જીલ્લામાં પશ્ચિમ ભાગની જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ વાળી છે. વડોદરા જીલ્લામાં ભરૂચ જીલ્લાની હદને સ્પર્શતા વિસ્તાર તરફ જમીન સામાન્ય થી મધ્યમ ખારાશ ધરાવે છે. સામાન્ય રીતે જોતાં વડોદરા, આણંદ ખેડા, પંચમહાલ અને દાહોદ જીલ્લાઓની જમીનમાં મોટા ભાગે ખારાશ જોવા મળતી નથી



દક્ષિણ ગુજરાત



દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જીલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની જમીન મહંદ અંશે ભારે પોતવાળી, ઉંડી, સારી થી મધ્યમ નિતારશક્તિ ધરાવે છે. જમીનમાં સાધારણ અમ્લતા અને સામાન્ય ખારાશ છે. અને પશ્ચિમ તરફ સમુદ્ર વિસ્તાર તરફ નાં વિસ્તારની જમીન પ્રબળ ખારાશ ધરાવે છે. જમીન ની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ઉંડાઇ, પોત, નિતારશક્તિ, ખારાશ વિસ્તાર જીલ્લાવાર આ મુજબ છે.



દક્ષિણ ગુજરાતમાં જમીનની ઉંડાઇ પશ્ચિમ વિભાગના વિસ્તારોમાં મહત્તમ ઉંડાઇ ની સાથે મધ્યમ ઉંડાઇ તેમજ પૂર્વ વિસ્તારમાં મોટે ભાગે છીછરી ઉંડાઇ ધરાવે છે. જ્યારે અમુક વિસ્તારમાં મધ્યમ છીછરી ઉંડાઇ ધરાવતી જમીન જોવા મળે છે.



ભરુચ, સુરત,નવસારી અને વલસાડ જીલ્લામાં મોટા ભાગે ઘણી ઉંડી પ્રકારની જમીન જોવા મળે છે. સાથે સાથે મધ્યમ ઉંડી પ્રકારની જમીન પણ ભરુચ, વડોદરા અને સુરત જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તેમજ વલસાડ જીલ્લાની દક્ષિણે કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. જ્યારે ભરુચ,સુરત અને વલસાડ જીલ્લાનાં પૂર્વ ભાગમાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે. નર્મદા, તાપી જીલ્લામાં સામાન્ય રીતે છીછરા પ્રકારની જમીન ની સાથે ઘણી ઉંડી પ્રકારની જમીન છે. જ્યારે ડાંગ જીલ્લામાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે.



ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ જીલ્લાના વિસ્તારમાં જમીન મોટા ભાગે ભારે પોતવાળી ( કાળી જમીન ) છે. વલસાડ જીલ્લામાં પૂર્વ વિભાગમાં મધ્યમ પ્રતવાળી ( ગોરાડુ જમીન ) જમીન જોવા મળે છે. જ્યારે નર્મદા જીલ્લાની ઉત્તરે વડોદરા જીલ્લાની હદ ને જોડતા વિસ્તારમાં હલકાં પોત વાળી (રેતાળ) જમીન છે.



ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારમાં મહંદ અંશે મધ્યમ સારા પ્રકારની નિતારશક્તિ વાળી જમીન છે. જ્યારે પશ્ચિમમાં જ સમુદ્ર તરફ ના વિસ્તારમાં જમીન નબળી નિતારશક્તિ ધરાવે છે. સદર જીલ્લાનાં પૂર્વ વિભાગમાં જમીન સારી નિતારશક્તિ ધરાવે છે. નર્મદા અને તાપી જીલ્લામાં જમીન નાં મોટા ભાગનાં વિસ્તાર તેમજ ડાંગ જીલ્લાનાં વિસ્તારની સમગ્ર જમીનની નિતારશક્તિ સારી જોવા મળે છે.



દક્ષિણ ગુજરાતનાં ભરુચ, સુરત, નવસારી, વલસાડ જીલ્લાનાં પશ્ર્ચિમ ભાગની જમીન જે સમુદ્ર વિસ્તારની આસપાસ છે. તેવા વિસ્તારની જમીન સામાન્ય તિવ્ર થી તિવ્ર ખારાશ ધરાવે છે. ભરુચ, સુરત જીલ્લામાં જમીનમાં ઓછી ખારાશથી મધ્યમ ખારાશ જોવા મળે છે જ્યારે સમુદ્ર તરફનાં વિસ્તારોની જમીનમાં તિવ્ર ખારાશ છે. સમુદ્ર તરફ નાં નવસારી, વલસાડ, જીલ્લાનાં વિસ્તારોની જમીનમાં અતિ તિવ્ર ખારાશ જોવા મળે છે.



સૌરાષ્ટ્ર અને કચ્છ



સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તાર ગુજરાત રાજ્યની પશ્ચિમ દિશાએ આવેલ છે. જેની સાથે વિશાળ દરીયા કિનારો જોડાયેલ છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારની જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં ઘણા નાના મોટા ડુંગરો આવેલા હોઇ જમીનની ઉંડાઇ ઓછી જોવા મળે છે. સમગ્ર વિસ્તારની જમીનની ભૌતિક પરિસ્થતિનું વર્ણન ટૂંકમાં આપવામાં આવેલ છે.



સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં છિછરી એટલે કે ૨૫ થી ૭૫ સે.મી ની ઉંડાઇ અને સાધારણ છિછરી એટલે કે ૫૦ થી ૭૫ સે.મી ની ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે. જ્યારે ક્ચ્છ વિસ્તારમાં સાધારણ ઉંડી એટલે કે ૭૫ થી ૧૦૦ સે.મી ની ઉંડાઇ અને ઊડી જમીન એટલે કે ૧૦૦ થી ૧૫૦ સે.મી ની ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે. સૌરાષ્ટ્રના ઉમરીય વિસ્તારમાં છિછરી ઉંડાઇ અને દક્ષિણ વિસ્તારમાં સાધારણ છિછરી ઉંડાઇ અને ગીર વિસ્તારમાં એક્દમ છિછરી ઉંડાઇ ( ૧૦ થી ૨૫ સે.મી. ) વાળી જમીન આવેલ છે. ક્ચ્છના રણની નજીક આવેલ અમુક વિસ્તારમાં ખૂબજ ઉંડાઇ એટલે કે ૧૫૦ સે.મી થી વધારે ઉંડાઇ ધરાવતી જમીન આવેલ છે



જમીનનું પોત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિના વિકાસ સાથે સંકળાયેલ છે. જમીનના પોતને ઘણું કરીને ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે. એટલેકે કાળી- ગોરાળુ અને રેતાળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટાભાગમાં કાળી જમીન આવેલ છે અને ક્ચ્છ વિસ્તારમાં ગોરાળુ જમીન આવેલ છે



નિતાર જમીન,પાણી અને હવાનુ પ્રમાણ જાળવવા અને જમીન ની અંદરના મુળીયાઓની જરુરી માત્રામાં પ્રાણવાયુ મળવા બાબતે અસરકારક છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારમાં મોટાભાગમાં સારો નિતાર ધરાવતી જમીન આવેલ છે. અમુક છુટાછવાયા ભાગોમાં વધારે નિતાર ધરાવતી જમીન પણ આવેલ છે.



જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે જમીનની ખારાશ અને ભાસ્મિક્તાની જાણકારી જરુરી છે. ખારાશ અને ભાસ્મિક્તા જમીનની ગુણવત્તાને અસર કરતુ મહત્વનું પરીબળ છે. સૌરાષ્ટ્ર અને ક્ચ્છ વિસ્તારમાં મોટાભાગની જમીનની ખારાશ ધરાવતી નથી. સૌરાષ્ટ્ર અને ક્ચ્છના દરીયાકાંઠાના વિસ્તારમાં ખારાશ ધરાવતી જમીન છે. ક્ચ્છના રણની નજીક નો અમુક વિસ્તાર, પોરબંદર અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠાના અમુક વિસ્તારમાં તીવ્રથી અતિતીવ્ર ખારાશ ધરાવતી જમીન છે. ક્ચ્છના ઉત્તર- પશ્ચિમ વિસ્તાર અને ભાવનગરના દરીયાકાંઠાના વિસ્તારમાં સાધારણ ખારાશ ધરાવતી જમીન આવેલ છે. ક્ચ્છના રણની નજીક આવેલ રાજકોટ જીલ્લાના અમુક વિસ્તાર, જામનગર, જુનાગઢ, પોરબંદર,અમરેલી અને ભાવનગર જીલ્લાના અમુક છુટાછવાયા વિસ્તારમાં સહેજ ખારાશ ધરાવતી જમીનઆવેલ છે.



અમરેલી અને ભાવનગર જીલ્લાના અમુક અંદરના વિસ્તાર તેમજ રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર જીલ્લાના દરીયાકાંઠાના વિસ્તારમાં અને ક્ચ્છનાં પશ્ચિમ ભાગમાં સામાન્ય ભાસ્મિક્તા ધરાવતી જમીન આવેલ છે. ભાવનગર જીલ્લાના ભાલપ્રદેશમાં વધારે ભાસ્મિક્તા ધરાવતી જમીન છે. પોરબંદર જીલ્લાના દરીયાકાંઠાના વિસ્તારમાં મધ્યમ ભાસ્મિક્તા ધરાવતી જમીન આવેલ છે.



ક્ષાર પ્રવેશ નિવારણ અને અટકાવ

ભૂગર્ભ જળમાં પ્રવેશતા ક્ષારના અટકાવ માટે દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક તથા બંધારાઓ તથા જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ તળાવો, પુનઃપ્રભરણ જળાશય, પુનઃપ્રભરણ કુવાઓ, ચેકડેમો તથા સ્પ્રેનડીંગ ચેનાલ વગેરેના બાંધકામની ઉચ્ચવ કક્ષા સમિતિઓ દ્વારા ભલામણ કરવામાં આવેલ. ૧૨મા નાણાં પંચમાં સ્ટેડટ સ્પેનશ્યઉલ નીડસ હેઠળ ગુજરાતના ક્ષાર પ્રવેશ નિવારણ માટે રૂ.૨૦૦.૦૦ કરોડ તેમજ નાબાર્ડ હેઠળ રૂ.૨૨૭.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.



ગુજરાતનુ ભૂસ્તરશાસ્ત્ર

ભૂપૃષ્ઠ રીતે ગુજરાત રાજ્ય મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે.

૧) ગુજરાત નો મુખ્ય ભાગ

૨) સૌરાષ્ટ્ર અને

૩)કચ્છ



ગુજરાત રાજ્યમાં, પૂર્વ કેમ્બ્રીયન, મેસોજોઇક અને સેનોજોઇક યુગોના ખડકો દ્રષ્યમાન થયેલ છે. સખત ખડકો થી ૪૯% વિસ્તાર છવાયેલો છે અને બાકી ના વિસ્તારમાં ક્વાર્ટનરી સમયના નિક્ષેપો આવેલા છે. સખત ખડકો માં કેમ્બ્રીયન પૂર્વે ના વિકૃત અને અતિક્રમણ અંત: કૃત ખડકો, મેસોઝોઈક અને સેનોઝોઈક એરાના જળકૃત ખડકો અને ક્રીટેસીયસ-ઈયોસીન સમયકાળના લાવા કૃત ‘ડેક્કન ટ્રેપ’ પ્રકારના ખડકો મળે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.