Saturday, November 05, 2011

GPSC EXAM USE CM 1961 to 2012....

રાષ્ટ્રીય અને ક્ષેત્રીય દળો ને માન્યતા


• રાજનીતિક દળો ને માન્યતા પ્રદાન કરવી, તેની માન્યતા રદ કરવી, ચુંટણી ચિહ્ન આરક્ષણ કરવુ વગેરે કાર્ય ચુંટણી આયોગ કરે છે

• ચુંટણી આયોગે રાજનીતિક દળો ને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય દળ ના રૂપમા માન્યતા પ્રદાન કરવા તથા તેને ચુંટણી ચિહ્ન આરક્ષણ કરવા સંબંધિત 32 વર્ષ જુના નિયમોમા વ્યાપક પરિવર્તન કર્યા છે જે 1 ડિસેમ્બર, 2000 થી લાગૂ છે

• 1968 ના ચુંટણી ચિહ્ન (આરક્ષણ અને આવંટન) આદેશ મા કરાયેલા સંશોધન બાદ કોઇ રાજનીતિક દળ ને રાષ્ટ્રીય સ્તર ના દળ ના રૂપમા માન્યતા પ્રદાન કરવા માટે આવશ્યક છે કે તે લોકસભા અથવા વિધાનસભા ચુંટણી મા પડેલા કુલ વૈધ મતો ના ઓછામા ઓછા 6% અથવા ઓછામા ઓછા 4 અથવા તે થી વધુ રજ્યોમા તેને પ્રાપ્ત હોય તથા સાથે કોઇ એક રાજ્ય અથવા એકથી વધુ રાજ્યો મા લોકસભા ની ઓછામા ઓછી 4 સીટ તેને પ્રાપ્ત હોય અથવા ઓછામા ઓછી 3 રાજ્યોમા લોકસભા મા તેનુ પ્રતિનિધિત્વ કુલ સીટો ના 2% (હાલ મા 543 સીટો ના હિસાબે 11 સીટો) હોય

• રાજ્ય મા સ્તરીય દળ ની માન્યતા માટે સંબંધિત રાજનીતિક દળે લોકસભા અથવા વિધાનસભા ચુંટણી મા પડેલા કુલ વૈધ મતો ના ઓછામા ઓછા 6% મત અને વિધાન સભા મા ઓછામા ઓછી 2 સીટો જીતવી અથવા રાજ્ય વિધાન સભા મા કુલ સીટો ની ઓછામા ઓછી 3% સીટો અથવા ઓછામા ઓછી 3 સીટ (તેમાથી જે વધુ થાય તે) જીતવી આવશ્યક

• નિયમો અનુસાર રાષ્ટ્રીય અથવા રાજ્ય સ્તરીય દળ ની માન્યતા રદ થનાર રાજનીતિક દળ પાસેથી તેનુ ચુંટણી ચિહ્ન તત્કાળ પરત નહી લેવાય – માન્યતા રદ થયાના 6 વર્ષ બાદ સુધી તેને આ ચુંટણી ચિહ્ન ઉપયોગ કરવાની અનુમતિ છે, પરંતુ માન્યતા પ્રાપ્ત દળો ને મળનારી અન્ય સુવિધાઓ તેને આ અવધિ મા મળી શકે નહી



ભારતના મુખ્ય રાજનીતિક દળો

• ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તેણે પોતાનુ એક નવુ સંવિધાન અપનાવ્યુ, જેને મુંબઇ મા અખિલ ભારતીય કોંગ્રેસ સમિરિ એ પારિત કર્યુ – મિશ્રિત અર્થવ્યવસ્થા, ગરીબી ઉન્મૂલન, શિક્ષા સુધાર તથા વિશ્વ શાંતિ વગેરે તેના પ્રમુખ લક્ષ્યો છે

• ભારતીય જનતા પાર્ટી – સ્થાપના ડિસેમ્બર, 1980 મા – આ ભારતીય જનસંઘ (જેની સ્થાપના શ્યામ પ્રસાદ મુખર્જી એ 1951 મા કરી હતી) નુ પરિવર્તિત રૂપ છે – તેણે મુખ્યત્વે 5 સિદ્ધાંતો પર વધુ જોર આપ્યુ છે

• 1. રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય એકીકરણ પર જોર દીધુ છે તથા ક્ષેત્રીય હિતો ને રાષ્ટ્રીય હિતો સમક્ષ ગૌણ માને છે

• 2. પ્રજાતંત્ર અને નાગરિકો ના મૌલિક અધિકારો પ્રત્યે કટીબદ્ધ છે

• 3. ધર્મનિરપેક્ષતા મા વિશ્વાસ વ્યક્ત કરે છે

• 4. ગાંધીવાદી અર્થવ્યવસ્થા ને પોતાનુ લક્ષ્ય માને છે

5. સમાજમા વ્યાપ્ત નિર્ધનતા તથા શોષણના ઉન્મૂલન ને આવશ્યક માને છે

• સામ્યવાદી દળ – સ્થાપના 1924 મા – દ્વિતીય વિશ્વ યુદ્ધ મા સામ્યવાદિઓ દ્વારા બ્રિટિશ સરકારને સહયોગ કરવા તથા “ભારત છોડો આંદોલન” નો વિરોધ કરવાના કારણે કોંગ્રેસ માથી આ દળ ને અલગ કરાયુ – 1962 મા સામ્યવાદી દળ ને 2 ભાગો (1). ભારતીય સામ્યવાદી દળ અને (2). ભારતીય સામ્યવાદી દળ (માર્કસવાદી) મા વિભાજીત કરાયુ

• કમ્યુનિસ્ટ પાર્ટી – પહેલા વિનોદ મિશ્ર મુખિયા હતા, હાલમા દીપાંકર ભટ્ટાચાર્ય છે

• સમતા પાર્ટી – 1994 મા જનતા દળ ના વિભાજન પછી સાંસદ જ્યોર્જ ફર્નાંડિસ ના નેતૃત્વ મા ગઠન થયુ

• દ્રવિડ મુનેત્ર કડગમ (ડી. એમ. કે.) – સ્થાપના 1949 મા અન્નાદુરઇ દ્વારા ભાષાયે આધાર પર (હિન્દી ભાષા ના વિરોધ ના આધાર પર)

• અકાલી દળ – ક્ષેત્રીય દળ છે – મુખ્યત્વે પંજાબ મા પ્રભાવી – સ્વતંત્રતા પૂર્વ તેના નેતા માસ્ટર તારા સિંહ હતા ત્યારબાદ સંત ફતેહસિંહ તેના નેતા બન્યા

• દલ-બદલ કાનૂન – યશવંતરાવ ચૌહાણ ની અધ્યક્ષતા મા ગઠિત સમિતિ ની ભલામણો ના આધારે દલ-બદલ વિધેયક સંસદ મા પ્રસ્તુત કરાયુ, પરંતુ જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપલાની સરખા નેતાઓના વિરોધ ને કારણે તે પારિત થઇ શક્યુ નહી – રાજીવ ગાંધી ના પ્રધાનમંત્રી કાળ મા જ્યારે તેને લોકસભા મા પ્રચંડ બહુમત પ્રાપ્ત હતો ત્યારે દલ-બદલ નિષેધ કાયદો પસાર થઇ શક્યો – 1985 મા 52 મા સંશોધન દ્વારા તેને સંવિધાન ની 10 મી અનુસૂચિ મા સ્થાન મળી ગયુ – આ અધિનિયમ દ્વારા સંવિધાન ના અનુચ્છેદ 102 તથા 191 મા પૈરા (2) જોડાયા અને અનુચ્છેદ 101 તથા 190 મા આવશ્યક સંશોધન કરાયા

• દલ-બદલ નિરોધક અધિનિયમ મા વ્યવસ્થા છે કે સંસદ અથવા વિધાનમંડળો ના નિર્વાચિત સદસ્યોની સદસ્યતા સમાપ્ત થઇ શકે જો

• 1. તે પોતાના દળ ની સદસ્યતા સ્વેચ્છા થી ત્યાગપત્ર આપે

• 2. પોતાના દળ ના સચેતક ના નિર્દેશ ના વિરૂધ્ધ સદન મા મતદાન કરે અથવા મતદાન મા અનુપસ્થિત રહે (જો તેને આ કૃત્ય માટે 15 દિવસ ની અંદર ક્ષમા ન કરાયો હોય) અને સાથે સ્વતંત્ર ઉમેદવાર ના રૂપમા નિર્વાચિત સદસ્ય સદન નો સદસ્ય થયા બાદ કોઇ રાજનીતિક દળ ની સદસ્યતા ગ્રહણ કરે તો સદનમા થી તેની સદસ્યતા સમાપ્ત થઇ જાય

• સદન ની સદસ્યતા સમાપ્ત થવાના સંબંધી પ્રાવધાન ત્યારે લાગૂ નહી થાય, જ્યારે કોઇ રાજનીતિક દળ ના 1/3 અથવા તેથી વધુ સદસ્યો કોઇ અન્ય રાજનીતિક દળ નુ નિર્માણ કરે અથવા અન્ય દળ સાથે વિલય કરે

• દલ-બદલ નિરોધક અધિનિયમ, 1985 મા વ્યવસ્થા અનુસાર સદન ના કોઇપણ સદસ્ય ની નિર્રહરતા સંબંધી વિવાદો નો ઉકેલ સદન ના યથાસ્થિત સભાપતિ અથવા અધ્યક્ષ દ્વારા કરવામા આવશે અને તેના નિર્ણયો ન્યાયાલય થી પર હશે પરંતુ ‘કિહોતે હોલોહાન Vs. ચિલ્હુ જાવિલ્હુ’ વિવાદ મા સુપ્રિમ કોર્ટે આ અધિનિયમ ના પૈરા (7) ને રદ કરતા કહ્યુ કે નિર્રહરતા ના પ્રશ્નો નુ નિર્ધારણ ની પ્રક્રિયા ને સદન ની કાર્યવાહીઓ નુ અંગ નહી મનાય અને આ પ્રકાર ની કાર્યવાહી ન્યાયિક પુનર્વિલોકન ને અધીન રહેશે

• નિર્વાચન સુધાર સમિતિ (દિનેશ ગોસ્વામી સમિતિ), ભારત નુ વિધિ આયોગ (1999) અને સંવિધાન સમીક્ષા માટે રાષ્ટ્રીય આયોગ (2002) ના પ્રતિવેદન ના આધાર પર 91 મા સંવિધાન સંશોધન (2002) દ્વારા આંશિક દળ વિભાજન ને માન્યતા સમાપ્ત કરાઇ અને સંપૂર્ણ દળ વિલય ને માન્યતા પ્રદાન કરાઇ – ઉપરાંત જે નિર્વાચિત વ્યક્તિ ને દલ બદલ ના આધારે અયોગ્ય ઘોષિત કરાયો હોય તેને તે સદન ની સદસ્યતા ની સાથે સાથે આગળની ચુંટણી જીતવા સુધી અથવા સદન ના શેષ કાર્યકાળ સુધી (જે પહેલા હોય તે) મંત્રી પદ અથવા કોઇ લાભકારી રાજનીતિક પદ થી વંચિત કરવાની વ્યવસ્થા પણ કરાઇ

• 1920 મા રાષ્ટ્રીય સ્તર પર એક ટ્રેડ યુનિયન, ‘ઓલ ઇંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ’ ના નામે ગઠિત કરાયુ જેના અધ્યક્ષ કોંગ્રેસ ના તત્કાલિન અધ્યક્ષ લાલા લજપતરાય ને બનાવાયા

• 1936 મા રાષ્ટ્રીય સ્તર પર કિસાનો નુ એક સંગઠન ‘ઓલ ઇંડિયા કિસાન સભા’ ના નામે સ્થાપિત કરાયુ – આ સંસ્થા દ્વારા જમીનદારી ઉન્મૂલન અને ભૂમિ ના પુનર્વિતરણ ની માંગ કરાઇ

• ભારતમા દબાવ સમૂહોના વિભિન્ન પ્રકારો

• વ્યાવસાયિક – ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ સંઘ ભારતનો પ્રમુખ વ્યવસાયિક સંઘ છે – તે આ ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા છે

• શ્રમિક – અખિલ ભારતીય મજદૂર સંઘ, ભારતીય રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ વગેરે પ્રમુખ સંઘો છે

• કૃષિ સંબંધી – ભારત કૃષક સમાજ, કિસાન સભા, કિસાન પંચાયત, સંયુક્ત કિસાન સભા વગેરે

• ડોક્ટર, વકીલ, અદ્યાપક, વિદ્યાર્થી, સરકારી કર્મચારી વગેરે – મેડિકલ કૌંસિલ ઓફ ઇંડિયા, અખિલ ભારતીય આયુર્વેદ કોંગ્રેસ, ઇંડિયન લૉ ઇંસ્ટીટ્યુટ, અખિલ ભારતીય શિક્ષા સંસ્થા સંઘ, યુવા કોંગ્રેસ, અખિલ ભારતીય વિદ્યાર્થી સંઘ, સિવિલ સર્વિસ એસોસિએશન વગેરે

• ભારતીય સંસદ મા હિન્દુ કોડ બિલ પર વિચાર કરતા સમયે મહિલાઓનો દબાવ સમૂહ (Women’s Pressure Groups) એ બહુ સક્રિય ભૂમિકા ભજવી હતી



નામ કાર્યકાળ દળ

ડો. જીવરાજ નારાયણ મહેતા ૧ મે, ૧૯૬૦ - ૩ માર્ચ, ૧૯૬૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ડો. જીવરાજ નારાયણ મહેતા ૩ માર્ચ, ૧૯૬૨ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

બળવંતરાય મહેતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ - ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હિતેન્દ્ર દેસાઇ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ - ૩ એપ્રિલ, ૧૯૬૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હિતેન્દ્ર દેસાઇ ૩ એપ્રિલ, ૧૯૬૭ - ૬ એપ્રિલ, ૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હિતેન્દ્ર દેસાઈ ૭ એપ્રિલ, ૧૯૭૧ – ૧૨ મે, ૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ઘનશ્યામભાઇ ઓઝા ૧૭ માર્ચ, ૧૯૭૨ - ૧૭ જુલાઇ, ૧૯૭૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ


ચીમનભાઇ પટેલ ૧૮ જુલાઇ, ૧૯૭૩ - ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

બાબુભાઇ જશભાઇ પટેલ ૧૮ જુન, ૧૯૭૫ - ૧૨ માર્ચ, ૧૯૭૬ જનતા મોરચો

માધવસિંહ સોલંકી ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ - ૧૦ એપ્રિલ, ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

બાબુભાઇ જશભાઇ પટેલ ૧૧ એપ્રિલ, ૧૯૭૭ - ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ જનતા પાર્ટી

માધવસિંહ સોલંકી ૭ જૂન, ૧૯૮૦ - ૧૦ માર્ચ, ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

માધવસિંહ સોલંકી ૧૧ માર્ચ, ૧૯૮૫ – ૬ જુલાઈ, ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

અમરસિંહ ચૌધરી ૬ જુલાઈ, ૧૯૮૫ – ૯ ડીસેમ્બર, ૧૯૮૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

માધવસિંહ સોલંકી ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

ચીમનભાઈ પટેલ ૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ જનતા દળ, જનતા દળ (ગુજરાત),

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

છબીલદાસ મહેતા ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ - ૧૪ માર્ચ, ૧૯૯૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

કેશુભાઈ પટેલ ૧૪ માર્ચ, ૧૯૯૫ - ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ ભારતીય જનતા પાર્ટી

સુરેશભાઇ મહેતા ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ ભારતીય જનતા પાર્ટી

શંકરસિંહ વાઘેલા ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ - ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ રાષ્ટ્રીય જનતા પાર્ટી

દિલીપ પરીખ ૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ - ૪ માર્ચ, ૧૯૯૮ રાષ્ટ્રીય જનતા પાર્ટી

કેશુભાઈ પટેલ ૪ માર્ચ, ૧૯૯૮ - ૬ ઓક્ટોબર, ૨૦૦૧ ભારતીય જનતા પાર્ટી

નરેન્દ્ર મોદી ૭ ઓક્ટોબર, ૨૦૦૧ - ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ ભારતીય જનતા પાર્ટી

નરેન્દ્ર મોદી ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ - ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ ભારતીય જનતા પાર્ટી

નરેન્દ્ર મોદી ૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ - ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.