Thursday, January 30, 2014

For Talati Study Materials Visit : www.talati2014.in

રાષ્ટ્રધ્વજ દરેક દેશની ઓળખ હોય છે.


રાષ્ટ્રધ્વજ દરેક દેશની ઓળખ હોય છે. રાષ્ટ્રધ્વજ દેશનાં ગૌરવ અને સન્માન સાથે જોડાયેલો હોય છે. રાષ્ટ્રધ્વજથી જ એ દેશની નીતિઓ અને વિચારધારાઓ પ્રદર્શિત થાય છે. દરેક રાષ્ટ્રનો એક ધ્વજ હોય છે જે તેની સ્વતંત્રતાનો સંકેત આપે છે. આપણાં દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, જે ભારતની શાન છે. રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ અને ચક્રનો એક ખાસ અર્થ તથા મહત્ત્વ છે. ભારતીય રાષ્ટ્રધ્વજની રચના પિંગલી વૈંકૈયાનંદે કરી હતી અને તેને ૨૨ જુલાઈ, ૧૯૪૭માં યોજાયેલી ભારતીય સંવિધાન સભાની બેઠકમાં અપનાવવામાં આવ્યો હતો. બાળમિત્રો! આપણો રાષ્ટ્રધ્વજ આજે જેવો દેખાય છે એવો પહેલાં નહોતો દેખાતો. આજના રાષ્ટ્રધ્વજની પાછળ તેનો ઇતિહાસ છુપાયેલો છે. આવતી કાલે આપણો ૬૫મો ગણતંત્ર દિવસ છે ત્યારે આ અવસર ઉપર આપણાં રાષ્ટ્રધ્વજની પાછળ છુપાયેલા ઇતિહાસ ઉપર નજર કરીએ
પ્રથમ રાષ્ટ્રધ્વજ
આપણો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ૭ ઓગસ્ટ, ૧૯૦૬માં કલકત્તાના પારસી બાગાન ચોક જે આજે ગ્રીન ચોક તરીકે ઓળખાય છે તેમાં બંગાળ વિભાજનના વિરોધમાં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાલ, લીલા અને પીળા રંગની એમ ત્રણ પટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ઉપરની પટ્ટી લીલા રંગની હતી જેમાં અડધાં ખીલેલાં કમળનાં ફૂલ દર્શાવવામાં આવ્યાં હતાં. બીજી પટ્ટી પીળા રંગની હતી જેમાં વચ્ચે વંદે માતરમ્ લખેલું હતું અને છેલ્લી લાલ રંગની પટ્ટીમાં ડાબી બાજુ ચાંદ અને જમણી બાજુ સૂરજ બનાવવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રધ્વજ ૧૯૦૪માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બીજો રાષ્ટ્રધ્વજ
ભારતનો બીજો રાષ્ટ્રધ્વજ પેરિસમાં ભીખાઈજી કામા તથા ૧૯૦૭માં ઘરવિહોણા કરેલા અમુક ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ પણ પહેલા રાષ્ટ્રધ્વજ જેવો જ હતો માત્ર એમાં ઉપરની પટ્ટીમાં કમળની જગ્યાએ તારા બનાવવામાં આવ્યા હતા. આ તારા સપ્ત ઋષિને દર્શાવતા હોય એવું માનવામાં આવતું હતું. બર્લિનમાં યોજાયેલા સમાજવાદી સંમેલનમાં પણ આ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ત્રીજો રાષ્ટ્રધ્વજ
દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ ૧૯૧૭માં આવ્યો જ્યારે ભારતીય રાજનીતિએ એક નવો વણાંક લીધો. ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ઘરેલુ શાસન ઝુંબેશ દરમિયાન આ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ૫ લાલ અને ૪ લીલી પટ્ટીઓ હતી અને તેમાં સપ્ત ઋષિના સાત તારા સિવાય ડાબી બાજુ યુનિયન જેક તથા જમણી બાજુ અર્ધચંદ્ર ને તારા દર્શાવવામાં આવ્યા હતા.
ચોથો રાષ્ટ્રધ્વજ
અખિલ ભારતીય કમિટીનું સત્ર જે ૧૯૨૧માં બેજવાડામાં (જે આજે વિજયવાડા તરીકે ઓળખાય છે) કરવામાં આવ્યું હતું. એમાં આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવી ગાંધીજીને આપ્યો. આ ધ્વજ લાલ તથા લીલા રંગોનો બનેલો હતો જે ભારતના બે મુખ્ય સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. લાલ રંગ હિંદુ તથા લીલો મુસ્લિમ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીએ સલાહ આપી કે ભારતના બાકીના સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેની ઉપર એક સફેદ પટ્ટી તથા રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે તેની વચ્ચે એક ચાલતો રેંટિયો હોવો જોઇએ.
પાંચમો રાષ્ટ્રધ્વજ
વર્ષ ૧૯૩૧માં કરાંચીમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સત્રમાં એક ૭ સભ્યોની કમિટીએ એક ધ્વજ બનાવ્યો જેમાં માત્ર કેસરિયા રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા ધ્વજની ઉપરની બાજુ મરૂન રંગનો રેંટિયો બનાવવામાં આવ્યો હતો,પરંતુ દુર્ભાગ્યે આ ધ્વજ રાષ્ટ્રધ્વજ તરીકે પસંદગી પામી નહોતો શક્યો.
છટ્વો રાષ્ટ્રધ્વજ
૧૯૩૧માં ભારતના રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં એક મહત્ત્વનું વર્ષ છે. આ વર્ષે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવા માટેના પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવી. આ ધ્વજને વર્તમાન રાષ્ટ્રધ્વજનો પૂર્વજ પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં પણ ત્રણ રંગની પટ્ટીઓ હતી જેમાં ઉપરની પટ્ટીનો રંગ કેસરી, વચ્ચેની પટ્ટીનો રંગ સફેદ અને નીચેની પટ્ટીનો રંગ લીલો હતો, પરંતુ તેમાં વચ્ચે ચક્રની જગ્યાએ રેંટિયો દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજનું કોઈ પણ સાંપ્રદાયિક મહત્ત્વ નથી તે પણ જણાવવામાં આવ્યું હતું.
હાલનો રાષ્ટ્રધ્વજ

આ રાષ્ટ્રધ્વજને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ મુક્ત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રધ્વજના રંગોમાં તો કોઈ ફેરફાર ન થયો, પરંતુ તેમાં રેંટિયાની જગ્યાએ સમ્રાટ અશોકના ધર્મચક્રને દર્શાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે જ્યારે વચ્ચેનો સફેદ રંગ ધર્મ ચક્રની સાથે શાંતિ તથા સત્યનું પ્રતીક છે તેમજ નીચેનો લીલો રંગ ફળદ્રુપતા, વિકાસ અને ભૂમિ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. આ રાષ્ટ્રધ્વજમાં ધર્મ ચક્ર દર્શાવવાનો અર્થ છે કે 'જીવન ગતિશીલ છે અને રૂકાવટનો અર્થ મૃત્યુ છે.'

ભારતીય બંધારણ, વિશ્વનું સૌથી મોટું બંધારણ


૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આપણા દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ભારત દેશ વાસ્તવમાં એક સાર્વભૌમ દેશ બન્યો, ત્યારથી જ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઊજવાય છે. ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું અને પરિવર્તનશીલ બંધારણ છે. ડો. ભીમરાવ આંબેડકરે બંધારણને ૮૦ હજાર શબ્દોની મદદથી ૩૯૫ કલમો, ૨૨ ખંડ અને ૮ અનુસૂચિમાં ઘડયું હતું. હાલ આ બંધારણમાં ૯૭ સંશોધન થયાં બાદ ૪૪૮ કલમો, ૨૪ ખંડ અને ૧૨ અનુસૂચિઓ છે. ૨૧૧ નિષ્ણાતો દ્વારા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ તારીખ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણનું ઘડતર પૂરું થયું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું.
ભારતીય બંધારણનો ઇતિહાસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ૧૯૩૫માં સૌ પ્રથમ વખત બંધારણ બનાવવાની માગણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણ બનાવવા માટે ૨૭ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સમિતિની રચના થઈ. આ સમિતિના અધ્યક્ષપદે ડો. આંબેડકર હતા, જ્યારે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી, મૌલાના અબ્દુલ કલામ આઝાદ વગેરે આ સમિતિના સભ્યો હતા. આ સભામાં મહિલા સભ્યોના રૂપમાં સરોજિની નાયડુ અને શ્રીમતી હંસા મહેતા પણ હતાં. આ બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. આ બંધારણ હિન્દી અને ઇંગ્લિશ એમ બે ભાષામાં તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં કુલ ખર્ચ ૬૪ લાખ જેટલો થયો હતો. કોઈ પણ દેશના નાગરિક માટે તેનું બંધારણ ત્યાંના નાગરિકોને પોતાની રીતે જીવન જીવવાનો અને સમાજમાં રહેવાનો અધિકાર આપે છે.
લેખિત બંધારણની જરૂર કેમ?
ભારતમાં વિભિન્ન સંપ્રદાયના લોકો એકસાથે રહે છે. જેમની જ્ઞાતિ, ધર્મ, રીતિ-રિવાજ અને જીવન જીવવાનો તરીકો અલગ અલગ છે. આપણું બંધારણ આપણને તમામ મૌલિક અધિકાર, નૈતિકતા અને મૂળભૂત કર્તવ્યોનું પાલન કરવા માટે પ્રેરિત કરે છે. દેશની કાનૂન વ્યવસ્થા અને દેશની અખંડિતતા તથા એકતાને કોઈ નુકસાન ન પહોંચે તે માટે લેખિત સંવિધાનની જરૂર પડી હતી.
બંધારણ ધાર્મિક ગ્રંથની જેમ જ એક પવિત્ર ગ્રંથ છે. આ કોઈ અસ્પષ્ટતા, ખોટ અથવા જાદુઈ ફોર્મ્યુલા ઉપર આધારિત નથી. જો સંવિધાન લેખિત રૂપમાં ન હોત તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશમાં વહીવટી અરાજકતા ફેલાવી શકત. બંધારણ આપણી ન્યાયપ્રણાલી માટે એક શસ્ત્રની જેમ કામ કરે છે. તેમજ બંધારણ લોકોને એક સીમામાં રહીને એકભાવથી કામ કરવા માટે પ્રેરિત કરે છે. બંધારણ રાજ્યની જવાબદારી તથા નાગરિકોની ફરજનો સ્પષ્ટ ઉચ્ચાર કરે છે.
અન્ય બંધારણમાંથી લેવાયેલા પ્રેરણાદાયક તત્ત્વો
૧. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા - મૌલિક અધિકાર, ઉપરાષ્ટ્રપતિનું પદ, કાયદાનું સમાન રક્ષણ, સ્વતંત્ર ન્યાયપાલિકા, સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ, ન્યાયિક સમીક્ષા.
૨. આયર્લેન્ડ - નીતિ નિર્દેશક તત્ત્વ, રાજ્યસભામાં કળા, સમાજ, સેવા, વિજ્ઞાન, સાહિત્યના ૧૨ સભ્યોની નિમણૂક, કટોકટી સંબંધી જોગવાઈ.
૩. બ્રિટન - સંસદીય પ્રણાલી, સંસદીય વિશેષાધિકાર, કાયદાનું શાસન, અકલ નાગરિકતા, સંસદ તથા વિધાનસભા અને વિધાનસભા પરિષદની પ્રક્રિયા.
૪. ઓસ્ટ્રેલિયા - સંયુક્ત યાદી, કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે અધિકારોનો વિભાગ.
૫. કેનેડા - રાજ્યવ્યવસ્થા.
૬. દક્ષિણ આફ્રિકા - બંધારણમાં સુધારા કરવાની પ્રક્રિયા.
૭. રૂસ - નાગરિકોની મૂળભૂત ફરજોની સ્થાપના.
૮. જાપાન - કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા.
૧૨ અનુસૂચિમાં શું છે?
પ્રથમ અનુસૂચિ - સંગઠનનું નામ તથા તેનું ક્ષેત્ર
બીજી અનુસૂચિ - રાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ જેવા પ્રમુખ પદાધિકારીઓ સંબંધી જોગવાઈ
ત્રીજી અનુસૂચિ - બંધારણીય પદ સંબંધી શપથ અને પ્રતિજ્ઞાની જોગવાઈ
ચોથી અનુસૂચિ - રાજ્યસભાનાં વિભિન્ન સ્થાનોની ફાળવણી
પાંચમી અનુસૂચિ - અનુસૂચિત જ્ઞાતિ, અનુસૂચિત જનજાતિનાં ક્ષેત્રોમાં સંચાલન અને નિયંત્રણ સંબંધી જોગવાઈ
છઠ્ઠી અનુસૂચિ - આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોના જનજાતિ વિસ્તારમાં સંચાલન સંબંધી જોગવાઈ
સાતમી અનુસૂચિ - વિભિન્ન સૂચિઓ - ૧. સંઘ સૂચી, ૨. રાજ્ય સૂચી, ૩. સંયુક્ત સૂચી
આઠમી અનુસૂચિ - ભારતની વિભિન્ન ભાષાઓ (૨૨ ભાષાઓ)
નવમી અનુસૂચિ - ચોક્કસ કાયદાઓ, નિયમો અને માન્યતાઓ અંગેની જોગવાઈ
દસમી અનુસૂચિ - પક્ષાંતર સંબંધી જોગવાઈ
અગિયારમી અનુસૂચિ- પંચાયતની સત્તા અને જવાબદારીઓ

બારમી અનુસૂચિ - નગરપાલિકાઓની સત્તા અને જવાબદારીઓ.

લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ

લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ
281 મીટર લાંબા અને 32 મીટર પહોળા આ બ્રીજ પર પેનલ લગાવવા માટે 72 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વર્ષમાં અહીં 9 લાખ કિલોવોટ વીજળી પેદા કરવામાં આવશે. સાથે જ તેનાથી પ્રતિ વર્ષ 511 ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું થશે.
લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ
બ્રીજની છત ઉપર 4400 ફોટોવોલ્ટેક પેનલ્સ લગાવેલી છે. જે બ્લેકફ્રાઇસ સ્ટેશનની અડધી ઉર્જા જરૂરિયાતને પૂરી કરશે. આ પેનલને સોલર સેન્ચ્યુરી કંપનીએ બનાવી છે.

લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ
આ બ્રીજ લંડન શહેરનાં આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ માટે પણ ઓળખાશે. તેના માધ્યમથી એવું બતાવવામાં આવશે કે લંડન શહેર એક પ્રદૂષણમુક્ત શહેર છે.
 


લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ

લંડનમાં શરૂ થયો વિશ્વનો સૌથી લાંબો સોલર પાવર બ્રિજ

વર્ષમાં 9 લાખ કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે
-૮૧ મીટર લંબાઇ
-૩૨ મીટર પહોળાઈ
-૪૪૦૦ સોલાર પેનલ
-પ૧૧ ટન પ્રતિવર્ષ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.


લંડનમાં થેમ્સ નદી પરનો બ્લેકફ્રાઇસ પુલ વિશ્વનો સૌરઊર્જા ઉત્પન્ન કરતો સૌથી સૌથી લાંબો પુલ બની ગયો છે. આ પુલનું નિર્માણ 1886માં થયું હતું. પુલ પર રસ્તો અને રેલવે ટ્રેક છે. અહીં બ્લેકફ્રાઇસ રેલવે સ્ટેશન પણ છે. સોલર પેનલ્સ આ રેલવે સ્ટેશનની અડધી ઊર્જા‍ની જરૂરિયાતો પૂરી કરશે. રેલવે સંચાલન કરનારી કંપની નેટવર્ક રેલને પાંચ વર્ષની જહેમતને અંતે આ પુલને સોલર પેનલથી ઢાંકવામાં મદદ મળી છે. 22 જાન્યુઆરીથી પુલ પર અવરજવર ફરી શરૂ કરવામાં આવી છે.

Monday, January 27, 2014

TIME TABLE 27.01.2014 TO 31.01.2014

TALATI……10 TO 12
DATE
TIME
SUB

27 JAN
10 TO 12
ENGLISH GRAMMER
28 JAN
10 TO 12
ENGLISH GRAMMER
29 JAN
10 TO 12
ENGLISH GRAMMER
30  JAN
10 TO 12
ENGLISH GRAMMER
31 JAN
10 TO 12
ENGLISH GRAMMER

UPSC.12 TO 2
DATE
TIME
SUB

27 JAN
12 TO 2
MATHS
28 JAN
12 TO 2
MATHS
29 JAN
12 TO 2
MATHS
30  JAN
12 TO 2
MATHS
31 JAN
12 TO 2
MATHS

GPSC…. 2.30 TO 5.30
DATE
TIME
SUB

27 JAN
 2.30 TO 5.30
GUJ GRAMMER
28 JAN
2.30 TO 5.30
GUJ GRAMMER
29 JAN
2.30 TO 5.30
GUJ GRAMMER
30  JAN
2.30 TO 5.30
GUJ GRAMMER
31 JAN
2.30 TO 5.30
GUJ GRAMMER