Tuesday, November 05, 2013

('માર્સ આર્બિટર મિશન' )મંગલમય સફરની સફળ શરૂઆત, પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું મંગળયાન

અતિ મહત્વના મનાતા મંગળમિશનનું સુકાન સંભાળી રહેલા ઈસરોના ચેરમેન ડૉ.કે.રાધાકૃષ્ણને મિશનની શરૂઆત પહેલા શનિવારે તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરી. તો બીજી તરફ નાસાએ પણ ઈસરોને આ મિશન માટે શુભકામના પાઠવી છે.

મંગળયાનના લોન્ચિંગને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ કાઉન્ટ ડાઉન આજે બપોરે 2 અને 38 મિનિટે પૂરૂ થશે, જ્યારે મંગળગ્રહ માટે ભારત પોતાનું પ્રથમ અંતરિક્ષ યાન લોન્ચ કરશે. ઈસરોએ આ મિશનનું ના 'માર્સ આર્બિટર મિશન' મઆપ્યુ છે. આ સાથે મંગળ પર યાન મોકલનાર ભારત વિશ્વનો ત્રીજો દેશ બનશે. આ પહેલા અમેરિકા અને રશિયાએ મંગળ પર યાન મોકલેલા.


આ અભિયાનને સફળ બનાવવા માટે 1000 વૈજ્ઞાનિકોની ટીમ કાર્ય કરી રહી છે. 1350 કિલોગ્રામ વજન ધરાવતી સેટેલાઈટને 15 મહિનામાં તૈયાર કરવામાં આવી છે.

પીએસએલવી સી-25 રોકેટ ભારતના પહેલા પહેલા મંગળયાનને લઈને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ભવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવશે. જો ભારત આ અંતરિક્ષયાનને મંગળ ગ્રહની મુખ્યકક્ષામાં પહોંચાડવામાં સફળ રહેશે તો ભારત આ પ્રકારની સિદ્ધિ મેળવનાર એશિયાનો એક માત્ર દેશ બનેલ છે.

આજે બપોરે 2 અને 38 મિનેટે શ્રીહરિકોટા સ્થિત સતીશ ભવન સ્પેશ સેંટર ખાતેથી પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ(પીએસએલવી) સી-25ની મદદથી ભારતના આ પ્રથમ મંગળયાનની મંગળયાત્રાનો પ્રારંભ થયો છે. જો ભારત આ અંતરિક્ષયાનને મંગળ ગ્રહની મુખ્યકક્ષામાં પહોંચાડવામાં સફળ રહેશે તો ભારત આ પ્રકારની સિદ્ધિ મેળવનાર એશિયાનો એક માત્ર દેશ.
મંગળની આ ઐતિહાસિક સફર શરૂ થતા જ દેશભરમાંથી અભિનંદન વર્ષા પણ શરૂ થઈ છે. વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મંગળયાનના સફળ રીતે થયેલા પ્રક્ષેપણ માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. ઈસરોના ચેરમેન ડૉ.કે.રાધાકૃષ્ણને ખૂબ જ ઓછા સમયમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ જે પ્રકારે આ મિશનને શક્ય બનાવ્યુ છે, તે બદલ આભાર માન્યો છે.
 ઈસરોએ આ મિશનનું નામ 'માર્સ આર્બિટર મિશન' આપ્યુ છે. અતિ મહત્વના મનાતા આ મિશનનું સુકાન સંભાળી રહેલા ઈસરોના ચેરમેન ડૉ.કે.રાધાકૃષ્ણને મિશનની શરૂઆત પહેલા શનિવારે તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરી. તો બીજી તરફ નાસાએ પણ ઈસરોને આ મિશન માટે શુભકામના પાઠવી છે.

મંગળયાનને 35 કરોડ કિમીની યાત્રા કરી મંગળ પર પહોંચવામાં આશરે એક વર્ષ(320) દિવસનો સમય લાગશે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે 24 સપ્ટેમ્બર, 2014માં આ અંતરિક્ષયાન મંગળ પર પહોંચી જશે. અગાઉ ઈસરોનું સૌથી વધુ લંબાઈ ધરાવતું અભિયાન ચંદ્રયાન હતુ. 2008માં ભારતના આ અભિયાન અંતર્ગત અંતરિક્ષ યાને સાડા ત્રણ હજાર કિમીનું અંતર કાપેલ છે.
મંગળયાન લોન્ચ કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને યૂરોપ મંગળ માટે મિશન લોન્ચ કરી ચૂક્યા છે. આ તમામ દેશોએ પોતાના માર્સ મિશન માટે રૂ.2393 કરોડથી લઈને રૂ.41669 કરોડ ખર્ચ કર્યો. જ્યારે આપણા આ મંગળ મિશન માટે માત્ર રૂ.450 કરોડનો ખર્ચ આવ્યો છે. એટલે કે ભારતનું માર્સ મિશન વિશ્વનું સૌથી સસ્તુ મિશન છે.
ભારત આ મિશન દ્વારા મંગળ પર જમીન, હવા અને ખનીજ પદાર્થોનો સર્વે કરશે.  તે મંગળનો નકશો તૈયાર કરવાનું કાર્ય પણ કરશે અને તેની સાથે જોડાયેલી અગત્યની માહિતીઓ પણ પૃથ્વી પર મોકલશે. સર્વે માટે ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે. આ યાન મંગળ પર પાણી ખુટી જવાના કારણોની પણ તપાસ કરશે. સાથે જ તેઓ લાલ ગ્રહ પર જીવનની સંભાવનાઓનો પણ અભ્યાસ કરશે.
વિશ્વમાં 51માંથી 21 મિશન  છ સફળ...... 
2003માં જાપાન અને 2011માં ચીન મંગળયાન મોકલવામાં નિષ્ફળ  છે.
મંગળ ગ્રહ અંગે સંશોધન કરવા માટેની હરિફાઈની શરૂઆત ઈ.સ.1960માં થઈ હતી. 
પહેલા તત્કાલિન સોવિયત સંઘ અને બાદમાં અમેરિકાએ યાન મોકલવાના નિષ્ફળ  હતા.
 ઈ.સ.1971માં પ્રથમ ઓર્બિટર મિશનને સફળતા સાંપડી હતી
ભારતનું મંગળયાન પૃથ્વીના પાડોશી ગ્રહ મંગળ પર ચડાઈ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૫૦ કરતા વધારે યાનો મંગળની સફરે રવાના થઈ ચુક્યા છે. જોકે એશિયામાં ચીન અને જાપાનને હજુ સફળતા મળી નથી, એટલે ભારતનું મંગળયાન સફળ થશે તો એ મોટી સિદ્ધિ ગણાશે. અત્યાર સુધીમાં ક્યા યાને મંગળ પર શું ઉકાળ્યુ છે?
નામઃ મરિનર-૪
સ્થળઃ મંગળની સપાટીથી ૯૮૪૬ કિલોમીટર દૂરનું કાળુભમ્મર આકાશ..
સમયઃ જુલાઈ, ૧૯૬૫..
૧૯૬૪માં રવાના થયેલું ૨૬૦ કિલોગ્રામનું મરિનર યાન હવે પોતાના અંતિમ પડાવ પર પહોંચ્યુ છે.
અહીંથી મરિનર એક પછી એક એમ કુલ ૨૧ તસવીરો મોકલે છે.
તસવીરો વિશિષ્ટ છે. પૃથ્વીની સિવાયના કોઈ ગ્રહની સપાટી આટલી નજીકથી લેવાઈ હોય એવો આ વિશ્વના ઈતિહાસનો પહેલો પ્રસંગ હતો. તસવીરો જોઈને નાસાના વિજ્ઞાાનીઓ અચંબિત થાય છે અને આનંદિત પણ થાય છે. ઘણા પ્રયાસો પછી આખરે મિશન સફળ થયું ખરું.
મંગળની ઉડતી મુલાકાતે પહોંચેલા મરિનરે પૃથ્વી પર પહેલી વખત મંગળની તસવીરો મોકલી હતી. મિશન ફ્લાય-બાય પ્રકારનું હતું. એટલે કે મરિનરે શક્ય એટલા મંગળની નજીકથી પસાર થવાનુ હતું અને એ વખતે લેવાયેલી મંગળની તસવીરો ધરતી પર પહોંચાડવાની હતી. મંગળ પર ઉતરાણ કરવાનું કે મંગળ ફરતે ભ્રમણ કરવાનું તેેની ફરજમાં આવતુ ન હતું. અવકાશના આવા મિશનો ફ્લાય-બાય (બાજુમાંથી ઉડતા પસાર થવું)તરીકે ઓળખાય છે.
મરિનરે પોતાની ફરજ બખુબી બજાવી. મંગળની નજીક પહોંચનારુ, મંગળની તસવીરો લેનારુ, તસવીરો પૃથ્વી સુધી પહોંચાડનારુ.. અને મંગળ સુધીની સફર સફળતાપૂર્વક પુરી કરનારુ એ પહેલુ યાન હતું. મંગળની સપાટી પર કેવા ખાડા-ખબડા છે, વાતાવરણ કેવુ છે, તાપમાનની સ્થિતિ શું છે, વગેરેની પ્રાથમિક વિગતો મરિનરે મોકલી આપી હતી.
મંગળ પાસેથી પસાર થતી વખતે મરિનર ૧૫મી જુલાઈએ સૌથી નજીક હતું, દસ હજાર કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે.
મંગળ વિશે સદીઓથી ચાલી આવતી માન્યતાઓ ભાંગવાની શરૃઆત મરિનરે  મોકલેલી માહિતી દ્વારા થઈ હતી (મંગળ અંગેની કલ્પનાઓ અને માન્યતાઓ અંગે આ જ કોલમમાં ગયા સપ્તાહે વાત કરી હતી).
મંગળ પાસેથી પસાર થઈ ચુક્યા પછી મરિનર સાથે સંદેશાવ્યવહાર ચાલુ રાખવો થોડો મુશ્કેલ થઈ રહ્યો હતો. દૂરના અવકાશમાં મરિનરને પણ કેટલાક બમ્પ નડી રહ્યાં હતાં. એટલે નાસાના વિજ્ઞાાનીઓએ આખરે ૧૯૬૭ની ૨૧મી ડિસેમ્બરે મરિનર સાથેનો સંપર્ક બંધ કરી તેને કાયમ માટે અનંત બ્રહ્માંડમાં રેઢુ મુકી દીધુ.

પણ મરિનર મંગળ તરફ રવાના થનારુ પહેલુ યાન ન હતું. મંગળ સાથે હસ્તધનૂન કરવાની સૌ પ્રથમ તૈયારી રશિયાએ કરી હતી. રશિયા (એ વખતનું સોવિયેત સંઘ)એ 'માર્સનિક-૧' નામનું યાન તૈયાર કર્યુ હતું. એ યાન પણ ફ્લાય-બાય પ્રકારનું જ હતું. રશિયાએ ૧૯૬૦ની ૧૦મી ઓક્ટોબરે 'મોલિયા' રોકેટમાં સવાર કરી માર્સનિક-૧ને રવાના કર્યું. પરંતુ કરમની કઠણાઈ એવી હશે કે યાન લોન્ચ થતી વખતે જ નિષ્ફળ ગયું અને મંગળ તો ઠીક તેને પૃથ્વીની ભ્રમણકક્ષાની સરહદ વટાવામાં પણ સફળતા ન મળી.
અમેરિકા અને રશિયા વચ્ચે એ વખતે કોલ્ડવોરની સ્થિતિ હતી. ક્યારેક રશિયા તો ક્યારેક અમેેરિકા આગળ નીકળી જતું હતું. એમાં જો એક દેશ નિષ્ફળ જાય તો એ જે-તે દેશ માટે બહુ મોટી નાલેશી ગણાતી હતી. માટે રશિયાએ યાન સાથે ધરાશયી થયેલી આબરૃ ફરી બેઠી કરવા બીજુ મિશન તૈયાર કર્યુઃ 'માર્સનિક-૨'. ઉતાવળે અને ખાસ તો અમેરિકાને દેખાડી દેવાના ઈરાદા સાથે તૈયાર થયેલા એ મિશનને પણ ભ્રમણકક્ષાની બહાર નીકળવામાં સફળતા ન મળી.
રશિયાએ હથિયારો હેઠા ન મુક્યા. ૧૯૬૨માં વળી 'સ્પુતનિક-૨૨' નામનું એક યાન લોન્ચ કર્યુ પણ એનેય સફળતા ન મળી. રશિયાને પહેલેથી ખબર હતી કે અવકાશી કાર્યક્રમોમાં સફળતા-નિષ્ફળતાનો ક્રમ તો ચાલ્યા કરશે. માટે રશિયા એક જ મિશનને બદલે એક સાથે બે-પાંચ મિશનો પર કામ કરતું. એક યાન નિષ્ફળ જાય તો બીજું, બીજુ ન ચાલે તો ત્રીજું.. સ્પુતનિકની નિષ્ફળતા પછી રશિયાએ 'માર્સ-૧' રવાના કર્યું. આ વખતે યાનને લોન્ચિંગમાં સફળતા તો મળી પણ, સાથે થોડી નિષ્ફળતા પણ આવી. અલબત્ત એ નિષ્ફળતા થોડી દૂર હતી. એટલે માર્સ-૧ મંગળ તરફ રવાના થઈ ગયુ પરંતુ, મંગળથી યાન ૧,૯૩,૦૦૦ કિલોમીટર દૂર હતુ ત્યારે જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો. હકીકતે તેણે મંગળની સપાટીથી ૧૧,૦૦૦ કિલોમીટર દૂર રહી ફોટા પાડી મોકલવાના હતાં.
માર્સ-૧ની અડધી સફળતા અને અડધી નિષ્ફળતાએ મંગળ પર યાનો તો મોકલતા જ રહેવા જોઈએ એવુ પ્રોત્સાહન આપ્યુ એટલે રશિયાએ જરા પર નિરાશ થયા વગર માર્સ-૧ના ૩ દિવસ પછી 'માર્સ-૨' રવાના કરી દીધું. એ જોકે ફરીથી લોન્ચિંગ વખતે જ નિષ્ફળ રહ્યું. એ નિષ્ફળતા સાથે રશિયા રેસમાં પાછળ પડયુ અમેરિકા રશિયાને ખસેડીને પહેલા ક્રમે આવી પહોંચ્યુ. હવે લોન્ચિંગનો વારો અમેરિકાનો હતો.

'અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા (નાસા)'એ 'મરિનર-૩' નામનું યાન મંગળ પર મોકલવા તૈયાર કર્યુ. ૧૯૬૪ની ૫મી નવેમ્બરે (ભારતના મંગળ મિશન કરતાં બરાબર ૪૦ વર્ષ પહેલાં!) લોન્ચ થયેલુ ૨૬૦ કિલોગ્રામનુ મરિનર-૩ આંશિક રીતે સફળ રહ્યું. એટલે કે મરિનરને ભ્રમણકક્ષામાં પહોંચાડી શકાયુ પણ ત્યાંથી આગળનો પ્રવાસ કરવામાં તેને સફળતા ન મળી. રોકેટમાંથી મુક્ત થયા પછી મરિનરે જે રીતે પોતાના ઉપકરણો ખોલવાના હતા, તેમાં નિષ્ફળ રહ્યું. પરિણામે તેનું બાળમરણ થયું. એ પછી શરૃઆતમાં જે વાત કરી એ મરિનર-૪ રવાના થયુ અને સફળ પણ થયું. મંગળની ઉલટ-તપાસ કરવાની એ શરૃઆત હતી.

દરમિયાન અમેરિકાની સફળતાથી સમસમી રહેલુ રશિયા ફરી નવા કેટલાક અવકાશયાનો સાથે મેદાનમાં આવી ગયુ. રશિયાએ અમેરિકા સાથે જ ૧૯૬૪માં જ 'ઝોન્ડ-૨' રવાના કર્યું. ઝોન્ડનું કામ પણ મંગળની શક્ય એટલા નજીકથી પસાર થઈ તેના ફોટોગ્રાફ્સ મોકલવાનુ હતું. મંગળ તરફ ધસમસતા જઈ રહેલા ઝોન્ડથી મંગળ થોડોક દૂર હતો ત્યાં તેની સાથેનો સંદેશાવ્યવહાર કપાઈ ગયો. પરિણામે ઝોન્ડ કોઈ પ્રકારની વિગતો મોકલી શક્યુ નહીં. એ પછીના પાંચેક વર્ષ સુધી મંગળ તરફ આંધળુકિયા કરવાના બંધ થયા. ૧૯૬૯માં ફરી નાસાએ મરિનર સિરિઝને આગળ વધારતાં 'મરિનર-૬' લોન્ચ કર્યુ.
મરિનર-૬ પુરતી તૈયારી અને ધિરજ સાથે રવાના કરાયુ હતું. પરિણામે એ મંગળ સુધી પહોંચ્યુ, મંગળની ઊડતી મુલાકાત લીધી અને ૭૫ ફોટોગ્રાફ્સ સહિતની વિગતો પણ હાજર કરી દીધી. મરિનર-૬એ વળી મંગળથી ૪ હજાર કિલોમીટર જ દૂર રહીને ફોટોગ્રાફ્સ લીધા હતાં, એટલે તેમાં મંગળની સ્થિતિ વધારે સ્પષ્ટ થતી હતી. મરિનર-૬ના એકાદ મહિના પછી (૨૭ માર્ચ, ૧૯૬૯) અમેરિકાએ 'મરિનર-૭' પણ મંગળ તરફ મોકલ્યુ હતું. મરિનર-૬-૭ની જોડીએ એકઠા થઈને મંગળની વીસેક ટકા જેટલી સપાટીના ફોટા મોકલી આપ્યાં. મરિનર બેલડીની વિગતોથી મંગળની સપાટી કેવી છે એ જોવા ઉપરાંત ત્યાનું વાતાવરણ સમજવામાં પણ થોડી-ઘણી મદદ મળી હતી.

૧૯૬૯ના વર્ષે જ ફરી રશિયાએ મંગળ-રેસમાં જંપલાવ્યુ, પણ એ ઘડી કોઈ અમંગળ હશે. 'માર્સ-૨એમ-૫૨૧' અને 'માર્સ-૨એમ-૫૨૨' નામના બે યાનો રશિયાએ રવાના કર્યા. બન્ને યાનો ઓર્બિટર હતાં. એટલે કે તેમને માત્ર મંગળની બાજુમાંથી પસાર થઈ જવાનું ન હતું. મંગળ સુધી જઈ ભ્રમણકક્ષામાં ચક્કર કાપવાના હતા (જે કામ ભારતનું મંગળયાન પણ કરવાનું છે). નિષ્ફળતાનો ઈજારો જોકે માત્ર રશિયા પાસે ન હતો. અમેરિકાએ તૈયાર કરેલા 'મરિનર-૮'ને પણ ૧૯૭૧માં નિષ્ફળતા મળી હતી. મરિનર-૮ ઓર્બિટર હતું, પરંતુ લોન્ચિગં વખતે જ નિષ્ફળ નિવડયુ હતું. તો પછી રશિયાએ તુરંત રવાના કરેલુ 'કોસ્મોસ-૪૧૯' પણ લોન્ચિંગ ટાણે જ પાણીમાં બેસી ગયુ હતું.
પહેલુ સફળ ઓર્બિટર યાન હતું 'મરિનર-૯'. ૧૯૭૧ની ૩૦મી મેના દિવસે લોન્ચ થયા પછી ૧૯૭૧ની ૧૩મી નવેમ્બરે મરિનર-૯ મંગળની કક્ષામાં પહોંચ્યુ. અહીં તેણે મંગળ ફરતે ૨૭ ઓક્ટોબર, ૧૯૭૨ સુધી પરિભ્રમણ કર્યુ. એ દરમિયાન મંગળની ૭,૩૨૯ તસવીરો પણ મોકલી. એ તસવીરો દ્વારા પહેલી વખત ખબર પડી કે મંગળની સપાટી પર ધૂળ-ડમરીના મોટેપાયે તોફાનો ચાલતા જ રહે છે. મંગળની સપાટી પર જ્વાળામુખી છે એ અંદાજ તો હતો પરંતુ કેવા-કેવડા-કેટલાક છે એ મરિનર-૯ને કારણે જાણી શકાયુ.
મરિનર-૯ પછી રશિયાએ ૧૯૭૧માં મંગળ પર માર્સ સિરિઝના ૩ યાનો મોકલ્યા. પરંતુ તેમાં રાજકીય પક્ષોએ આપેલા બંધની જેમ મિશ્ર પ્રતિસાદ મળ્યો. નોંધ લેવી પડે એવી સફળતા માર્સ-૩ને મળી હતી. માર્સ-૩ મંગળની સપાટી પર ઉતરવામાં સફળ રહ્યું હતું! જોકે ઉતરાણની ૧૪ સેકન્ડ પછી માર્સ-૩ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો, એટલે તેનું ઉતરાણ કોઈ વિગત આપી ન શક્યું. પરંતુ મંગળ પર પગ મુકવાની જગ્યા મળી એ જ મોટી વાત હતી.
'માર્સ-૪' મંગળ પર ઉતરાણ ન કરી શક્યું એટલે બાજુમાંથી પસાર થઈ ગયું. 'માર્સ-૫' ઉતર્યુ અને માહિતી મોકલવાનું ચાલુ કર્યું, પરંતુ નવ દિવસ પછી તેનોય સંપર્ક કપાઈ ગયો. 'માર્સ-૬' તથા 'માર્સ-૭' આંશિક રીતે સફળ રહ્યાં. અમેરિકાએ 'વાઈકિંગ' યાનો દ્વારા ૧૯૭૫માં ફરી મંગળફેરા શરૃ કર્યા. વાઈકિંગ-૧ને મંગળને ફરતે ચક્કર મારી મંગળ પર ઉતરવામાં સફળતા મેળવી. એટલુ જ નહીં એ સતત ૬  વર્ષ, ૧૧૬ દિવસ સુધી જવાબ પણ આપતુ રહ્યું, એટલે કે પૃથ્વી સાથે સંપર્કમાં રહ્યું. એ વખતે વાઈકિંગ-૧એ સતત ધબકતા રહેવાનો વિક્રમ સર્જ્યો હતો. એ વર્ષે જ વાઇકિંગ-૨ પણ રવાના થયુ હતું અને સફળ રહ્યુ હતું. વાઈકિંગ યાનબંધુઓ પહેલા એવા યાનો હતાં જેમણે મંગળની સપાટી પર મિથેનની હાજરી પારખી હતી. મંગળ પર મિથેન હોવાની ખબર પડયા પછી જ ત્યાં જીવજગત છે, નથી.. એ રામાયણ શરૃ થઈ છે. મંગળની ધરતીનો ક્ષીતિજ દેખાય એવો પહેલો ફોટો પણ વાઈકિંગ-૨એ મોકલ્યો હતો.

દોઢેક દાયકાના વિરામ પછી ફરી રશિયાએ ૧૯૮૮માં 'ફોબસ-૧' અને 'ફોબોસ-૨' યાનો રવાના કર્યાં. તેનું કામ મંગળ નહીં પરંતુ મંગળના 'ફોબોસ' નામના ઉપગ્રહનો બાયોડેટા તૈયાર કરવાનો હતો. તેમાં એ બન્ને યાનોને ખાસ સફળતા મળી નહીં. ૧૯૯૨માં અમેરિકાએ 'માર્સ ઓબ્ઝર્વર' મોકલ્યુ, પણ એ મંગળ પર પહોંચ્યુ એ સાથે જ સંપર્ક બંધ થઈ ગયો. ૧૯૯૬માં અમેરિકાએ 'માર્સ ગ્લોબલ સર્વેયર' મોકલ્યુ. નિર્ધારિત સમય કરતાં એ ચારગણો વધુ વખત કાર્યરત રહ્યું અને એ દરમિયાન મંગળની ૨ લાખ, ૪૦ હજાર જેટલી તસવીરો મોકલી. ૧૯૯૬માં વિભાજન પામેલા રશિયાએ 'માર્સ ૯૬' નામનુ યાન મોકલ્યુ, જે નિષ્ફળ રહ્યુ હતું. એજ વર્ષે પાછુ નાસાએ મોકલેલુ 'માર્સ પથફાઈન્ડર' સફળ થયું.

મંગળ પર ૧૯૬૦થી ચાલી આવતી રશિયા-અમેરિકાની મોનોપોલીમાં ત્રીજા પક્ષની એન્ટ્રી ૧૯૯૮માં થઈ. જાપાને મંગળ પર એ વર્ષે 'નોઝોમી' નામનું યાન રવાના કર્યુ, પરંતુ તેને સફળતા મળી નહીં. એ દરમિયાન ચારેક વર્ષમાં નાસાએ બીજા ૪ યાનો મંગળ પર પાર્સલ કરી દીધા હતાં. જાપાન પછી 'યુરોપિયન સ્પેસ એજન્સી (ઈસા)'ને મંગળમાં રસ પડયો. ઈસાએ જુન ૨૦૦૩માં 'માર્સ એક્સપ્રેસ' મોકલ્યુ અને પહેલે જ ધડાકે સફળતા પણ મળી. બે વર્ષ પછી ઈંગ્લેન્ડે એકલેપંડે 'બિગલ-૨'  રવાના કર્યુ. પરંતુ ઈંગ્લેન્ડને સફળતા મળી. એ પછી ઈંગ્લેન્ડે એકલા અવકાશયાત્રાઓ કરવાનો ધખારો પણ મુકી દીધો છે.
અમેરિકાના 'સ્પિરિટ', 'ઓપોર્ચ્યુનિટી', 'માર્સ રિકોનિસન્સ ઓર્બિટર' 'ફિનિક્સ', 'ડોન' અને ઈસાનું 'રોસેટ્ટા' ૨૦૦૩થી ૨૦૦૭ સુધીમાં સફળતાપૂર્વક મંગળ મિશને પહોંચ્યા અને પોત-પોતાનું કામ પણ કર્યું. સ્પર્ધામાંથી લગભગ ફેંકાઈ ગયેલા રશિયાએ ૨૦૧૧માં ફરી પ્રયાસ કર્યો. ગમે તે કારણસર રશિયાને મંગળને બદલે તેના ઉપગ્રહમાં રસ પડયો હોય એમ ફોબસના અભ્યાસ માટે 'ફોબોસ ગ્રાન્ટ' રવાના કર્યું, જે પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર જ ન નકળી શક્યું! મૂછે લિંબુ લટકાવી ફરતા ચીનનુ યિંગહૂઓ-૧ પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી જ ખોટા સિક્કાની માફક પરત ખાબક્યુ.
છેલ્લે ૨૦૧૧માં નાસાએ 'માર્સ સાયન્સ લેબોરેટરી-ક્યુરિયોસિટી' મંગળની સફરે મોકલ્યુ છે. ૬ ઓગસ્ટે મંગળ પર પહોંચેલા ક્યુરિયોસિટીએ સફળતાપૂર્વક એક વર્ષ પુરું કરી નાખ્યુ છે અને હજુ બીજુ વર્ષ પણ તેને કશો વાંધો આવે એમ નથી. દરમિયાન આ વાંચતા હશો ત્યાં સુધીમાં કોઈ વિઘ્ન નહીં આવ્યુ હોય તો ભારતનું મંગળયાન પણ મંગળની દિશાએ ડગલા ભરવા માંડયુ હશે.





No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.