Friday, December 28, 2012

MAHABHARAT & RAMAYAN

  રામાયણ    ચિત્ર:Valmiki-writes-ramayan.jpg

રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.
1.      બાલકાંડ 2.      અયોધ્યાકાંડ   3.      અરણ્યકાંડ   4.    કિષ્કિંધાકાંડ   5.સુંદરકાંડ   6.  યુદ્ધકાંડ - લંકાકાંડ 7.      લવકુશકાંડ - ઉતરકાંડ
હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયામલેશિયાથાઇલેન્ડકંબોડીયાફિલિપાઇન્સવિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખુબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

રામાયણ ની રચના


ઋષિ વાલ્મિકી
ઋષિ વાલ્મિકી જંગલમાં આદિવાસી સાથે ઉછરેલા હતા. અને પુર્વજીવનમાં લુંટ નો ધંધો કરી કુટુંબનું ભરણપોષણ કરતા. કોઇવાર જંગલમાં તેમને નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ પુછ્યું કે તું જે લોકો માટે આ પાપ કરે છે તેઓ શું તારા પાપના ભાગીદાર થશે ખરા? વાલ્મિકીએ તેમના કુટુંબીને જ્યારે આ પુછ્યુ ત્યારે જવાબ મળ્યો કે કોઇ કોઇના પાપનું ભાગીદાર હોતું નથી. સૌએ પોતાના પાપની સજા પોતે જ ભોગવવી પડે છે. આ પ્રસંગે વાલ્મિકીની આંખો ખૂલી ગઇ. આ પછી તેઓ પોતાના પાપના પ્રાયશ્ચિત તરીકે લોક કલ્યાણના કાર્યમાં પ્રવૃત થયા. અને આગળ જતા ઋષિનું પદ પામ્યા અને પોતાના કાર્ય માટે આશ્રમની સ્થાપના કરી.
એક દિવસ વાલ્મિકી તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો. સારસ પક્ષી વિંધાયને પડયું અને આ જોઇ ઋષિ વાલ્મિકીના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો.
મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્
હે નિષાદ ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તે આ કામક્રીડ઼ા માં મગ્ન ક્રૌંચ /કૂજ પક્ષિઓમાંથી એક ની, વિના કોઇ અપરાધ હત્યા કરી દીધી છે.

આ પ્રસંગ બતાવે છે એક લુંટારામાંથી ઋષિ થયેલા વાલ્મિકી નું હ્રદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મિકીને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતા એક પારધી ને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઇ તે વાતની ખુશી થઇ.
આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મિકીને મળવા આવ્યા ત્યારે વાલ્મિકીએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી ને કરી. વાલ્મિકીએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે આ અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પુછ્યુ કે શું એવી કોઇ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધાજ ગુણો આત્મસાત્ થયા હોય?
આ સમયે નારદજીએ વાલ્મિકીને રામ ના જીવન વિષે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઇ. આ જ અરસામાં સીતા વાલ્મિકીના આશ્રમમાં રહેવા આવ્યા અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યુ. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા.

રામાયણની પૃષ્ઠભૂમિ


રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રાજા રામની જીવન કથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમય ગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતુ. રાવણ પુરી પૃથ્વી પર શાસન કરતો હતો અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.
રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવ જાતિઓ હતીજ્યારે વાલ્મિકી રામાયણમાં આ વિષે કોઇ ચોખ્ખાઇ કરવામાં આવી નથી. મનુષ્યદેવકિન્નરગાંધર્વ,નાગકિરાતવાનરઅસુરરાક્ષસ - આ બધી જુદી જુદી માનવ જાતિઓ હોઇ શકે છે. પરંતુ દરેક સમુહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય - જેમ કે - ઉડવુંપર્વત કે શિલા ઉંચકવીવિમાનમાં ફરવુંશરીરનું રૂપ બદલવું વગેરે.
કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો.

સામાજીક જીવન


રામાયણમાં વર્ણવેલું રામ-રાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. વાલ્મીકી રામાયણમાં ચાતુર્વર્ણવ્યવસ્થા નો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. પણ ત્યારે વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી તેવું ન માની શકાય. રામાયણમાં બ્રાહ્મણ,ક્ષત્રિયવૈશ્યશૂદ્ર શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ગુહ જંગલમાં ઉછરેલો, જંગલના રાજાનો પુત્ર હતો. પરંતુ મહાભારતમાં જેમ એકલવ્યને જંગલના રાજાના પુત્ર હોવાથી શિક્ષણ આપવામાં આવતું નથી તેવું રામાયણમાં જોવા મળતુ નથી. રામાયણમાં ગુહ રામની સાથે જ ભણે છે અને રામના મિત્ર તરીકે ગણાય છે.
વાનરો જંગલમાં રહેતા હતા; છતાં તેમને કોઇ રીતે હલકા ગણવામાં આવ્યા નથી. ઉલટું રામ તેમનો આશરો લે છે અને તેના રાજા સુગ્રીવને પોતાનો પરમ મિત્ર માને છે. રાક્ષસો સાથે રામને દુશ્મની હતી અને ઘણા રાક્ષસોને તેમણે માર્યા, પરંતુ વિભીષણ રાક્ષસ કુળનો હોવા છતાં તેને શરણ આપ્યુ અને તેને લંકાનો રાજા બનાવ્યો. ઉપરાંત રાવણને પણ અગ્નિસંસ્કાર કરવા માટે રામે આગ્રહ રાખેલો.
ઋષિઓ ત્યારે જંગલમાં રહી યજ્ઞો કરતા દર્શાવવામાં આવ્યા છે. અને તેઓ એકલા નહી પરંતુ મોટા સમૂહોમાં રહતા હતા. ઘણા ઋષિઓને મોટા મોટા આશ્રમો, પોતાના વનો, સરોવરો કે તળાવો હતા. એટલે કે તેમના આશ્રમો એટલા વિશાળ હતા કે તે પર્વતો, સરોવરો કે પુરા વનને આવરી લેતા.
લોકોનું જીવન ચાર ભાગોમાં વહેચાયેલું હતુ - બ્રહ્મચર્યગૃહસ્થવાનપ્રસ્થ અને સંન્યાસ.
પૃથ્વી પર અનેક રાજ્યો હતા અને દરેક રાજ્યમાં રાજા અને રાજાની નીચે અમાત્યો હતા. દરેક રાજ્યમાં મોટો પુત્ર જ રાજ્યનો વારસદાર થતો. સીતા ત્યાગના પ્રસંગ પરથી જાણવા મળે છે કે લોકોને પોતાની પસંદગી-નાપસંદગી વ્યક્ત કરવાનો અધિકાર હતો અને રાજા પ્રજાની ઇચ્છાને અનુરૂપ જીવતો. સ્ત્રીઓને રાજ્ય કારભારમાં પુરતો અધિકાર જણાય છે. સ્ત્રીની બુદ્ધિ વિષે - ખાસ કરીને કૈકેયીના પ્રસંગે - વાલ્મીકી રામાયણમાં થોડા ઉલ્લેખો છે જે તેની બુદ્ધિને ચંચળ, સ્વાર્થી કે દીર્ઘદ્રષ્ટિ વગરની માને છે. પરંતુ સાથે સાથે અનુસુયા, સીતા, મંદોદરી, તારા વગેરેના વખાણ કરવામાં આવ્યા છે. રાવણ અને વાલી બન્ને નો નાશ તેમની પત્નીના કહેવાનો અનાદર કરવાથી થયો હતો.
રામના જીવનનો બોધ કુટુંબજીવનને આદર્શ બનાવવાનો છે જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને, પત્ની પતિની આજ્ઞા માને, પતિ પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે - વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

 રામાયણના પાત્રો

રામ - રામાયણનું મુખ્ય પાત્ર.
સીતા - રામના પત્ની.
લવ - રામ અને સીતાનો પુત્ર.
કુશ- રામ અને સીતાનો પુત્ર.
દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
કૌશલ્યા - રામની માતા.
કૈકૈયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા
લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.
ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.
શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.
જનક-સુનયના - સીતાના પિતા-માતા.
ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ
વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
સુગ્રીવ - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
વાલી - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.
તારા - વાલીની પત્ની.
હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.
જાંબુવન - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
અંગદ - વાલીનો પુત્ર
નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
સંપાતિ - જટાયુનો મોટો ભાઈ.
રાવણ - લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
મંદોદરી - રાવણની પટ્ટરાણી.
વિભીષણ - રાવણનો નાનો ભાઈ અને મંત્રી.
કુંભકર્ણ - રાવણનો નાનો ભાઈ.
શૂપર્ણખા - રાવણની બહેન.
ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
મારિચ - તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
મેઘનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
ઉર્મિલા - લક્ષમણના પત્ની.
માંડવી - ભરતના પત્ની.

રામાયણનો સંદેશ


મહર્ષિ વાલ્મિકી રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઇ એવા માનવના જીવન વિષે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે.
  • રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો નીજી સ્વાર્થ છોડી દેવો.
  • રામ, ભરત- ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યાસુખ કરતા વધુ મહત્વ ધરાવે છે.
  • સીતા - પતિ વગર રાજ્યમાં રહેવુ તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવુ વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડે પગે મદદ કરવી
  • લક્ષ્મણ - તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.
  • હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.
  • સુગ્રીવ - મિત્રતા.
  • વાલી, રાવણ - શક્તિનુ અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવુ.
  • વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણ ને પણ મારી શકીએ.
મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે.

બીજા રામાયણ


મૂળ રામાયણ તે વાલ્મિકી રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલુ છે જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્વિક રહસ્ય સમજાવે છે.
તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિતમાનસ ની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.
વીસમી સદીમાં મોરારીબાપું રામાયણની કથા કહેવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭-૮૮ માં રામાનંદ સાગરે રામાયણ પરથી ટી.વી. સીરીઝ બનાવી હતી જે ખૂબ લોકપ્રિય થઇ હતી.


રામાયણના ફેરફારો


નીચેના પ્રસંગો રામાયણમાં પાછળથી ઉમેરવામાં આવ્યા છે કારણ કે તે મૂળ વાલ્મિકી રામાયણમાં નથી.
  • અહલ્યા પત્થરની મૂર્તિ બની ગઇ તે પ્રસંગ વાલ્મિકી રામાયણમાં નથી. અહલ્યાને છોડીને ગૌતમ ઋષિ જતા રહે છે પછી અહલ્યા એકલવાયું જીવન જીવે છે જેમાં તે કોઇ સાથે બોલતી નથી. વિશ્વામિત્ર રામને તેના આશ્રમમાં લઇ આવે છે જેથી અહલ્યા ફરીથી પ્રસન્ન ચિત્ત થાય છે અને ગૌતમ મુનિ તેને ફરીથી સ્વીકારે છે. રામનું પત્થરની મૂર્તિ ને પગથી સ્પર્શ કરવો વગેરે રૂપક કલ્પના છે.
  • મિથિલા નગરીમાં રામ જાય છે ત્યારે સીતાનો સ્વયંવર નથી હોતો પરંતુ કોઇ યજ્ઞ ચાલતો હોય છે જેમાં કૌતુક ખાતર વિશ્વામિત્ર અને જનક રામને ધનુષ બતાવે છે. તે ધનુષ વજનદાર અને ખૂબ જુનુ હોય છે જે રામ ઉપાડીને જ્યારે સંધાન કરે છે ત્યારે જુનુ હોવાથી તુટી જાય છે. જનક રામના પરાક્રમથી ખુશ થઇ સીતાને પરણાવવાની વાત કરે છે.
  • ઉર્મિલા જ જનક રાજાની પુત્રી હોય છે. સીતા તેમને જમીનમાંથી મળેલી હોય છે જ્યારે માંડવી અને શ્રુતકીર્તિ જનકના ભાઈ કુશધ્વજની પુત્રીઓ છે.
  • લગ્ન વખતે રામની ઉંમર ૧૬ વર્ષની છે. રામ-સીતાના લગ્ન પછી તેઓ અયોધ્યામાં ૧૨ વર્ષ રહે છે. આથી વનવાસ વખતે રામની ઉંમર ૨૮ વર્ષની હોય છે.
  • કૈકેયી કોઇ યુદ્ધ વખતે ઘાયલ દશરથને બચાવી દૂર લઇ જાય છે. રથના પૈડાંમાં આંગળી નાંખવાની વાત વાલ્મિકી રામાયણમાં નથી.
  • ગંગા પાર કરતી વખતે કેવટનો પ્રસંગ પણ તુલસીદાસની કલ્પના છે. વાલ્મિકી રામાયણમાં ગુહ રાજાના નાવિકો રામને ગંગા પાર કરાવે છે.
  • દરેક આશ્રમમાં ઘણા ઋષિમુનિઓ રહેતા હોય છે. આશ્રમો ખૂબ વિશાળ અને પોતાના વનો, બગીચાઓ ધરાવતા હોય છે. દરેક આશ્રમમાં ખાવા માટે મુખ્યત્વે કંદ, મૂળ, ફળો વગેરે પ્રાપ્ય હોય છે અને દરેકને માટે રહેવાની અલગ વ્યવસ્થા હોય છે.
  • ભરત અયોધ્યાના લોકો અને સેના સહિત ગંગા પાર કરે છે; ગુહ રાજાના નાવિકો બધી જ હોડીઓમાં પુરા રસાલાને રથો, સામાન સહિત નદી પાર કરાવે છે. હાથીઓ તરીને નદી પાર કરે છે.
  • ચિત્રકુટમાં રામ જ્યાં રહે છે ત્યાં બીજા બ્રાહ્મણો કે વાનપ્રસ્થ લોકો પણ વસતા હોય છે.
  • ચિત્રકુટ છોડ્યા પછી દંડકારણ્યમાં રામ દશ વર્ષ સુધી રહે છે જે દરમિયાન બધા ઋષિઓની સાથે રહે છે અને એક આશ્રમથી બીજા આશ્રમ એમ ફરતા રહે છે.
  • ખર-દૂષણના વધ વખતે રામ ઘાયલ થાય છે અને તેમને લોહી પણ નીકળે છે. લગભગ ત્રણ મુહુર્ત કે આઠ કલાકના યુદ્ધમાં ખર-દૂષણની ૧૪ હજારની સેનાનો નાશ થાય છે. ઘણા સૈનિકો ભાગી જાય છે અને રાવણને સમાચાર આપે છે. આ પછી રાવણ મારીચ પાસે રામ વિષે જાણવા જાય છે. મારિચ તેને રામને કશુ ન કરવા સલાહ આપે છે જેથી રાવણ પાછો લંકા જાય છે. ફરીથી શૂપર્ણખા ના કહેવા પછી તે મંત્રી જોડે ચર્ચા કરી સીતાનું અપહરણ કરવાનો વ્યૂહ ઘડે છે.
  • લક્ષમણ જ્યારે રામને શોધવા સીતાને એકલા મુકી જાય છે ત્યારે સીતા ઘરની બહાર હોય છે. લક્ષ્મણ રેખાનો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ નથી.
  • રાવણ બ્રાહ્મણનો વેષ ધરી સીતાને જોવા આવે છે. તે ભિક્ષા માંગવા આવતો નથી. આતિથ્ય સત્કારના ધર્મ મુજબ સીતા તેને કંદ,મૂળ,ફળો આપે છે. રાવણ સીતાને પોતે રાવણ હોવાનું અને પોતાની સાથે ચાલી નીકળવાની વાત કરે છે જેનો સીતા ઇન્કાર કરે છે. આથી તેને કેડેથી પકડી લઇ રાવણ ચાલતો થાય છે અને પોતાના રથમાં લઇ જાય છે.
  • રાવણ એકલો નથી હોતો; બલકે તેની સાથે તેના સેવકો અને સારથી હોય છે જેનો જટાયુ સાથેના યુદ્ધમાં નાશ થાય છે.
  • રામ શબરીને મળવા જાય છે ત્યારે તેને શબરી ફળો વગેરે આપી સ્વાગત કરે છે. શબરીના એઠા બોર ખાવા તે કોઇ કવિની કલ્પના છે.

 


વાલ્મીકિ કૃત રામાયણ
અન્ય પાત્રો
સ્થળો

મહાભારત

કુરુક્ષેત્ર યુદ્ધ ની હસ્તપ્રત ચિત્ર
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEgLOAUbnI5OPaU5_8OSzPVxlAObt85CPyqHUzfRv4INEryroo9rkot8sDRxCvvaIQjv3tFm5A9cCuEivN3_VQ1PyrUN9dBn_abHZXXP1OEe9cCbUDsjBud79PQs9toK0oY-8aUsNIU8dabEOPJDY7CMI1IbesjPSFKaawrhmsXx-DGvxmjX-YeYwGR8lF46=
કૃષ્ણઅર્જુન કુરુક્ષેત્રમા‌ 18-19મી સદીના પેઈન્ટીંગ.
મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે.હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સોકૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનનાસારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ ગીતા(ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદ વ્યાસ ના પ્રિય શિશ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા ને વિસ્તાર સહિત કહેવાથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.


સ્વયં વ્યાસજી આ ગ્રન્થ માટૅ ઍમ લખે છે કે
,પરિચય

યદિહાસ્તિ તદન્યક્ષત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્
એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથો છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઇ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઇ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનુ પુર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ મહાભારત તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન જ નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: "જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસારમાં કોઇને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."
મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મઅર્થકામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

પૃષ્ઠભૂમિ અને ઇતિહાસ

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEhkeLRkAKO64PnhXrejHlInTOYfzWrNRGubPjdXfZbalr59ehD4ewucin5qJmcWKYbdSy31nMosFpNHqTd2NaoUuVgtzmmNco8YRPM_nlPOEJVQPj_4iQQvoIY1SAEYv73bnbl1qbSoZ_MsWaRqeUezzb1sgE0Cqly-9e76cz3za8mOmBj-vUq00FmUjvinTgih6gD1RKtEbNbL2XJbFxcwOBzqdA=
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEgLOAUbnI5OPaU5_8OSzPVxlAObt85CPyqHUzfRv4INEryroo9rkot8sDRxCvvaIQjv3tFm5A9cCuEivN3_VQ1PyrUN9dBn_abHZXXP1OEe9cCbUDsjBud79PQs9toK0oY-8aUsNIU8dabEOPJDY7CMI1IbesjPSFKaawrhmsXx-DGvxmjX-YeYwGR8lF46=
અંગકોર વાટ ખાતે વ્યાસ માટે મહાભારત લખતાગણેશ નુ નિરુપણ.
કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા-લખતા ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના 'જયગ્રંથ' થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.
આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.[૧]
શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મણનો આધુનિક આધાર બન્યો છે.
આર્યભટ્ટ ની મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઇ.
મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

મહાભારત: અનુપમ કાવ્ય

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુ-વંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઇમા સત્યની હાની થયેલ. આ કલિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામા આવે છે. જેમા તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.

કથા

મહાભારતની કથામા એકસાથે ઘણીબધી કથાઓ વણાયેલી છે, જેમાંની અમુક મૂખ્ય કથાઓ નીચે મૂજબ છે:
કર્ણ ની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઇ ગઇ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિર નો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલા તેને મળેલાં વરદાનની પરખ કરવાં સુર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમા મુકી નદીમા પધરાવી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીખે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. કોઇ અસ્ત્ર કે સસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલાં કોઇપણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નથી, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી(સંદર્ભ આપો)) ક્પટથી તેનુ કવચ અને કુંડળ લઇ લિધાં હતાં નહીતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને જીતવો ઘણું અઘરૂં થઇ પડ્યું હોત.
ભીષ્મ ની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુ હતું, કારણકે, તેમના પિતા શાંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શાંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.
ભીમ ની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામિભક્તિનાં કારણે ઓળખાતા હતા.
યુધિષ્ઠિર ની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યું નહોતું અને માત્ર એક જ વખત કૃષ્ણ ના કારણે જુઠું તેમણે બોલવું પડ્યું હતું.

સંક્ષિપ્ત કથા

ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશજ શાંતનુ હસ્તિનાપુરમાં રાજય કરતા હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEgLOAUbnI5OPaU5_8OSzPVxlAObt85CPyqHUzfRv4INEryroo9rkot8sDRxCvvaIQjv3tFm5A9cCuEivN3_VQ1PyrUN9dBn_abHZXXP1OEe9cCbUDsjBud79PQs9toK0oY-8aUsNIU8dabEOPJDY7CMI1IbesjPSFKaawrhmsXx-DGvxmjX-YeYwGR8lF46=
સત્યવતી, જે માછીમાર સ્ત્રી છે, ને પ્રસન્ન કરતા શાન્તનુ. રાજા રવિ વર્મા દ્વારા પેઈન્ટીંગ.
ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાના લગ્ન ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.
ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.
સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુરોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.
પાંડુને બે પત્ની છે - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.
કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.
પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિરઅર્જુન અને ભીમપુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.
હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધનદુ:શાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEgLOAUbnI5OPaU5_8OSzPVxlAObt85CPyqHUzfRv4INEryroo9rkot8sDRxCvvaIQjv3tFm5A9cCuEivN3_VQ1PyrUN9dBn_abHZXXP1OEe9cCbUDsjBud79PQs9toK0oY-8aUsNIU8dabEOPJDY7CMI1IbesjPSFKaawrhmsXx-DGvxmjX-YeYwGR8lF46=
માછલી ની આંખ વીંધતો અર્જુન, હોયશાલા સામ્રાજ્ય દ્વારા બનાવવામાં ચેન્નકેશવ મંદિર.
https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEgLOAUbnI5OPaU5_8OSzPVxlAObt85CPyqHUzfRv4INEryroo9rkot8sDRxCvvaIQjv3tFm5A9cCuEivN3_VQ1PyrUN9dBn_abHZXXP1OEe9cCbUDsjBud79PQs9toK0oY-8aUsNIU8dabEOPJDY7CMI1IbesjPSFKaawrhmsXx-DGvxmjX-YeYwGR8lF46=
દ્રૌપદી નું વસ્ત્રાહરણ.

સંરચના

1.       આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન
2.       સભાપર્વ - મય દાનવ દ્વારા ઇંદ્રપ્રસ્થમાં ભવનનું નિર્માણ. દરબાર ની ઝલક, દ્યૂત ક્રીડા અને પાંડવોનો વનવાસ
3.       અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન
4.       વિરાટપર્વ - રાજા વિરાટનાં રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ
5.       ઉદ્યોગપર્વ- યુદ્ધ ની તૈયારી
6.       ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ગીતા આવે છે)
7.       દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ
8.       કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ
9.       શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ
10.    સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સુતેલી પાંડવ સેનાનો વધ
11.    સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રિઓ દ્વારા મૃત લોકો માટે શોક
12.    શાંતિપર્વ - યુધિષ્ઠિર નો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશા-નિર્દેશ
13.    અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ
14.    અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન
15.    આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાન્ધારી અને કુન્તીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન
16.    મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ
17.    મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઈઓ ની સદ્‍ગતિ નો પ્રથમ ભાગ
18.    સ્વર્ગારોહણપર્વ - પાંડવોં ની સ્વર્ગ યાત્રા
આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપસંહાર પણ પાછળથી મહાભારતમાં જોડવામાં આવ્યો હતો જેને હરિવંશપર્વ કહેવામાં આવે છે. આ પર્વમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.
મહાભારત ના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકે નો દરજ્જો રાખે છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:-
1.       ભગવદ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વમાં અર્જુનને આપવામાં આવેલ ઉપદેશ.
2.       નલ દમયન્તી : અરણ્યકપર્વ માં એક પ્રેમકથા
3.       કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણની કથા
4.       રામાયણ : અરણ્યકપર્વમાં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં
5.       ૠષ્ય ૠંગ : એક ૠષિ ની પ્રેમકથા
6.       વિષ્ણુસહસ્ત્રનામ : વિષ્ણુનાં ૧૦૦૦ નામોનો મહિમા, શાંતિપર્વ માં

આધુનિક મહાભારત

કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રમ્હાંડીય ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શિખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.
૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજુઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહેલી વાર આ ફિલ્મ અંગ્રેજીમાં બની.

મહાભારતનાં પાત્રો


અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતી પામ્યો
અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી
અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન, ધૃતરાષ્ટ્રની માતા
અંબાલિકા: વિચિત્રવીર્યની પત્ની, અંબિકા અને અંબાની બહેન, પાંડુરાજાની માતા
અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો
બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર
બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું
ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાનો પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મનાં નામે ઓળખાયા
દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવોની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે
દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા
દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં
દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો
દુ:શાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીને વાળથી પકડીને લાવ્યો હતો
એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન (પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો
ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય
ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધ્રુતરાષ્ટ્રની પત્ની
જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો
કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કર્ણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રનાં નામે પણ ઓળખાયો
કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં
કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો
કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે
પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ
પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી કરી હતી
શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા
ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની
મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો
ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પિતા તથા મહાભારતનાં યુદ્ધ સમયે હસ્તીનાપુરનાં રાજા
કુંતી/પૃથા: પાંડવોની માતા
ઘટોત્કચ ભીમ અને હીડિમ્બાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું, તે બાણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો.
બર્બરીક ઘટોત્કચનો પુત્ર

કુરુ વંશવૃક્ષ























































































































































































































































































































































































  



















































  




















































































(૯૮ પુત્ર)






























































































































































































સંજ્ઞાસૂચિ
  • પુરુષ: ભૂરી કિનારી
  • સ્ત્રી: લાલ કિનારી


































No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.