Thursday, January 05, 2012

TERITORY


અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
અંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડી ની દક્ષીણમાં હિંદ મહાસાગર માં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.
અંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ છે અંદામાન અને નિકોબાર. ૧૯૭૪ માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઇ. ૨૦૦૧ માં અંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષીણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.
અંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાનાં ૨૬ ટાપુપર માનવ વસવાટ છે. હુગલી નદી ના મુખથી ૯૫૦ કિ.મી. ના અંતરે આવેલા છે. મ્યાનમાર ના કેપ નેગ્રેસ થી ૧૯૩ કિ.મી. દુર છે. અંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભુમિ (મેઇન લેંન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે.સુમાત્રા થી ૫૪૭ કિ.મી. દુર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઇ ૫૧ કિ.મી. છે. અંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ કિ.મી. ² છે.


ચંડીગઢ
ચંડીગઢ ખાતે આવેલો રોક ગાર્ડન
ચંડીગઢ (પંજાબી:) ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોની રાજધાની છે. પણ તે પોતે આ બે માંથી એક પણ રાજ્યનો ભાગ નથી, તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે.

દમણ અને દીવ
દમણ અને દીવ  ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર દમણ છે. દમણ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલું છે જ્યારે દીવ એ અરબ સાગરમાં તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા નજીક આવેલો ટાપુ છે.
ઇતિહાસ
આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆદીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
દમણ અને દીવના જિલ્લાઓ


દાદરા અને નગર હવેલી
દાદરા અને નગર હવેલી  ભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સિલવાસા છે. નગર હવેલીગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.
દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ
દાદરા અને નગર હવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.


પૉંડિચેરી
પૉંડિચરી  ભારત નો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગર પૉંડિચેરી (શહેર) છે. પૉંડિચેરી ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો વારસો જોવા મળે છે.


લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ( મલયાલમદ્વીપસમુહ  ભારત દેશનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેનું પાટનગરકાવારત્તી નગરમાં આવેલું છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના દરિયા કિનારાથી ૨૦૦ થી ૩૦૦ કિ.મી. જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર અગિયાર ટાપુઓ પર માનવ વસ્તી છે. ૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે લક્ષદ્વીપની વસ્તી ૬૦,૫૯૫ છે. અહીંના બધા ટાપુઓ મળીને કુલ ૩૨ ચોરસ કિલોમીટર (૧૧ ચોરસ માઇલ) જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. ભારતને આઝાદી મળી તે પહેલાં આ ક્ષેત્ર બ્રિટિશ શાસનના મલબાર વિભાગના શાસનમાં આવતું હતું.
લક્ષદ્વીપ ટાપુઓનો નક્શો
લક્ષદ્વીપના મુખ્ય ટાપુઓ
અંન્દરોત ટાપુ પર પર્યટકો માટે જવાની અનુમતિ મળતી નથી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.