Thursday, January 05, 2012

STATE S

અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. તેનું પાટનગર ઇટાનગર છે. અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે. આવો બીજો પ્રદેશ અકસાઇ ચીન છે.

અરુણાચલ રાજ્યના જિલ્લાઓ

અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ૧૬ જિલ્લાઓ આવેલા છે.

 અંજા જિલ્લો ચેંગલોન્ગ જિલ્લો પૂર્વ કમેંગ જિલ્લો પૂર્વ સિયાંગ જિલ્લો કુરુંગ કુમે જિલ્લો લોહિત જિલ્લો નિચલી દિબાંગ ઘાટી જિલ્લો નિચલી સુબનસિરી જિલ્લો પપુમપારે જિલ્લો તવાંગ જિલ્લો તિરપ જિલ્લો ઉપરી દિબાંગ ઘાટી જિલ્લો ઉપરી સુબનસિરી જિલ્લો ઉપરી સિયાંગ જિલ્લો પશ્ચિમ સિયાંગ જિલ્લો પશ્ચિમ કમેંગ જિલ્લો

અરુણાચલ પ્રદેશનાં જોવાલાયક સ્થળો

 પરશુરામ કુંડ, લોહિત જિલ્લો

 પરશુરામ કુંડ પ્રભુ કુઠાર (કોઠાર)ના નામથી પણ ઓળખાય છે. આ સ્થળ ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ] રાજ્યનાલોહિત જિલ્લાની ઉત્તર-પૂર્વ દિશામાં જિલ્લાના મુખ્ય મથક તેઝુથી ર૪ કિલોમીટરના અંતરે આવેલું છે.

 આ કુંડ સાથે ભગવાન પરશુરામની કથા જોડાયેલી છે. એક વાર ઋષિ જમદગ્નિનાં પત્ની રેણુકા ઋષિરાજ માટે નહાવાનું પાણી લાવવા માટે ગયા હતાં. કોઇક કારણસર એમને પાણી લાવવામાં મોડું થઇ ગયું. ત્યારે કોપાયમાન થયેલા ઋષિરાજે પરશુરામજીને પોતાની માતાનો વધ કરવા માટે કહ્યું. પિતાજીની આજ્ઞાનુસાર પરશુરામે પોતાની માતાનો વધ કર્યો હતો. પણ પછી પરશુરામજીએ માતૃવધના પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ કુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારથી આ કુંડ અહીંના આસપાસના વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયો છે.

 સમય આગળ વધતાં સ્થાનિક લોકોની સાથે સાથે દૂર દૂરથી આવતા પર્યટકોમાં પણ આ સ્થળ જાણીતું બન્યું છે. વર્તમાન સમયમાં આ સ્થળ લોહિત જિલ્લાની ઓળખાણ બની ગયું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં તીર્થયાત્રીઓ ૧૪ જાન્યુઆરીના દિવસે આવતા મકરસક્રાંતિ અહીં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે આવે છે. અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે પર્યટકોની સુવિધા માટે અનેક સવલતો ઉપલબ્ધ કરાવી છે.


 

આસામ
ભાષા

આસામી,બોડો,કર્બી

રાજધાની   દિસપુર
રાજ્યપાલ   અજય સિંહ
મુખ્ય મંત્રી     તરુણ ગોગોઇ
વિસ્તાર        ૭૮૪૩૮ કિ.મી.૨


 
આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે. આસામમાં ભારતની ભૂટાન તથાબાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.

આસામ રાજ્યના જિલ્લાઓ

આસામ રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.

 ઉત્તર કછર જિલ્લો ઓદાલગુરિ જિલ્લો કરીમગંજ જિલ્લો શહેરી કામરુપ જિલ્લો ગ્રામિણ કામરુપ જિલ્લો કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લો કોકરાઝાર જિલ્લો ગોલાઘાટ જિલ્લો કછર જિલ્લો ગોલપારા જિલ્લો જોરહટ જિલ્લો દિબ્રુગઢ જિલ્લો ચિરાન્ગ જિલ્લો તિનસુખિયા જિલ્લો દારાંગ જિલ્લો ધુબરી જિલ્લો ધેમાજી જિલ્લો નલબારી જિલ્લો નાગાંવ જિલ્લો બક્સા જિલ્લો બારપેટા જિલ્લો બોંગાઇગાંવ જિલ્લો મારિગાંવ જિલ્લો લખિમપુર જિલ્લો શિવસાગર જિલ્લો (સિબસાગર) શોણિતપુર જિલ્લો હૈલાકાંડી જિલ્લો



ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ ભારતની મધ્યમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી અક્ષરો યુ.પી. થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશનું ઉચ્ચ ન્યાયાલય અલ્લાહાબાદમાં છે, અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

ઉત્તર પ્રદેશના જિલ્લાઓ

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૦ જિલ્લાઓ આવેલા છે.

 આંબેડકર નગર જિલ્લો આગ્રા જિલ્લો અલીગઢ જિલ્લો આઝમગઢ જિલ્લો અલ્હાબાદ જિલ્લો ઉન્નાવ જિલ્લો ઇટાવા જિલ્લો એટા જિલ્લો ઔરૈયા જિલ્લો
 કન્નોજ જિલ્લો કૌશમ્બી જિલ્લો કુશીનગર જિલ્લો કાનપુર નગર જિલ્લો કાનપુર દેહાત જિલ્લો (અકબરપુર જિલ્લો) ગાજીપુર જિલ્લો ગાજિયાબાદ જિલ્લો ગોરખપુર જિલ્લો ગોંડા જિલ્લો ગૌતમ બુદ્ધ નગર જિલ્લો ચિત્રકૂટ જિલ્લો જાલૌન જિલ્લો ચન્દૌલી જિલ્લો જ્યોતિબા ફુલે નગર જિલ્લો ઝાંસી જિલ્લો જૌનપુર જિલ્લો દેવરિયા જિલ્લો પીલીભીત જિલ્લો પ્રતાપગઢ જિલ્લો ફતેહપુર જિલ્લો ફાર્રુખાબાદ જિલ્લો
 ફિરોઝાબાદ જિલ્લો ફૈજાબાદ જિલ્લો બલરામપુર જિલ્લો બરેલી જિલ્લો બલિયા જિલ્લો બસ્તી જિલ્લો બદૌન જિલ્લો બહરૈચ જિલ્લો બુલન્દ શહેર જિલ્લો બાગપત જિલ્લો બિજનૌર જિલ્લો બારાબાંકી જિલ્લો બાંદા જિલ્લો મૈનપુરી જિલ્લો મહામયાનગર જિલ્લો (હથરસ જિલ્લો) મઊ જિલ્લો મથુરા જિલ્લો મહોબા જિલ્લો મહારાજગંજ જિલ્લો મિર્જાપુર જિલ્લો મુજફ્ફરનગર જિલ્લો મેરઠ જિલ્લો મુરાદાબાદ જિલ્લો રામપુર જિલ્લો રાયબરેલી જિલ્લો લખનૌ જિલ્લો લલિતપુર જિલ્લો લખિમપુર ખેરી જિલ્લો વારાણસી જિલ્લો સુલ્તાનપુર જિલ્લો શાહજહાંપુર જિલ્લો શ્રાવસ્તી જિલ્લો સિદ્ધાર્થનગર જિલ્લો સંત કબીર નગર જિલ્લો સીતાપુર જિલ્લો સંત રવિદાસ નગર જિલ્લો સોનભદ્ર જિલ્લો સહરાનપુર જિલ્લો હમીરપુર જિલ્લો, ઉત્તર પ્રદેશ હરદોઇ જિલ્લો

ઉત્તરાખંડ
ઉત્તરાખંડ (પૂર્વે ઉત્તરાંચલ તરિકે જાણીતું) નવેમ્બર ૯, ૨૦૦૦ ના રોજ ભારત નું ૨૭મું રાજ્ય બન્યું. ૧૯૯૦ના દાયકામાં તેને કઇંક અંશે શાંતિમય ચળવળ બાદ ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી છુટા પડી નવા રાજ્યનો દરજ્જો મળ્યો. તેનું પાટનગર દેહરાદૂન શહેરમાં આવેલું છે. આ રાજ્ય હિમાલયના રમણિય પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી આ પ્રદેશની સુંદરતા માણવા આવતા સહેલાણીઓનો ધસારો બારેમાસ જોવા મળે છે. વળી આ રાજ્યમાં હરદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, ગંગોત્રી,યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ જેવાં ધાર્મિક સ્થળો આવેલાં હોવાથી યાત્રાળુઓ પણ અહીંની ખુબ જ મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

ઉતરાખંડ રાજ્યના જિલ્લાઓ

ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં કુલ ૧૩ જિલ્લાઓ છે. આ માહિતી પર એક નજર.

 
ઓરિસ્સા
ઓડિશા ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે. ઓરિસ્સાની સીમાએ ઝારખંડ , પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વરછે. ઓરિસ્સા રાજ્ય, તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્ક માં આવેલા મંદીરો વિશ્વવિખ્યાત છે.

ઓરિસ્સા રાજ્યના જિલ્લાઓ

ઓરિસ્સા રાજ્યમાં કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ આવેલા છે.

 અનુગુળ જિલ્લો કટક જિલ્લો કાન્ધામલ જિલ્લો કાળાહાણ્ડિ જિલ્લો કેન્દુઝઙ જિલ્લો કેન્દ્રાપડા જિલ્લો કોરાપુટ જિલ્લ ખોર્ધા જિલ્લો ગંજામ જિલ્લો ગજપતિ જિલ્લો જગતસિંહપુર જિલ્લો યાજપુર જિલ્લો ઝારસુગડા જિલ્લો દેવગઢ જિલ્લો ધેંકનાલ જિલ્લો મયુરભંજ જિલ્લો મલ્કાનગિરિ જિલ્લો નબરંગપુર જિલ્લો નયાગઢ જિલ્લો નુઆપાડા જિલ્લો પુરી જિલ્લો બરગઢ જિલ્લો બાલેશ્વર જિલ્લો બોલાંગિર જિલ્લો બૌઢ જિલ્લો ભદ્રક જિલ્લો રાયગઢા જિલ્લો સંબલપુર જિલ્લો સુન્દરગઢ જિલ્લો સોનપુર જિલ્લો


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.