પી.એન.જીની પાઈપો લીક થાય તો ગ્લોબલ
વોર્મિંગનું પ્રમાણ વધી જાય તો શું થાય ???????????
|
સીએનજી, પીએનજી, કુદરતી વાયુ તે બધા મહદ્અંશે મીથેન વાયુ છે
કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ બાળવાથી કોલસો બાળવા કરતાં
અડધો કાર્બન ડાયોક્સાઈડ તો ઉત્પન્ન થાય છે
કુદરતી વાયુની પાઈપ લાઈનોમાંથી લીક થતો મીથેન વાતાવરણમાં જાય છે.
મીથેન વાયુ કાર્બન ડાયોક્સાઈડ કરતાં ૨૦ ગણું ગ્લોબલ વોર્મિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
|
આજે આપણે મોટા પાયે મીથેન વાયુનો ઉપયોગ ઇંધણ તરીકે કરવા લાગ્યા છીએ.
ઘણી જગ્યાએ પાઈપ દ્વારા મીથેન વાયુ અપાય છે તેને પીએનજી કહે છે.
ઘણી રીક્ષાઓ, મોટરકારો અને બસો પણ મીથેન વાયુનો ઉપયોગ કરે છે
તેને સીએનજી કહે છે. આ ઉપરાંત વીજમથકો પણ મીથેનવાયુનો
ઇંધણ તરીકે ઉપયોગ કરે છે. બાયોમાસ કે બાયોગેસમાં જે વાયુ ઉત્પન્ન થાય છે
તે પણ મીથેન વાયુ છે. મુખ્યત્વે મીથેન વાયુ ખનીજવાયુ છે અને ખનીજની તેલની
જેમ તે પણ ખનીજ તેલના કૂવાઓ કે તેના પોતાના જ કૂવાઓમાંથી નીકળે છે.
તેને કુદરતી વાયુ કહે છે. તે હાઈડ્રો કાર્બન છે. મીથેન, ઇથેન, ઓક્ટેન, બ્યુટેન વાયુઓ
હાઈડ્રો કાર્બન જ છે. ગેસના સીલીન્ડરમાં આપણને જે એલપીજી મળે છે
તે બ્યુટેન છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે પણ હાઈડ્રોકાર્બન જ છે.
આપણે જે મીથેન વાયુની વાત કરીએ છીએ તેનું એક અણુ કાર્બનના એક અને
હાઈડ્રોજનના ચાર પરમાણુનું બનેલું હોય છે. તેને કુદરતી વાયુ અર્થાત્ નેચરલગેસ
કહે છે. તેનો બહોળો ઉપયોગને સરકારને પ્રોત્સાહન આપે છે તેનું કારણ ગ્લોબલ
વોર્મિંગ છે. તેનો અર્થ એ નથી કે કુદરતી વાયુ ગ્લોબલ વોર્મિંગ કરતો નથી.
તે પણ કાર્બન ડાયોક્સાઈડની જેમ ગ્રીન હાઉસ વાયુ છે. કોલસાને બાળવાથી
જેમ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે તેમ કુદરતી વાયુને બાળવાથી પણ
કુદરતી વાયુ ઉત્પન્ન થાય છે. કોલસા કરતા કુદરતી વાયુનો ફાયદો એ છે કે તે
કોલસા કરતાં અડધા કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જીત કરે છે. આમ તે ગ્લોબલ
વોર્મિંગ ઓછું કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે કોલસાનો તે વિકલ્પ બની શકે.
તે એક વચગાળાના ઉપાય તરીકે ચાલી શકે. તેને 'બ્રીજ ફ્યુઅલ' કહે છે. જ્યાં
સુધી બિલકુલ સ્વચ્છ ઊર્જાના સ્રોતો નો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થવા ન લાગે
ત્યાં સુધી વચગાળાના ઇંધણ તરીકે તે કામ આપી શકે. પરંતુ આપણા ઘરોને અને
ઉદ્યોગોને પાઈપ લાઈન દ્વારા કુદરતી વાયુ પહોંચાડવામાં આવે છે તેનું લીકેજ
સમસ્યા સર્જી શકે છે.
તમે આ લેખ અમેરિકામાં વાંચી રહ્યા હો તો એવી પૂરી સંભાવના છે
કે તમારી શેરીમાં જ ક્યાંક ગેસ લીકેજ થઈ રહ્યું છે. 'યુ એસ એનર્જી
ઇન્ફોર્મેશન એડમીનીસ્ટ્રેશન'ના અંદાજ પ્રમાણે ગેસના ઉત્પાદન બિંદુથી
દેશના બીજા ખૂણે આવેલા ઘરો સુધી ગેસના પહોંચતા આઠ અબજ
ઘનમીટર જેટલો ગેસ દર વર્ષે ગુમાવાય છે. અલબત્ત આ બિનહિસાબી
ગેસ પૈકી કેટલોક મીટરોની ખામી અને હિસાબની ક્ષતિના કારણે હોઈ શકે છે.
પરંતુ બધો નહીં.
અમેરિકાના શહેરો બોસ્ટન અને સાન્ફ્રાન્સિસ્કોમાં જમીન નીચેની પાઈપોમાંથી
સેંકડો નહી જાહેર કરાયેલા લીકેજ બહાર આવી રહ્યા છે. બોસ્ટન યુનિવર્સિટીના
તજજ્ઞા નાથન ફિલિપ્સનું આ તારણ છે જ્યારે બીજી બાજુથી મેસેસ્યુએટ્સ
ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લીક યુટિલીટીના દસ્તાવેજોમાંથી માલૂમ પડે છે કે કેટલોક
ગેસ લીક થઈ વાતાવરણમાં જાય છે તેનું કારણ શહેરી કેન્દ્રો નીચે આવેલ જૂની
પાઈપ લાઈનો છે.
અમેરિકાના કુલ ગેસ વિતરણના ૧.૪ ટકા લીકેજ દ્વારા વ્યય પામે છે. પરંતુ મીથેન
માટે તો આ લીકેજ આપણી સ્વચ્છ ઊર્જાની મોટી આશામાં કાણુ પાડવા સમાન છે.
જ્યારે બળી ગયેલો કુદરતી વાયુ (મીથેન) ૯ કોલસો બાળવાથી ઉત્પન્ન થતો કાર્બન
ડાયોક્સાઈડનો લગભગ અડધો જથ્થો ઉત્પન્ન કરે છે ત્યારે તે સંપૂર્ણ સ્વચ્છ
પુનઃ પ્રાપ્ય (રી-યુઝેબલ) ઊર્જાના સ્રોતો ઊર્જાની જવાબદારી મહદ્અંશે પૂરી
કરવા તૈયાર ન થાય ત્યાં સુધી કુદરતી વાયુ વચગાળાનું ઇંધણ (બ્રીજ-ફ્યુઅલ
એટલે કે ઇંધણ સેતુ) બની શકે તેમ છે. જાપાનના ફુકુશીમા ન્યુક્લિઅર પ્લાન્ટસમાં
માર્ચ ૨૦૧૧માં પાણી ફરી વળતાં ન્યૂક્લિઅર પ્લાન્ટ્સ સામે ઘણો વિરોધ જગત
ભરમાં વ્યાપ્યો છે. જર્મનીની સરકારે તો ૨૦૨૨ સુધીમાં બધા જ ન્યૂક્લિઅર
પ્લાટ્સ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. પરંતુ કુદરતી વાયુ તો મિથેન
વાયુ મહદ્અંશે છે. મીથેન વાયુમાં કાર્બન ડાયોક્સાઈડ કરતા ગ્લોબલ વોર્મિંગ
૧૦૦ વર્ષના ગાળામાં કરવાની ૨૦ ગણી વધુ ક્ષમતા છે. તેથી પાઈપલાઈનોમાંથી
જે ગેસ લીક થાય છે તે પર્યાવરણ પર નોંધપાત્ર ઘાત કરે છે. ગ્લોબલ વોર્મિંગ વધારે છે.
બીજી બાજુથી ન્યૂયોર્કના ઇયાકામાં આવેલ કાર્નેલ યુનિવર્સિટીના રોબર્ટ હોવાર્થ
રોલ-ગેસનો અભ્યાસ કરે છે. રોલ ગેસ મેળવવા માટે ઉંચા દબાણવાળા પાણી,
રસાયણો અને રેતીના મિશ્રણને જમીનની નીચે ઇન્જેક્ટ (અંતઃ ક્ષિપ્ત અથવા
પિચકારીથી અંદર ધકેલવું) કરવામાં આવે છે. તે હાઈડ્રોકાર્બનથી સમૃદ્ધ ખડકો
તોડી નાખી ખોલી નાખે છે. આ ખડકને 'રોલ' કહે છે. તે સ્લેટ જેવો પણ પોચો
ખડક અને હાઈડ્રોકાર્બનથી સમૃદ્ધ હોય છે. આ પ્રક્રિયાને 'હાઈડ્રો ફ્રેકિંગ' કહે છે.
જો પ્રક્રિયા વિવાદાસ્પદ છે કારણ કે તેમાં જે રસાયણો અંદર ધકેલવામાં આવે
છે તે પાણીના પૂરવઠાને દુષિત કરે. તેમ છતાં રોલ ડીપોઝીટ પૂર્વ અમેરિકા
અને બીજા એક ડઝન જેટલા દેશો જેમાં ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાનો
સમાવેશ થાય છે. તેમાં જમીનની નીચે આવેલ છે તેણે 'ગેસનો ગોલ્ડન
એજ' (ગેસનો સુવર્ણયુગ)ની આશા જન્માવી છે. તેનો વૈશ્વિક ઉપયોગ ૨૦૩૫
સુધીમાં ૫૦ ટકાથી પણ વધારે ઉંચા જાય.
રોબર્ટ હોવાર્થની ગણતરી પ્રમાણે ૨.૨ થી ૩.૮ ટકા રોલ ગેસ તેના કૂવાઓમાંથી
લીક થાય છે અને તે પછી વધારે ૧.૪ થી ૩.૬ ટકા ટ્રાન્સપોર્ટમાં લીક થાય છે.
આટલો રોલગેસ ગ્લબલ વોર્મિંગમાં કોલસા કરતાં પણ વધારે પોતાનો ફાળો
આપવા પૂરતો છે. આમ ગ્લોબન વોર્મિંગને લાગેવળગે છે ત્યાં સુધી શેલગેસથી
કોઈ ફાયદો નથી.
કુદરતી વાયુ ઉદ્યોગે ઉપરોક્ત અભ્યાસનું વિશ્લેષણ કર્યું. તેમણે નોંધ્યું કે લીકેજીસ
ટેક્સાસ અને રશિયાની મર્યાદિત પાઈપલાઈનની મર્યાદિત ડેટાના તે આંકડા હતા.
પરંતુ તજજ્ઞા હોવાર્થે સ્વીકાર્યું કે આમાં સમસ્યા એ છે કે ગેસ કંપનીઓ તેમની
લીક-ડેટા આપતા અચકાય છે. આ ઉદ્યોગ ખરેખર ગોપનીય ઉદ્યોગ છે. તેઓ શું
કરી રહ્યા છે અને તેઓ શું નથી કરતાં તે પ્રત્યે જાહેર જનતા નજર રાખે કે
નિયમનકારો (રેગ્યુલેટર) નજર રાખે તે તેમને પસંદ નથી હોતું.
સાન ફ્રાન્સિસ્કો સ્થિત પિકાસો લેસર પર આધારિત પ્રયુક્તિથી કોઈ શેરીમાં ગેસની
સાંદ્રતા (કોન્સન્ટ્રેશન) ઝડપથી માપે છે. તે તજ્જ્ઞાનું નામ પિકાસો છે. પિકાસો
ગેસની સાંદ્રતા ઝડપથી શેરીમાં માપીને લીક ડેટા ગેપને બંધ કરવા માંડે છે.
પિકાસોનું સ્પેક્ટ્રોમીટર એક કારમાં પણ ગોઠવી શકાય છે. તે સેકન્ડના નાનકડા
ભાગમાં અબજમાં કેટલા ભાગની માત્રા છે તે સાંદ્રપા માપે છે. પરિણામે એક
સીટી સેન્ટરનો ગેસ લીકનો નક્શો એક કે બે દિવસમાં તૈયાર થઈ શકે. તે માટે
અઠવાડિયાઓની જરૃર નહીં પડે.
પિકાસો ફીલીપ્સના સહયોગમાં નક્શો બનાવે છે. અમેરિકામાં શહેરોમાં મીથેનના
અદ્રશ્ય પીંછા જેવા લીકેજનો નક્શો બનાવે છે. તાજેતરમાં ૨૦૧૧માં બોસ્ટનથી
સાન ફ્રાન્સિસ્કોથી ડેટા એકત્રમાં આવી છે તે બતાવે છે કે ગેસ લીકની સાંદ્રતા
દસ લાખે ત્રીસ ભાગની હોય છે. આ સાંદ્રતા જગતમાં પાર્શ્વભૂમાં જે માત્રા હોય છે
તેના કરતાં આ માત્રા ૧૫ ગણી છે. પાર્શ્વભૂ માત્રા તો સામાન્યતઃ તે સાંદ્રતા હોય છે
તે બતાવે છે. તેના કરતાં ૧૫ ગણી માત્રા એટલે ફીલીપ્સના મતે અસાધારણ ગણી
વધારે છે. જો કે તે આરોગ્યને ચિંતા કરાવે તેવી નથી. વળી વિસ્ફોટ થાય તેના ઉંબરા
સુધી પણ તે નથી. તેના માટે દશ લાખમાં તેની માત્રા ૫૦૦૦૦ જોઈએ.
ગટરની અંદર એટલે મેન હોલ્સના સિમિત વિસ્તારમાં જો
મીથેન લીક થાય તો ઝડપથી તેની સાંદ્રતા વધે છે.
ફીલીપ્સ અને ભૂતપૂર્વ ગેસ વર્કરે ચાર મેનહોલનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.
જુન ૨૦૧૧માં સર્વેક્ષણ કરવામાં આવેલું. તેમને થયું કે દસ
લાખે ૭૦૦૦૦ની માત્રામાં મીથેન વાયુ છે. દેખીતી રીતે વિસ્ફોટ થવાનું જોખમ હતું.
મેન હોલ પાસેથી પસાર થતી પાઈપ લાઈનો માટે જવાબદાર
નેશનલ ગ્રીડના કહેવા પ્રમાણે તે સમસ્યાથી જાગ્રત છે.
કુદરતી વાયુની સાંદ્રતાની ડેટા માત્ર આબોહવા બદલાવના જોખમ
જે ગેસ લીક સાથે સંકળાયેલ હોય તેનો ખ્યાલ આપી શકે નહીં. જો
કે તમારે લીક થતા વાયુનું કદ તમારે જાણવું જોઈએ. તજ્જ્ઞા
ફીલીપ્સે આ માપ ભેગા કરવાનું શરૃ કર્યું છે પરંતુ તે કાળું કામ છે.
દરેક લીકની અલગ અલગ રીતે ભાળ રાખવી જોઈએ. અત્યાર સુધીમાં
બોસ્ટનમાં ત્રણ જગ્યાએ લીકના નીકળતા વાયુનું કદ તે માપી શકેલ છે
. સરેરાશ એક દિવસ તે ૪.૯ ઘનમીટર લઘુત્તમ ગેસનું ઉત્સર્જન કર્યું હતું.
તે અમેરિકાના સરેરાશ ઘરમાં ઉપયોગમાં લેવાતા ૫.૭ ઘનમીટર કરતાં તે
થોડું ઓછું ગણાય. આવતા એકથી બે વર્ષમાં તજ્જ્ઞા ફિલિપ્સ એક પદ્ધતિ
વિકસાવવા માગે છે કે જે પ્રતિનિધિ લીકેજના લક્ષણ નક્કી કરે. તેથી તે
આખા તંત્રમાં કેટલા કદને વાયુ લીક થાય છે તેનો અંદાજ કાઢી શકે.
સૌથી સ્પષ્ટ બાબત એ છે કે જુનું થઈ ગયેલ ગેસનું માળખું
અમેરિકાના મોટા શહેરોના મોટા વિસ્તારોમાં ગેસ લીક કરે છે.
તજ્જ્ઞાો ફીલીપ્સ અને પિકાસોના 'ગેસ સ્નીફર' જ માત્ર આ કામ
કરવા માટે છે તેવું નથી. તાજેતરના મહિનાઓમાં ન્યુ ઇંગ્લેન્ડ ગેસ વર્કર
એસોસીએશને એવા દસ્તાવેજો મેળવ્યા જે બતાવતા હતા કે ૨૦૦૦૦થી
વધારે બિન-વિસ્ફોટક પણ જોખમી લીક્સ એકલા મેસેચ્યુએટ્સની ઉપયોગમાં લેવાની પાઈપ
લાઈનમાંથી મળેલ હતા. મેસેચ્યુએટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ
પબ્લીક યુટિલિટિસમાંથી મળેલ દસ્તાવેજ બતાવે છે
કે ઉપરોક્ત લીક્સના ૧૩૦૦૦ લીક્સમાંથી લગભગ ત્રણ કરોડ વીસ લાખ ઘનમીટર
ગેસનો દર વર્ષે વ્યય થતો હતો.
છેવટે જે ચિત્ર ઉદ્ભવે છે તે અનિશ્ચિતતાનું છે.
ફીલીપ્સન ડેટા અને દસ્તાવેજો બન્ને સૂચવે છે કે ઓછામાં
ઓછો હિસાબમાં જે ગેસ મળતો નથી તે
વાતાવરણમાં ચાલ્યો જતો મીથેન છે. તે ગ્લોબલ વોર્મિંગ કરે છે.
|
Monday, October 31, 2011
PNG GAS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.