17000 કરોડનો ખર્ચ અને 30 વર્ષની મહેનત બાદ વાયુસેનામાં શામેલ થશે પહેલુ તેજસ
તેજસને મળ્યુ એરફોર્સનુ ઓપરેશનલ ક્લીયરન્સ
ભારતનુ સ્વદેશી ટેકનોલોજી સાથે બનેલુ પહેલુ ફાઈટર પ્લેન, જોકે એન્જીન અમેરીકાનુભારતનુ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હવે વાયુસેનામાં શામેલ થવા જઈ રહ્યુ છે.આજે ભારતીય વાયુસેના દ્વારા તેને ઈનીશીયલ ઓપરેશનલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવ્યુ હતુ.30 વર્ષની મહેનત અને 17000 કરોડ રુપિયા ખર્ચાયા બાદ તેજસ વાયુસેનામાં શામે્લ થવા માટે હવે રેડી છે.તેજસ તબક્કાવાર વાયુસેનામાં મીગ 21નુ સ્થાન લેશે.
આજે તેજસે બેંગ્લોર ખાતે ફરી એક વખત ઉડાન ભરી હતી અને ડીફેન્સ મીનીસ્ટર એ કે એન્ટનીએ વાયુસેનાના વડા એનએકે બ્રાઉનીને રીલીઝ ટુ સર્વિસ ડોક્યુમેન્ટ સુપ્રત કર્યા હતા.તેજસ વિમાન ભારતે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલુ વિમાન છે.જેમાં મોટાભાગની ટેકનોલોજી ભારતના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે.
જોકે તેજસ પ્રોજેક્ટમાં થયેલા વિલંબના કારણે તેની પાછળ આસમાની ખર્ચ થઈ ચુક્યો છે.અત્યાર સુધીમાં 2420 ટેસ્ટ ફ્લાઈટ્સ યોજાઈ ચુકી છે.તેજસ પ્રોજેક્ટની શરુઆત 1983માં 560 કરોડના બજેટ સાથે થઈ હતી.2003માં અટલ બીહારી વાજપાઈએ આ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટનુ તેજસ નામ કરણ કર્યુ હતુ.તેજસના વાયુસેનામાં સમાવેશમાં થયેલા વિલંબના કારણે હજી પણ વાયુસેના 250 જેટલા જુનવાણી મીગ 21 વિમાનોથી કામ ચલાવી રહી છે.
લંબાઈ 43 ફુટ
શસ્ત્રો સાથે વજન 9500 કીલો
મહત્તમ ઝડપ પ્રતિ કલાક 1920 કીલોમીટર
પ્રહાર કરવાની ક્ષમતા 300 કીલોમીટર સુધીના ઘેરાવામાં
રેન્જ 3000 કીલોમીટરતેજસમાં ફીટ થઈ શકે તેવા શસ્ત્રો
પાંચ પ્રકારના હવામાંથી હવામાં માર કરી શકે તેવા મીસાઈલ્સ
બે પ્રકારના ટીવી ગાઈડેડ અને લેસર ગાઈડેડ હવામાંથી જમીન પર માર કરી શકે તેવા મીસાઈલ્સ
બે પ્રકારના એન્ટી શીપ મીસાઈલ્સ
લેસર ગાઈડેડ અને બંકર બસ્ટર સહીતના 10 પ્રકારના બોમ્બ
23 મીલમીટર ટ્વીન બેરલ ગન અને 135 મીલીમીટર બોફોર્સ રોકેટ
આગામી વર્ષોમાં ભારત તબક્કાવાર 160 જેટલા તેજસ વિમાનો વાયુસેના અને નૌસેનામાં શામેલ થશે અને દરેક તેજસની નંગ દીઠ 210 થી 250 કરોડ રુપિયાની કિંમતને ધ્યાનમાં રાખતા બીજો 35000 કરોડ રુપિયાનો ખર્ચ 160 જેટલા તેજસ વિમાનો પાછળ થશે.જોકે તેજસને સંપૂર્ણપણે સ્વદેશી કહેવા પાછળ કેટલાક નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે.કારણકે વિમાન માટે બનાવેલુ કાવેરી એન્જીન નિષ્ફળ ગયા બાદ હવે તેજસમાં અમેરીકાની જનરલ ઈલેક્ટ્રીક કંપનીના એન્જીન ફીટ થનારા છે.આમ વિમાનનુ સૌથી મહત્વનુ અંગ જ અમેરીકન કંપની બનાવવાની છે.
જોકે તેજસનો સૌથી મોટો ફાયદો તેની કિમત છે.આ જ પ્રકારના અન્ય વિદેશી ફાઈટર જેટ્સ ભારતને 300 કરોડથી ઓછી કિંમતમાં પરવડે તેમ નથી.તેજસની ક્ષમતાની વાત કરવામાં આવે તો રહ્યો તેનો પરિચય
જોકે તેજસનો સૌથી મોટો ફાયદો તેની કિમત છે.આ જ પ્રકારના અન્ય વિદેશી ફાઈટર જેટ્સ ભારતને 300 કરોડથી ઓછી કિંમતમાં પરવડે તેમ નથી.તેજસની ક્ષમતાની વાત કરવામાં આવે તો રહ્યો તેનો પરિચય
લંબાઈ 43 ફુટ
શસ્ત્રો સાથે વજન 9500 કીલો
મહત્તમ ઝડપ પ્રતિ કલાક 1920 કીલોમીટર
પ્રહાર કરવાની ક્ષમતા 300 કીલોમીટર સુધીના ઘેરાવામાં
રેન્જ 3000 કીલોમીટરતેજસમાં ફીટ થઈ શકે તેવા શસ્ત્રો
પાંચ પ્રકારના હવામાંથી હવામાં માર કરી શકે તેવા મીસાઈલ્સ
બે પ્રકારના ટીવી ગાઈડેડ અને લેસર ગાઈડેડ હવામાંથી જમીન પર માર કરી શકે તેવા મીસાઈલ્સ
બે પ્રકારના એન્ટી શીપ મીસાઈલ્સ
લેસર ગાઈડેડ અને બંકર બસ્ટર સહીતના 10 પ્રકારના બોમ્બ
23 મીલમીટર ટ્વીન બેરલ ગન અને 135 મીલીમીટર બોફોર્સ રોકેટ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.