Wednesday, March 20, 2013

HISTORY OF GUJARAT


(1) પ્રાગૈતિહાસિક ઇતિહાસઃ પુરાતત્‍વ વિદોના સંશોધન પરથી અનુમાન કરી શકાય ભારત કેટલા પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદશોનુ માનવજીવન પણ પ્રાચિન પાસણ યુગ, મધ્‍ય પાસણ યુગ, અને નુતન પાસણ યુગમાંથી પસાર થયુ હશે.સાબરમતી, મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્‍વાતી, બનાસ, ભોગાવો, ભાદર વિગેરે નદીઓનાં પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગેતીક ઇતિહાસ કાળના સ્‍થળો અને અવશેષો પ્રાપ્‍ત થયા છે.ધાતુ યુગમાં ગુજરાત પ્રદેશોમાં ખેતી સાથે ઉધોગોનો અને ગામડાની સાથે શહેરોનો વિકાસ થયો હતો.સોમનાથ, પાટણ, લોથલ, ભુગુકચ્‍છ, સ્‍તંભતિર્થ, સોપારા, વગેરે બંદરો મારફતે પર રાજયો સાથેનો વહેપાર ચાલતો હતો.રંગ પુર (જી.સરેન્‍દ્રનગર), લોથલ(જી.અમદાવાદ), કોટ અને પેઠામલી (જી.મહેસાણા), લાખાબાવળ, અને આમરા (જી.જામનગર), રોઝડી(જી.રાજકોટ), ધોળાવીરા (જી.કચ્‍છ), સોમનાથ પાટણ (જી.જુનાગઢ), ભરૂચ તથા સુરત જિલ્‍લાઓમાં થી મળેલા હડપ્‍પા અને મોહન્‍જો દડોના સંસ્‍કૃતિનાં અવશેષો આ હકિકતની સાક્ષી પુરે છે.
(2) મહાભારત યુગઃ કાળક્રમ પ્રમાણે નુતન પાસણ યુગ તથા સંસ્‍કૃતિ યુગ પછી વૈદીક યુગ આવે છે: પરંતુ વૈદીક સાહીત્‍યમાં ગુજરાત પ્રદેશોમાં કોઇ ઉલ્‍લેખ મળતો નથી મહાભારત રાજયમાં જુદા જુદા અનેક રાજયો હોવાનો પૌરાણીક સાહીત્‍યનો ઉલ્‍લેખ છે.શયતીના પુત્ર આનર્તે સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના ઉતરના ભાગો ઉપર રાજય સ્‍થાપ્‍યુ અને તે પ્રદેશ આનર્ત કહેવાયો
જરાસંગ અને શિશુપાલના ત્રાસથી કંટાળી ને શ્રીકૃષ્‍ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્‍ટ્રમાં સ્‍થાળાંતર કરી ગયા આનર્ત નો પુત્ર રૈવત યાદવો સામે પરાજીત થયો શ્રીકૃષ્‍ણ કુશસ્‍થળી પાસે નવુ નગર ધ્‍વારા વતી (હાલનુ બેટ દ્વારકા) વસાવીને ત્‍યાં પોતાની રાજધાની સ્‍થાપી ઇ.સ.પુર્વ 14 મી સદીમાં સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં યાદવ સતા અગ્રસ્‍થાન હતી અને યાદવોના અસ્‍ત બાદ સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતમાં કયા રાજકુળોની સતા સ્‍થાપાઇ તે સબંધે કોઇ પુરાવા પ્રાપ્‍ત થયા નથી.
(3) મોર્ય યુગઃ ગુજરાતનો પ્રમાણીત ઇતિહાસ ચંદ્રગુપ્‍ત મોર્યનાં સમયથી શરૂ થાય છે.ઇ.સ પુર્વ 319 માં ગુજરાત અને સૌરાષ્‍ટ્રના પ્રદેશો મગધનાં રાજ ચંન્‍દ્રગુપ્‍તના આધિપત્‍યની નીચે આવ્‍યા હતા.ચંદ્રગુપ્‍તના સૌરાષ્‍ટ્રનાં સુબાપુસ્‍ય ગુપ્‍તએ ગીરીનગર (જુનાગઢ) અને તેની આસપાસના પ્રદેશમાં ખેતી ઉતેજન આપવા સુદર્શન નામે જળાશય બંધાયુ હતુ એવુ ઉલ્‍લેખ અશોકનાં ગીરનાર પર્વત પાસેના શીલાલેખમાં છે.મોર્યયુગમાં ચન્‍દ્રગુપ્‍ત અને અશોક અને તેના પૌત્ર સંપતીનુ શાસન ગુજરાતમાં હતુ એવુ જૈન અનુશ્રુતી ઉપર થી માલુમ પડે છે.
(4) અનુ મોર્ય યુગઃ મોર્યશાસનના પતન બાદ ગુજરાતમાં કોઇ પ્રબળ શાસન ન હતુ.ઇસુનાં જન્‍મ પછી ચાર સદી સુધી ક્ષત્રપોનું આધિપત્‍ય રહ્યુ ગીરનાર પાસેના શીલાલેખાના વિવરણ પ્રમાણે ક્ષત્રોપમાં રૂદ્રદામાં શ્રેષ્‍ઠ રાજવી હતો છેલ્‍લા ક્ષત્રપ રાજા રૂદ્રદસીંહ ત્રીજાને ગુપ્‍ત સમ્રાટ,ચંન્‍દ્રગુપ્‍ત બીજાએ પરાજય આપીને સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણયો.
(5) ગુપ્‍ત યુગઃ ઇ.સ   400 ની આસપાસ ચંન્‍દ્રગુપ્‍ત બીજાએ સૌરાષ્‍ટ્ર,ગુજરાત તથા માળવા જીત્‍યા હોવાનુ તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિધ્‍ધ થાય છે. આ પ્રદેશોમાંથી ચન્‍દ્રગુપ્‍ત બીજા,કુમાર ગુપ્‍ત તથા સ્‍કંધગુપ્‍તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે.ઇ.સ 455 માં સ્‍ંકધગુપ્‍તનાસુબાએ અતિવૃષ્‍ટીના કારણે તુટી ગયેલાનુ સુદર્શન તળાવ ફરીથી બંધાવ્‍યુ હતુ.ગુપ્‍ત યુગ દરમ્‍યાન વૈષ્‍ણવ ધર્મનો પ્રચાર થયો હતો
(6) મૈત્રક યુગઃ ગુપ્‍ત સામ્રાજયની પડતી થતા ગુપ્‍ત રાજાના સુબા મૈત્રક વંશના ભટ્ટાર્કે ઇ.સ.470 માં વલ્‍લભીપુરમાં ગુજરાતી સ્‍વતંત્ર સત્તા સ્‍થાપી હતી આ વંશનો કુળ ધર્મ શૈવ હતો.મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગૃહસેન (ઇ.સ.553 થી 569) હતો તેના દાનપત્રોની પ્રશસ્‍તી પર થી જણાય છે કે ગૃહશેન પ્રજાકીય શાસક હતો આ વંશનો શીલાદત્‍ય પહેલો (ઇ.સ 590 થી 615 ) ધર્માદીત્‍ય તરીકે ઓળખાયો ઘૃસેન બીજા (ઇ.સ.627 થી 643) ના સમયમાં ચીની યાત્રાળુ યુ.એન.સંગે ઇ.સ. 640 માં ગુજરાતની મુલાકાત લીધી હતી.ઘૃવસેન બીજાના પુત્ર ઘરસેન ચોથા (ઇ.સ 643 થી 650) એ મહારાજા ધીરાજ અને ચક્રવતી ના બીરૂદ ધારણ કર્યા હતા.મૈત્રકોની સત્તા સમસ્‍ત સૌરાષ્‍ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્‍ય ગુજરાત પ્રવતી હતી.વલ્‍લભીપુરમાં અનેક બૌદ્વ વિહારો હતા.વલ્‍લભીવિધાપીઠ ની ગણના નાલંદા વિધા પીઠની હરોળમાં થતી હતી.ઇ.સ.788 માં આરબ આક્રમણોએ મૈત્રક શાકનો અંત આણયો ઇ.સ. 788 થી 942 સુધી ગુજરાત માં કોઇ સર્વોપરી સત્તાનુ શાસન પ્રર્વતુ ન હતુ.
મૈત્રકોનાં સમકાલીન રાજયો સૌરાષ્‍ટ્રમાં ગારૂલક વંશ (પાટનગરઃઢાંક) સૈન્‍ધવ વંશ (પાટનગરઃઘુમલી) ના રાજવીઓનુ શાસન હતુ.દક્ષિણ ગુજરાતમાં ત્રેકુટકો (અપરાંત) પ્રદેશ કટચુરીયો (બ્રુકુકચ્‍છ) ગુરજરનૃપતીઓ (નાંદીપુર),યાહામાનો (અંકલેશ્વર) સેન્‍દ્રકો (તાપી તટ) અને ચાલુકયો (નવસારી) નુ શાસન હતુ.
(7) અનુમૈત્રક યુગઃ ઇ.સ. 746 થી 942 સુધી ઉતર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનુ શાસન હતુ.તેમની રાજધાની પંચાસર (રાધનપુર પાસેના એક ગામ) હતો.ઉતર ગુજરાતના કેટલાક ભાગો ઉપર લગભગ 200 વર્ષ સુધી ગુર્જર પ્રતિહારોનુ શાસન હતુ.ભીલમાલ (આબુની વાવ્‍યમાં આવેલુ હાલનુ ભીનમાલ) તેમની રાજધાની હતી.આ સમયમાં દક્ષીણ ભારત અને દક્ષીણ ગુજરાતમાં વડોદાર થી વલસાડ સુધી રાષ્‍ટ્રકુટનુ (ઇ.સ. 750 થી 972 ) સામ્રાજય હતુ.તેમની રાજધાની માન્‍યખેટ (નાસીકમાં હતી) આ સમયગાળામાં જ ઇરાન જરથોસ્‍ટીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્‍યજી સંજાણમાં આવીને વસ્‍યા હતા તેઓ પારસીઓ તરીકે જાણીતા થયા.
(8) સોલંકી યુગઃ સોલંકી યુગ ગુજરાતનો સોલંકી યુગ ગણાય છે.ચૌલુકય (સોલંકી) કુળના મુરાજે ઇ.સ. 942 માં અણહીલ પુર પાટણના ચાવડા વંશની સતાનુ ઉન્મુલન કરી પોતાની રાજયસતા સ્‍થાપી મુળ રાજ સોલંકી (ઇ.સ. 942 થી 997) કચ્‍છ,સૌરાષ્‍ટ્ર,ઉતર ગુજરાત તથા ખેડાના સુધીના પ્રદેશોનો સાર્વભોમ શાસક બન્‍યો હતો.મુળરાજે સિધ્‍ધપુરમાં રૂદ્ર મહાલય બંધાવ્‍યો હતો.ભીમદેવ પહેલા (ઇ.સ. 1022 થી 1064) આ સમય માં સુલ્‍તાન મહુમુદ ગજની એ ઇ.સ.1026 ની 7 મી જાન્‍યુઆરી એ સોમનાથ મંદિર લુંટયુ હતુ.ત્‍યા ભીમદેવે ઇ.સ.1027 માં પથ્‍થરનુ નવુ મંદીર બંધાવ્‍યુ હતુ.મોઢેરાનુ વિખ્‍યાત સુર્ય મંદિર પણ ભીમદેવના શાસનકાળ દરમ્‍યાન બંધાવ્‍યુ હતુ.ભીમદેવે વિમલ મંત્રીને આબુ નો દંડનાયક નિમયો હતો.તેણે ત્‍યા આદીનાથનુ આરસનુ મંદીર બબ્‍ંધાવ્‍યુ હતુ. કર્ણદેવે (ઇ.સ. 1094 થી 1143 ) નવસારી પ્રદેશન પર પોતાની આણ વર્તાવી હતી તેણે આશાપલ્‍લી જીતી કર્ણાવતી નગર વસાવ્‍યુ હતુ.સિધ્‍ધરાજ જૈસીએ (ઇ.સ. 1094 થી 1143) સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી હીમવાન અને મુસદી રાજવી હતો.સિધ્‍ધરાજે જુનાગઢના રાજા રાહ ખેંગાર ને હરાવ્‍યો હતો અને માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતીનાથનુ બીરૂદ ધારણ કર્યુ હતુ.તેનુ સામ્રાજય સૌરાષ્‍ટ્ર,કચ્‍છ તેમજ દક્ષીણમાં ખંભાત ભરૂચ,અને લાટનો પ્રદેશ તથા રાજસ્‍થાનનાં કેટલાક ભાગો સુધી વિસ્‍તરેલુ હતુ.સિધ્‍ધરાજે પાટણમાં સહસલીંગ તળાવ બંધાવ્‍યુ હતુ.અને સિધ્‍ધપુરના રૂદ્ર મહલાયનો જીણોધ્‍ધર કરાવ્‍યો હતો.તેણે હેમચંન્‍દ્રાચાર્ય ને સિધ્‍ધ હેન વ્યાકરણ લખાવની પ્રેરણા આપી હતી ગુજરાત ની અસ્‍મીતાની વૃધ્‍ધી કરનાર કુમારપાળ (ઇ.સ.1143 થી 1173) લોકપ્રિય અને આદર્શ રાજવી હતો તણે અજમેરના રાજા અરણોરાજ અને કોંકણના રાજા મલ્‍લીકાઅર્જુનને પરાજય આપ્‍યો હતો.કુમાર પાળ જૈન ધર્મ પ્રત્‍યે પ્રિતી રાખતો હતો.
ભીમદેવ બીજાએ (ઇ.સ. 1178 થી 1242) લગભગ 63 વર્ષ રાજ કર્યુ હતુ તે નિર્મળ રાજવી હતો.તેના સમયમાં સોલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઇ.ધોળકાના રાણા વિર ધવલ અને મહા માત્‍ય વસ્‍તુ પાલ તથા તેજપાલે સોલંકી રાજયનાં રક્ષણમાં મહતવનો ભાગ ભજવ્‍યો હતો.ઇ.સ. 1244 માં ત્રિભુવન પાળનુ અવશાન થતા સોલંકી વંશની સત્તા અસ્‍ત પામી.
(9) વાઘેલા- સોલંકી યુગઃ  ઈ.સ 1244 માં  ઘોળકાના મહામંડલેશ્વર વિસલદવે (ઇ.સ 1244 થી 1262) પાટણ ની ગાદી મેળવી.તેણે મેવાડ અને કર્ણાટકના રાજાઓ સાથે યુ્ધ્‍ધો કર્યા હતા.આ વંશનો કર્ણદેવ (ઇ.સ.1296 થી 1304) ગુજરાતનો છેલ્‍લો રાજપુત રાજા હતો.કર્ણદેવ નુ મહામાત્‍ય માધવ મુસ્‍લમાનોને ગુજરાત પર ચઢાઇ કરવા બોલી લાવ્‍યો હતો અલ્‍ઉદીન ખલ્‍જીના હુકમ થી ઉલુતખાન અને નશરતખાને ગુજરાત પર ચઢાઇ કરી અને હીલપુર મુસ્‍લમાન શાસકોના હાથમાં આવ્‍યો
(10) દિલ્‍હી સલ્‍તન યુગઃ અલાઉદીન નો બનેવી અલપખાન (ઇ.સ. 1306 થી 1315) ગુજરાતનો ગર્વનર બન્‍યો અલાઉદીનને જીવન જરૂરીયાતની વસ્‍તુઓની ભાવ નિયમન કર્યુ હતુ.ઇ.સ. 1320 માં તઘલક યુગની શરૂઆત થઇ.
(11) તઘલક યુગઃ તઘલક વંશનો મહોમ્‍મદ તઘલક તરંગી અને વિદ્વાન હતો.તેનો મોટો ભાગનો સમય ભરૂચ,તઘી,વગેરે અમીરોના બળવાઓને સમાવવામાં ગયો હતો.તેણે જુનાગઢ અને ઘોઘાના રાજાને હરાવ્‍યા હતા.
         ઇ.સ. 1398 માં તૈમુરે દિલ્‍હી પર ચઢાઇ કરતા તાતરખાને (મહોમ્‍મદશાહ પહેલા) એ ગુજરાતમાં આશ્રય લીધો
(12) ગુજરાત સલ્‍તન યુગઃ ઓકોટબર 1407 ઝફરખાને,મુઝફર શાહ,પહેલાનો ઇલ્‍કાબ ધારણ કરી બીરપુર મુકામે ગુજરાતના સ્‍વતંત્ર મુસ્‍લીમ રાજયની સ્‍થાપના કરી.
        10 મી જાન્‍યુઆરી અહેમદખાન,નસરૂદીન અહેમદા શાહ નો ખિતાબ ધારણ કરી રાજગાદએ આવ્‍યો.તે ગુજરાતી સલ્‍તનતનો ખરો સ્‍થાપક ગણાય છે.તેણે 23 મી એપ્રીલ,1411 ના રોજ કર્ણાવતી નગર પાસે અમદાવાદ શહેરની સ્‍થાપના કરી પોતાની રાજધાની પાટણ થી અમદાવાદ ખસેડી તેણે વડોદરા અને મોડાસામાં થયેલા બળવાઓ નુ શમન કર્યુ તથા ઇડરના રાવ અને માળવાના સુલ્‍તાનો સાથે અવાર નવાર યુધ્‍ધો કર્યા તેણે ઝાલાવાડ, ચાંપાનેર, નાંદોદ, અને જુનાગઢના રાજાઓને તથા બહમની સુલ્‍તાન અહેમદશાહ ને હરાવ્‍યા તેણે હાથમતી નદીન કિનારે અહેમદનગર (હિમતનગર) વસાવ્‍યુ હતુ તેના સમયમાં અમદાવાદ માં જુમા મસ્‍જીદ,ભદ્ર નો કિલ્‍લો,ત્રણ દરવાજાનુ બાંધકામ થયુ હતુ કુતુબદીન અહેમદ શાહ (ઇ.સ. 1451 થી 1458) હજો કુતુબ (કાંકરીયા અને ) નગીનાવાડી બંધાવ્‍યા હતા.
         ગુજરાતના ઇતિહાસમાં મહેમુદ બેગડાના નામે પ્રખ્‍યાત નસરૂદીન અહેમદ શાહ મહેમુદ (ઇ.સ. 1458 થી 1513) મુસ્‍લીમ શાસકો માં સર્વશ્રેષ્‍ઠ રાજય કરતો હતો તેને જુનાગઢ અને પાવાગઢ જીત્‍યા હતા અને ચાંપાનેર, સિંધ, માળવા, તથા ઇડરના રાજાઓને હાર આપી હતી.મહેમુખદ બેગડાએ ચેવલ બંદર પાસે ફીરંગીઓને અને દ્વારકા પાસે ચાંચીયાઓ ને હરાવ્‍યા હતા.તેણે સરખેજ રસુલાબાદ, વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્‍જીદ, રોજા, ઇમારતો વગેરે બંધાવ્‍યા હતા.તેના સમયમાં અમદાવાદમાં દાદાહરીની વાવ અને અડાલજ ની વાવના સ્‍થાપત્‍યો થયા હતા.
        મુઝફ્ફરશાહ બીજો (ઇ.સ. 1513થી 1526) વિદ્વાન સંયમી અને પવિત્ર સુલ્‍તાન હતો તેણે ઇડર,ચિતોડ અને માળવાના રાજાઓને યુધ્‍ધમાં હરાવ્‍યા હતા.તેણે હિમાયુ સામેની લડતામાં નજીવી મદદ કરનાર પોર્ટુગીઝોને દિવમાં વેપાર કરવાની પરવાનગી આપીને ગંભીર ભુલ કરી હતી,છેલ્‍લા સુલ્‍તાન મુઝફ્ફરનગર ત્રીજા (ઇ.સ.1561 થી 1572) ના વઝીર ઇતિમાદખાને અકબરને ગુજરતા જીતવા આમંત્રણ આપ્‍યુ અને ગુજરાત સુલ્‍તાનનો અંત આવ્‍યો.
(13) મુઘલ યુગઃ અકબરે ઇ.સ.1572 1573 માં ગુજરાતમાં વિજય મેળવી મુઘલ સામ્રાજયની સ્‍થાપના કરી અને મુઘલશાહ જાદાઓનો ગુજરાતમાં સુબા તરીકે મોકલ્‍યાં અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનની જાત પ્રમાણે મહેસુલ રોકડમાં લેવાની પધ્‍ધતી દાખલ કરી હતી.
         જહાગીરે સતા ઉપર આવતા ખંભાતની મુલાકાત લીધી હતી તેણે અંગ્રેજ પ્રતિનીધી સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપતા અંગ્રેજો એ ઇ.સ. 1673 સુરતમાં પોતાના પ્રથમ વેપારી મથક સ્‍થાપ્‍યુ હતુ.ભરૂચ,અમદાવાદ,ઘોઘા,ખંભાત વગેરે સ્‍થળઓ વેપારી મથકો સ્‍થાપ્‍યા અંગ્રેજા વેપાર વધારતા ગયા અને લશકર થી સુસજ્જ થતા ગયા.
          જહાગીરે અમદાવાદની ટંકશાળામાં રાશી વાળી સિક્કા પડાવ્‍યા હતા શાહજહાના સમયમાં અમદવાદમાં શાહીબાગ બન્‍યુ હતુ.
           ઔરંગઝેબના સમયમાં એક સરખી જકાત દાખલ કરવામાં આવી હતી અને કારીગરો માટે સમાન વેતન ઠરાવ્‍યુ હતુ.તે સુન્‍ની,અને અસહિષ્‍ણુ મુસ્‍લમાન હતો તેણે હોળી અને દિવાળી ના ધાર્મિક ઉત્‍સવો ઉપર પ્રતિબંધ મુકયો હતો તેના સમયમાં સુરત મક્કાનો પ્રવેશદ્વાર ગણાતુ અહી અંગ્રજ,ડચ,અને ફ્રેન્‍ચ વેપારીઓની કોઠીઓ હતી.અમદાવાદ સુતરાઉ રેશમી અને ગરમ કાપડના ઉત્‍પાદન માટે જાણીતુ હતુ.ખંભાત થી કાપડ,ગળી,જરી વાળુ કાપાડ,વગેરેની નિકાસ થતી હતી ઇ.સ. 1664 અને 1670 માં શિવાજીએ સુરત લુંટયુ હતુ.
          ઇ.સ. 1707 માં ઔરંગઝેબનુ મૃત્‍યુ થતા મુઘલ સત્તા નબળી પડ ત્‍યાર પછી મુઘલ ગાયકવાડ અને પેશવા હુમલાઓ ખાળી ન શકયા. મુઘલ અને મરાઠાઓ વચ્‍ચેનાં સંઘર્ષમાં પ્રજાના જાનમાલની સલામતી ન રહી.મુઘલ બદશાહની નબળાયનો લાભ લઇ જુનાગઢ,રાધનપુર અને ખંભાતના શાસકો સ્‍વતંત્ર બન્‍યા સુરત અને ખંભાતના બંદરોની જાહોજલાલી અસ્‍ત પામી.દામાજીરાવ ના ગાયકવાડના પુત્ર વચ્‍ચેનાં કલહ નો લાભ લઇ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તાની દ્દઢ કરી.
(14) ગુજરાતના દેશી રાજયોઃ ભારતનાં કુલ 562 દેશી રાજયોમાં થી ગુજરાતમાં 366 દેશી રાજયો હતા જુનાગઢ,નવાનગર,ભાવનગર,ધ્રાંગધ્રા,મોરબી,ગોંડલ,વાંકાનેર અને રાજકોટ સૌરાષ્‍ટ્રના મોટા રાજયો હતા.રાજપીપળા દેવગઢબારીયા, લુણાવાડા, છોટાઉદેપુર, વગેરે રાજયના શાસકો રાજપુતો હતા.વાડાસિનોર, ખંભાત, સચીન, રાધનપુર તથા પાલનપુરનાં શાસકો મુસ્‍લીમ હતા.સંયાજી રાવ ગાયકવાડ ત્રીજા (ઇ.સ. 1875 થી 1939) ના સમયમાં વડોદરા રાજયએ નોંધપાત્ર વિકાસ સાંધ્‍યો હતો.
(15) બ્રિટીશ યુગઃ ઇ.સ. 1818 માં પેશવાઇનો અંત આવતાં બ્રિટીશ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની સાર્વભૌમ સત્તા બની કંપનીને ગુજરાતના મળેલ પ્રદેશો પાંચ જીલ્‍લાઓમાં વહેચાયેલા હતા.ઇ.સ. 1853 માં સિંધીયાએ પંચમહાલ જીલ્‍લો તથા પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટીશ સરકારને સોંપ્‍યા ગુજરાતમાં બ્રિટીશ સરકારની સ્‍થાપના થવા થી સામાન્‍ય લોકોના સુખમાં વધારો થયો.રાજકીયા પરીવર્તન ની અસર સામાજીક ઇતિહાસ ઉપર પણ પડી બ્રિટીશ સરકારે પણ સામાજીક સુધારા કરવા માંડયા.
        1857 નો સંગ્રામ અમદાવાદમાં રહેલી લશકરની સાતમી ટુકડીએ ગુજરાતમાં વિપ્‍લવની શરૂઆત જુન 1857 માં કરી હતી જુલાઇ માં ગોધરા,દાહોદ અને ઝાલોદમાં સરકારી કચેરીઓ કબ્‍જે કરવામાં આ સમય દરમ્‍યાન ખેરાલુ, પાટણ, ભીલોડા, વિજાપુર વગેરે સ્‍થળઓ એ જાગીરદારઓ એ બળવા કર્યા આણંદના મુખી ગરબડદાસે ખેડા જીલ્‍લામાં અંગ્રેજોનો સામનો કર્યો ઓખાના વાઘેરો એ જોધા માણેકની આગેવાની હેઠળ અંગ્રેજો સામે બળવો કર્યો તાત્‍યા ટોપે એ ગુજરાતમાં પ્રવેશી છોટાઉદેપુર કબ્‍જે કર્યુ.જુન 1858 સુધીમાં ગુજરાતની પ્રજાને સંપુર્ણપણે નિઃશસ્‍ત્ર કરી દેવામાં આવી.
બ્રિટિશ તાજ નો યુગ : ઇસ 1858 માં બ્રિટિશ તાજે ભારત નો વહીવટ સંભાળી લીધી. ગુજરાતના પાંચ જીલ્લાનો વહીવટ મુંબઈ ઈલાકાના ગવર્નર મારફતે કરવામાં આવતો હતો. બ્રટિશ સરકારે ઇ.સ 1860 માં આવકવેરો શરૂ કરતાં સુરતના વેપારીઓએ આંદોલન ચાલાવ્‍યુ હતુ ઇ.સ.1878 માં લાઇન્‍સ ટેકસ ના વિરોધમાં પણ સુરતમાં આંદોલન થયુ હતુ.
ગુજરાતમાં સ્‍વાત્રય સંગ્રામ : ઇ.સ. 1871 માં સુરત તથા ભરૂચમાં ઇ.સ. 1872 માં અમદાવાદ પ્રજા સમાજના નામની રાજકીય સંસ્‍થા સ્‍થપાઇ ઇ.સ. 1884 માં અમદાવાદમાં ગુજરાત સભાની સ્‍થાપના થઇ.ઇ.સ. 1885 માં મુંબઇ માં ભારતીય રાષ્‍ટ્રીય કોગ્રેસનુ પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્‍થાના મકાનમાં મળ્યુ હતુ ત્‍યાર પછી કોંગ્રેસના અધિવેશનનો ઇ.સ. 1902 માં અમદાવાદમાં અને ઇ.સ.1907 માં સુરતમાં થયા હતા.
ગુજરાતમાં સશસ્‍ત્ર ક્રાંતીની પ્રેરણા અરવીંદ ઘોષ પાસે થી મળી હતી.13 મી નવેમ્‍બર 1909 ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઇસરોએ લોડઝ મીન્‍ટો બોમ્‍બ નાંખવામાં આવ્‍યો હતો.ઇ.સ. 1916 માં મગનભાઇ ચતુરભાઇ પટેલે અમદાવાદમાં હોમરૂલ લીંગની શાખા સ્‍થાપના સ્‍થાપી હતી.માર્ચ 1918 માં એનીબેસન્‍ટે ભાવનગર,અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી હતી.
ગાંધીજી દક્ષીણ આફ્રીકાથી આવી 25 મી મે,1915 ના રોજ અમદાવાદ ના કોચરબ ગામમાં સત્‍યાગ્રહ આશ્રમની સ્‍થાપના કરી ગાંધીજી એ જકાત બારીની વિરમગામની પ્રજાની હાડમારી રજુ કરતા સરકારે એ જકાત રદ કરી હતી.અમદાવાદના મીલ મજુરઓ એ 35 ટકા પગાર વધારાની માંગણી કરતા ગાંધીજીએ તેમને હડતાલ પાડવાની સલાહ આપી હડતાલ સફળ થઇ હતી.અને મજુરોને 35 ટકા પગાર વધારો મળ્યો હતો.ઇ.સ.1917 માં ખેડા જીલ્‍લામાં અતિવૃષ્‍ટીના કારણે પાક નિષ્‍ફળ જવા છતાં અધિકારીઓ ખેડુતોનો મહેસુલ માફ ન કર્યો ગાંધીજીની નેતાગીરી હેઠળ ખેડા ના ખેડુતોએ સત્‍યાગ્રહ શરૂ કર્યો.ઇ.સ.1918 ગાંધીજીનો વિજય થયો.
ઇ.સ. 1919 માં પસાર થયેલા ‘રોલેટ એકટ’ વિરૂધ્‍ધ ગુજરાતમાં 6 એપ્રીલના રોજ અમદાવાદ અને નડીઆદમાં હડતાલ પડી અમદાવાદમાં લશ્‍કર બોલાવવા છતા આગના બનાવો ચાલુ રહ્યા. 13 એપ્રીલે આણંદમાં હડતાલ પડી.હિંસાના પ્રાયચીત રૂપે ગાંધીજીએ અમદાવાદ માં 3 દિવસનાં ઉપવાસ કરી શાંતી સ્‍થાપી.
અસહકારનાં આંદોલનનાં પ્રચાનાત્‍મક પાસામાં 18 ઓકટોબર 1920 ના રોજ અમદાવાદમાં ગુજરાત વિધાપીઠની સ્‍થાપના કરવામાં આવી.સરકારી કેળવણીનો બહીષ્‍કાર કરી અમદાવાદ, સુરત, અને વડોદરાની કોલેજોના અધ્‍યાપકોએ રાજીનામાં આપ્‍યાં.વિધાર્થીઓએ હાઇસ્‍કુલ છોડી વકીલો ઓ એ વકીલાતનો ત્‍યાગ કર્યો વિદેશી કાપડની દુકાનો પર બહેનોએ પીકેટીંગ કર્યુ અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી.તિળક સ્‍વરાજ ફાળામાં ગુજરાતે રૂ.15 લાખ નો ફાળો આપ્‍યો.ચૌરી ચોરામાં થયેલ હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.
બોરસદ તાલુકામાં નાંખવામા આવેલા પોલીસ ખર્ચના વધારાના કર નો પ્રજાએ વિરોધ કર્યો.આ સત્‍યાગ્રહના દરબાર ગોપાલદાસનાં પ્રમુખપદે રચાયેલી સંગ્રામ સમિતીનો વિજય થયો.
        ઇ.સ. 1928 સુરત જીલ્‍લાનાં બારડોલી તાલુકામાં જમીન મહેસુલમાં 22 ટકા નો વધારો કરવામાં આવ્યો લોકોએ આ વધારાનો વિરોધ કર્યો.ગાંધીજીએ વલ્‍લભભાઇ પટેલ આ સત્‍યાગ્રહની જવાબદારી સોંપી સરકારે દબન નિતી શરૂ કરી.બારડોલી સત્‍યાગ્રહની સહાનુભુતીમાં સમગ્ર ભારતે બારડોલી દિન ઉજવ્‍યો.આ લડતમાં સત્‍યાગ્રહનો વિજય થયો.અને વલ્‍લભભાઇ પટેલ ‘સરદાર’ કહેવાયા.
12 મી ઓકટોબર, 1928 ના રોજ અમદાવાદની ગુજરાત કોલેજના કેટલાક વિધાર્થીઓ સાયમન કમીશનના વિરોધમાં હડતાલ પાડી સત્રાત પરીક્ષા ન આપી.કોલેજના સીરાજે તેમની સામે વેર વૃતિ રાખી તેથી વિધાર્થીઓ 39 દીવસ હડતાલ પાડી.30 મી જાન્‍યુઆરી 1929 ના રોજ દેશ ભરની કોલેજોએ હડતાલ પાડી.અખીલ ભારત ગુજરાત કોલેજ દિન ઉજવ્‍યો અને સીરાજના પગલાને ધીક્કાર્યુ.
12 માર્ચ, 1930 ના રોજ ગાંધીજીએ પોતાના 78 સભ્‍યો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમ થી દાંડી કુચ શરૂ કરી. 6, એપ્રીલ દાંડી મુકામે પહોચી,ચપટી મીઠુ ઉપાડયુ.આ રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો.
સુરત જીલ્‍લાનાં ધરાશણામાં સત્‍યાગ્રહીઓ ઉપર નિર્દયતા થી લાઠીમાર કરવામાં આવ્‍યો બારડોલી અને બોરસદ તાલુકામાં ના કરની લડત ચાલી.ધોલેરા અને વિરમગામ પણ મીઠના કાયદા ભંગ ના કેન્‍દ્રો બન્‍યા.
ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઇ, ડો.ચંદુલાલ દેસાઇ અને કનૈયાલાલ દેસાઇની તેઓ વ્‍યકિતગત સત્‍યાગ્રહ કરે તે પહેલા જ ધરપકડ કરવામાં આવી. 3 માર્ચ 1941 સુધીમાં ગુજરાતમા થી 296 સત્‍યાગ્રહીઓની ધરપકડ થઇ આ લડત દરમ્‍યાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાલ પાડી. 
8 ઓગષ્‍ટ, 1942 ના રોજ મુંબઇમાં મળેલી મહાસમિતીની બેઠકમાં ‘હિન્‍દ છોડો’ નો ઠરાવ પસાર કરવામાં આવ્યો 9 ઓગષ્‍ટની વહેલી સવારે અમદાવાદમાંથી માવળકર અને ભોગલાલ સુરતમાં થી ચંપકલાલ ધીયા અને છોટુભાઇ મારફતીયા, વડોદરામાં થી છોટુભાઇ સુતરાયીઆ અને પ્રાણલાલ મુન્‍શી, સૌરાષ્‍ટ્રમાં થી માણેકલાલ ગાંધી દીનકરાય દેસાઇ, બળવંતરાય મહેતા અને ઉછરંગરાય ઢેબર જેવા કોંગ્રેસી નેતોઓની ધરપકડ કરવામાં આવી 9 ઓગષ્‍ટ થી અમદાવાદની મીલો, બજારો, શાળાઓ,તથા કોલેજોમાં 105 દિવસની હડતાલ પડી 9 મી અમદાવાદના ખાડીયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડીયા સહીદ થયો.લો કોલેજ થી નિકળેલો વિધાર્થીઓનુ સરઘસ ગુજરાત કોલેજનાં પ્રેવશતાં થયેલા ગોળીબાર થી વિનોદકીનારી વાળા શહીદ થયો 18 ઓગષ્‍ટની સાંજે અડાસ સ્‍ટેશન પાસે વડોદરાના પાંચ યુવાનો પોલીસ ગોળીબાર થી શહીદ થયા.
ગુજરાતમાં અનેક સ્‍થળો થી પ્રગટ થતી ગુપ્‍ત પત્રીકાઓમાં ચળવળના સમાચારો તથા કાર્યક્રમો આપવામાં આવતા હતા.અમદાવદ માંથી બી.કે.મજુમદાર, જયંતી ઠાકોર, કાંતીલાલ ધીયા,ભરૂચ જીલ્‍લામાં થી છોટુભાઇ પુરાણી, સૌરાષ્‍ટ્રમાંથી રતુભાઇ અદાણી,ભાંભ ફોડની પ્રવૃતિઓનુ સંચાલન કરતા હતા.કીશોરલાલ મશરૂવાળા એ 23 ઓગષ્‍ટનાં હરીજન અંક માં ભાંગ ફોડની પરવાનગી આપતો લખાણ પ્રગટ કર્યુ તે મુજબ ગુજરાતમાં અનેક સ્‍થળો એ તાર ટેલીફોનનાં દોરડા કપવામાં આવ્‍યા,પોલીસ પાર્ટી,પોલીસ વાન,પોલીસ ચોકીઓ,પોસ્‍ટ ઓફીસો અને હડતાલ ન પાડતી દુકાઓ ઉપર પથ્‍થરમારો કરવામાં આવ્યો.પોળોમાં ઘુસી ને મારતા પોલીસ ઉપર એસીડ ભરેલા બલ્‍બ નાંખી તેમને પોળોમાં પ્રવેશતાં અટકાવવામાં આવ્‍યા.
અમદાવદમાં વિવિધ જુથો એ બોમ્‍બ બનાવીને પોલીસ ચોકીઓ,પોસ્‍ટ ઓફીસો તથા સરકારી કચેરીઓ ઉપર નાંખ્‍યા અને અરાજકતા ફેલાવી આ રીતે હીંદ છોડો ચળવળ દરમ્‍યાન વ્‍યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃતીઓ થઇ.
દ્વિતીય વિશ્વયુધ્‍ધ પુરું થતા 15 ઓગષ્‍ટ, 1947 ના રોજ ભારત સ્‍વંતત્ર થયુ.1 નવેમ્‍બર 1956 ના રોજ મુંબઇ રાજયની રચના થતા ગુજરાત, સૌરાષ્‍ટ્ર, અને એકીકરણ થયુ.
મહાગુજરાતની અલગ રચના કરવા માટે ઇન્‍દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ લડત શરૂ થઇ. 8 ઓગષ્‍ટ 1956 ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો ઉપર ગોળીબાર તથા ચાર યુવાનો શહીદ થયા.નડીઆદ, આણંદ, વડોદરા વગેરે શહેરોમાં હડતાલો પડી થોડા દિવસોમાં આ ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ ગઇ.સપ્‍ટેમ્‍બર 1956 માં ઇન્‍દુલાલ યાજ્ઞિક ની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરીષદ ની રચના કરવામાં આવી.હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇ ઉપવાસ કર્યા.અમદાવદમાં વડા પ્રધાન જવાહરલાલ નહેરૂની સભા સામે ઇન્‍દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવ મેદની ઉમટી પડી.છેવટે માર્ચ 1960 માં કેન્‍દ્ર સરકારે દ્વિભાષી મુંબઇ રાજયના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, 1960 થી સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ સહીતનાં ગુજરાતના અલગ રાજયની રચના કરવામાં આવી.અમદાવદા તેનુ પાટનગર બન્‍યુ શ્રી હિતેન્‍દ્રભાઇ દેસાઇ ના સમયમાં ગાંધીનગર ને નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવ્‍યું.  
:�'=f� �! y:Shruti'> આંકલાવ 
4.
બનાસકાંઠા
પાલનપુર   
(1) પાલનપુર (2) વાવ (3) થરાદ (4) ધાનેરા (5) ડીસા (6) દિયોદર (7) કાંકરેજ (8) દાંતા (9) વડગામ (10) અમીરગઢ (11) દાંતીવાડા (12) ભાભર 
5.
ભરૂચ 
ભરૂચ 
(1) ભરૂચ (2) આમોદ (3) અંકલેશ્વર (4) વાગરા (5) હાંસોટ  (6) જંબુસર (7) ઝગડીયા (8) વાલીયા 
6.
ભાવનગર 
ભાવનગર 
(1) ભાવનગર (2) બોટાદ (3) ગઢડા (4) વલભીપુર (5) ઉમરાળા (6) શિહોર (7) ઘોઘા (8) ગારીયાઘાર (9) પાલિતાણા  (10) તળાજા (11) મહુવા 
7.
દાહોદ 
દાહોદ 
(1) દાહોદ (2) લીમખેડા (3) દવગઢબારીયા (4) ગરબાડા (5) ધાનપુર (6) ઝાલોદ (7) ફતેપુરા  
8.
ડાંગ 
આહવા 
(1) ડાંગ 
9.
ગાંધીનગર 
ગાંધીનગર 
(1) ગાંધીનગર (2) દહેગામ (3) માણસા (4) કલોલ  
10.
જામનગર 
જામનગર 
(1) જામનગર (2) ઓખામંડળ (3) કલ્‍યાણપુર (4) ખંભાળીયા (5) ભાણવડ (6) લાલપુર (7) કાલાવડ (8) જામજોધપુર (9) ધ્રોલ (10) જોડીયા    
11.
જુનાગઢ 
જુનાગઢ   
(1)જુનાગઢ (2)માણાવદર (3)વંથળી (4)ભેંસાણ (5)વિસાવદર (6)કેશોદ (7)મેંદરડા (8)માંરોળ (9)માળીયા (10)તાલાળા (11) વેરાવળ (12) ઉના (13) કોડીનાર (14) સુત્રાપાડા   
12.
ખેડા 
નડીઆદ 
(1) ખેડા (2) નડીઆદ (3) વીરપુર (4) કપડવંજ (5) બાલાસિનોર (6) માતર (7) કઠલાલ (8) ઠાસરા (9) મહુધા (10) મહેમદાવાદ  

13.
કચ્‍છ 
ભુજ  
(1) ભુજ (2) લખપત (3) અબડાસા (નલીયા) (4) નખત્રણા (5) માંડવી (6) મુંદ્રા (7) અંજાર (8) ભચાઉ (9) રાપર (10) ગાંધીધામ 
14.
મહેસાણ 
મહેસાણા 
(1) મહેસાણા (2) સતલાસણ (3) ખેરાલુ (4) વડનગર (5) વિસનગર (6) વિજાપુર (7) કડી (8) બહુચરાજી (9) ઉંઝા 
15.
નર્મદા
રાજપીપળા 
(1) નાંદોદ (રાજપીપળા) (2)  તીલકવાડા  (3) ડેડીયાપાડા        (4) સાગબારા  
16.
નવસારી 
નવસારી 
(1) નવસારી (2) જલાલપોર (3) ચીખલી (4) ગણદેવી (5) વાંસદા
17.
પંચમહાલ 
ગોધરા 
(1) ગોધરા  (2) ખાનપુર (3) કડાણા (4) સંતરામપુર (5) લુણાવાડા (6) શહેરા ((7) મોરવા (હડફ) (8) ઘોઘંબા (9) કાલોલ (10) હાલોલ (11) જાંબુઘોડા  
18.
પાટણ 
પાટણ 
(1) પાટણ (2) સાંતલપુર (3) રાધનપુર (4) સમી (5) ચાણસ્‍મા (6) હારીજ (7) સિધ્‍ધપુર
19.
પોરબંદર 
પોરબંદર 
(1) પોરબંદર (2) રાણાવાવ (3) કુતીયાણા
20.
રાજકોટ 
રાજકોટ 
(1) રાજકોટ (2) માળિયામિયાણા (3) મોરબી (4) ટંકારા (5) વાંકાનેર (6) પડધરી (7) લોધિકા (8) કોટડા સાંગાણી (9) જસદણ (10) ગોંડલ (11) જામકંડોરણા (12) ઉપલેટા (13) જેતપુર (14) ધોરાજી      
21.
સાબરકાંઠા 
હિંમતનગર  
(1) હિંમતનગર (2) ખેડબ્રહ્મા (3) વિજયનગર (4) ઇડર (5) ભિલોડા (6) મેઘરજ (7) મોડાસા (8) માલપુર (9) પ્રાંતિજ (10) બાયડ (11) વડાલી (12) ધનસુરા (13) તલોદ 
22.
સુરત 
સુરત 
(1) સુરતશહેર (2) ચોર્યાસી (3) ઓલપાડ (4) કામરેજ (5) માંગરોળ (6) માંડવી (5) ઉમરપાડા (6) બારડોલી (7) મહુવા (8) પલસાણ 
23.
સુરેન્‍દ્રનગર 
સુરેન્‍દ્રનગર 
(1) વઢવાણ (2) લીંબડી (3) સાયલા (4) ચોટીલા (5) મૂળી         (6) હળવદ (7) ધ્રાગધ્રા (8) દસાડા (9) લખતર (10) ચૂડા   
24.
તાપી
વ્યારા
(1) વ્યારા (2) સોનગઢ (3) ઉરછલ (4) નિઝર (5) વાલોડ    
25.
વડોદરા
વડોદરા
(1) વડોદરા (2) સાવલી (3) વાઘોડિયા (4) પાદરા (5) કરજણ (6) શિનોર (7) ડભોઇ (8) નસવાડી (9) સંખેડા (10) જેતપુર- પાવી (11) છોટાઉદેપુર (12) કંવાટ
26.
વલસાડ
વલસાડ
(1) વલસાડ (2) પારડી (3) ધરમપુર (4) ઉમરગામ (5) કપરાડા                                                                                                                
  
નોંઘઃ    1.ગુજરાતમાં કુલ 26 જિલ્‍લાઓ અને 225 તાલુકાઓ છે.
         2. અમદાવાદ જિલ્‍લાનો સિટી તાલુકો ઔડા( અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ) માં વિલીન  
            થઈ ગયો છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.