Wednesday, April 11, 2012

FIX PAGAR NEWS



હવે,....ગુજરાત રાજ્ય ના ફિક્સ પગારદારને છઠ્ઠાપગારપંચનો લાભ .........

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ફિક્સ પગારની યોજનાને ગેરબંધારણીય ગણાવી 
ગુજરાત રાજ્યના લગભગ ૪.પ લાખથી વધુ કર્મચારીને લાભ થશે

            ફિક્સ વેતનની રાજ્ય સરકારનીવર્તમાન યોજનાને ગેરબંધારણીય હોવાનું ટાંકતાં ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પેના(પગારના) તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબનું લઘુતમ વેતન તેમજ  મળવાપાત્ર લાભો આપવાનો અતિમહત્ત્વનો હુકમ કર્યો હતો. આ માટે સરકારને ફિક્સ વેતન અંગેના જાહેરનામામાં એક મહિ‌નામાં સુધારો કરવાનો હુકમ પણ હાઇકોર્ટે કર્યો છે.અને  આ ચુકાદો અમલી બનતાં વિદ્યાસહાયક, પોલીસ રક્ષક,જુનિયર ફાર્માસિષ્ટ અને પીએસઆઇ વગેરે જેવા રાજ્યના લગભગ ૪.પ લાખથી વધારે કર્મચારીઓને લાભ થશે તથા તેમને અન્ય નિયમિત કર્મચારીઓ મુજબના નિવૃત્તિના લાભ પણ મળશે.ગુજરાત  હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ‌ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ‌ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું હતું કે, રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ 'સમાન કામ - સમાન વેતન’નું હળાહળ ઉલ્લંઘન કરતી સ્કીમ છે.

               હવે,ફિક્સ પેના કમર્ચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ પગાર આપવાથી ગુજરાત-રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડવાનો સરકારનો બચાવ પણ ગ્રાહ્ય રાખી શકાય તેવો જણાતો નથી. પગારપંચ દ્વારા લઘુતમ વેતન માટેની જે ભલામણ કરાઈ હોય તેનાથી ઓછું વેતન રાજ્ય સરકાર આપી શકે નહીં. આ સિવાય એટલું જ નહીં પ્રોબેશન પિરિયડને પણ સર્વિ‌સ પિરિયડ ગણી ભવિષ્યમાં મળવાપાત્ર તમામ લાભ પણ તમામ ફિક્સ પે(પગાર) પર કામ કરતા કર્મચારીઓને મળવા જોઈએ. શ્રી યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાનના શ્રીરાજેન્દ્રભાઇ શુક્લા દ્વારા ૨૦૦૮માં આ મુદ્દે જાહેરહિ‌તની અરજી કરી હતી, જેમાં થયેલા હુકમનું પાલન ન થતાં સંસ્થાએ એડ્વોકેટ ડી.જે. ભટ્ટ મારફતે પીઆઇએલ ૪૯/૨૦૧૧ કરી હતી.

જેની અંદર રજૂઆત કરાઈ હતી કે,'ફિક્સ પગારથી રાખવામાં આવેલા કર્મચારીઓને રેગ્યુલર કર્મચારી તરીકે ગણી તથા ભરતી સમયથી પૂરો પગાર ચૂકવી તમામને છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં આવે. આ ઉપરાંત જ્યારથી નોકરી શરૂ કરી હોય ત્યારથી તેમને રેગ્યુલર કર્મચારી ગણીને અન્ય લાભ તથા તે પ્રમાણેનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે અને નિવૃત્તિના લાભ પણ આપવામાં આવે.’

હવે, આ પીઆઇએલ સંદર્ભે સરકાર જો ફિક્સ પગારના કર્મચારીઓને રેગ્યુલર ગણી પગાર તેમજ લાભ આપે તો કરોડોનો બોજો પડવાની દલીલ કરી હતી. અને જો કે હાઇકોર્ટે સરકાર પક્ષની દલીલો અસંતોષજનક હોવાનું પણ ટાંક્યું હતું તેમજ્ આ પ્રકારની દલીલને ગ્રાહ્ય રાખી નહોતી. એટલું જ નહીં ખંડપીઠે રાજ્યના લાખો કર્મચારીઓના જીવનને સીધી અસર કરતી આ પીઆઇએલને સર્વિ‌સ મેટર હોવાની રાજ્ય સરકારની રજૂઆતને પણ સમર્થન આપ્યું નહતું. આ ખંડપીઠે નોંધ્યું હતું કે,આ પીઆઇએલને એક કર્મચારીની સર્વિ‌સ મેટર ગણી શકાય નહીં. આ મેટર અનેક કર્મચારીઓના પગારની છે અને તે બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬નું ભંગ કરતી હોવાનું જણાય છે.

આ ચુકાદામાં લેવાયેલા આધાર.......

હવે,આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આ કેસને સર્વિ‌સ મેટર નહીં પણ લાખો કર્મચારીઓના જીવન સાથે જોડાયેલી જાહેરહિ‌તની મેટર ગણી હતી. ફિક્સ પે(પગાર)ની સ્કીમ હેઠળ લઘુતમ પગાર કરતાં ઓછો પગાર આપવાની સરકારની નીતિ બંધારણના અનુચ્છેદ ૧૪ તથા ૧૬નો પણ ભંગ કરતી હોવાનો આધાર પણ લેવાયો હતો. લઘુતમ વેતન કરતાં ઓછા
પગાર મળતાં ભ્રષ્ટાચારને બળ મળતું હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.

હવે,ચુકાદાની પૂર્વભૂમિકા.

રાજ્યમાં વિદ્યાસહાયક,પોલિસરક્ષક, પીએસઆઇ,જુનિયર ફાર્માસિષ્ટ જેવી અનેક પોસ્ટ પર કર્મચારીઓને રુ. ૧પ૦૦થી ૪પ૦૦ પ્રતિમાસના પગારધોરણે ભરતી કરવાની રાજ્ય સરકારની વર્તમાન યોજના છે. જ્યારે કે આ જ પોસ્ટ પર કામ કરતાં અગાઉ ભરતી થયેલા કર્મચારીઓના પગારધોરણ તેમના કરતાં ખૂબ(અતિ) ઊંચા છે. તેથી પીઆઇએલ કરી 'સમાન કામ-સમાન પગાર’ના ધોરણની માગ અને છઠ્ઠા પગારપંચનો લાભ આપવાની માગ કરવામાં આવી હતી.

જાહેરહિ‌તની અરજી કોણે અને કેમ કરી હતી?

ગુજરાત-રાજ્ય સરકારની ફિક્સવેતનની યોજના હેઠળના કર્મચારીઓને લઘુતમ વેતન કરતાં પણ ઓછો પગાર ચૂકવાતો હોવા થી શ્રી યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાનના શ્રીરાજેન્દ્રભાઇ શુક્લાએ જાહેરહિ‌તની અરજી કરી હતી.................. 


હવે, આજ  કર્મચારીઓનો લઘુતમ પગાર ૧૬,૦૦૦ થશે

કર્મચારી જૂનું પગારધોરણ

પીએસઆઇ---------- ૪પ૦૦   જુનિયર ફાર્માસિષ્ટ -----૩૫૦૦  વિદ્યાસહાયક-----------૨પ૦0              
 જુનિયર ક્લાર્ક-----૨પ૦૦     પોલીસ રક્ષક----------૨પ૦૦         તલાટી કમ મંત્રી-- ૨પ૦૦

 પટ્ટાવાળા--------------- ૨પ૦૦   જેલ સિપાહી-------૧પ૦૦   ગ્રામમિત્ર--------------૧૦૦૦                          વોર્ડ બોય----------૯૦૦         સ્વીપર-----------------૯૦૦
 >  સરકાર આ ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરે તેવી પ્રબળ શક્યતા

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.