Sunday, November 17, 2013

દેશના બે ભારતરત્ન : :સચિન તેંડુલકર & પ્રોફેસર રાવની રિસર્ચમાં અભૂતપૂર્વ સિદ્ધિ


ભારત રત્નનો ઇલકાબ મેળવનાર ક્રિકેટર સચિન અને પ્રોફેસર રાવમાં એક સામ્યતા જોવા મળે છે. સચિન તેંડુલકર ૧૦૦ સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે જ્યારે પ્રોફેસર રાવે પોતાની કારકિર્દીમાં ૧૫૦૦થી વધુ રિસર્ચ પેપર રજૂ કરી વિશ્વના ગણ્યાગાંઠયા એચ- ઇન્ડેક્સ વિજ્ઞાાનીઓમાં સ્થાન મેળવ્યું હતું. વિશ્વમાં સૌથી વધુ રિસર્ચ પેપર રજૂ કરનાર પ્રથમ ૧૦૦ વિજ્ઞાાનીઓએ હાઇ ઇન્ડેક્સમાં સ્થાન મળે છે. પ્રોફેસર રાવ આ હરોળમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે સરળ ભાષામાં કહીએ તો તેંડુલકર અને રાવની સિદ્ધિ એક સમાન છે.
પ્રોફેસર રાવે ૧૫૦૦થી વધુ રિસર્ચ પેપર રજૂ કરી વિશ્વના H- Index વિજ્ઞાાનીઓમાં સ્થાન મેળવ્યું
વડાપ્રધાનની સાયન્ટિફીક એડવાઇઝરી કાઉન્સિલના વડા પ્રોફેસર સી.એન. રાવ વિશ્વની સંખ્યાબંધ વિજ્ઞાાન એકેડેમીયોના સભ્ય પણ છે.
૨૦૦૫માં સૌથી વધુ રિસર્ચ પેપર રજૂ કરનાર વિજ્ઞાાનીઓને હાઇ- ઇન્ડેક્સ વિજ્ઞાાનની હરોળમાં સ્થાન આપવાનું ચાલું થયું હતું. વધુ રિસર્ચ પેપર રજૂ કરનાર પ્રથમ ૧૦૦ વિજ્ઞાાનીઓના સંશોધન કાર્યમાં કેટલી ગણતરીઓ અને ઉલ્લેખો ટાંક્યા છે તેની નોંધ પણ મહત્ત્વની ગણાય છે. પ્રોફેસર રાવે પોતાના સંશોધનમાં ૫૦,૦૦૦ જેટલા સિરેશન ટાંકીને વિશ્વના વિજ્ઞાાનીઓમાં આગલી હરોળમાં સ્થાન મેળવ્યું છે.
 ભારતીય ક્રિકેટનાં સિતારા અને ક્રિકેટનાં 'ગોડ' માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરને દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' એનાયત કરીને તેનું સન્માન કરવા સરકારે જાહેરાત કરી છે. આમ સચિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનાં દિવસે જ સરકાર દ્વારા 'ભારત રત્ન'ની અણમોલ ભેટ આપવામાં આવી છે. દેશનાં કોઈપણ ખેલાડીનું અત્યાર સુધી ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું નથી. આમ ભારત રત્ન મેળવનાર સચિન પહેલો રમતવીર બનશે. ગયા વર્ષે સચિનને રાજ્યસભાનાં સભ્ય તરીકે નિયુક્ત કરાયો હતો. સચિનની સાથોસાથ દેશનાં વૈજ્ઞાનિક સી એન આર રાવને પણ ભારત રત્ન આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. સચિન મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી વખત તેની ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સચિનને કેરેબિયન સામે જીતની ભેટ આપી હતી. જ્યારે મેચ પૂરી થયાનાં થોડા કલાકો પછી સરકારે તેને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. સચિનની સાથોસાથ વૈજ્ઞાનિક રાવને પણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવા નિર્ણય લેવાયો હતો. રાવ જાણીતા રસાયણશાસ્ત્રી છે અને ભારતનાં માર્સ મિશન પાછળનું મુખ્ય ભેજુ છે. જેમણે સોલિડ સ્ટેટ અને સ્ટ્રકચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ૧૪૦૦થી વધુ રિસર્ચ પેપર્સ તેમજ ૪૫ પુસ્તકો લખ્યા છે.
અત્યાર સુધી સરકાર દ્વારા ૪૧ લોકોને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અગાઉ છેલ્લે ૨૦૦૮માં પંડિત ભીમસેન જોષીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સચિનને નિયમોમાં ફેરફાર કરીને ભારત રત્ન આપવામાં આવ્યો છે. અગાઉ ભારત રત્ન મેળવવાને પાત્ર લોકોમાં ખેલાડીઓ કે સ્પોર્ટસમેનનો સમાવેશ કરાયો નહોતો.
સચિનના રેકોર્ડ
ટેસ્ટ - ૨૦૦
રન - ૧૫૯૨૧
કુલ સદી - ૧૦૦
ટેસ્ટ સદી - ૫૧ (૨૯ સદી વિદેશમાં)
રન કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૬ વાર - ૧૦૦૦
સદી ૨૦ વર્ષથી ઓછી ઉંમરમાં - ૫
વિદેશી ધરતી પર રન - ૮૭૦૫
કુલ આંતરરાષ્ટ્રીય રન - ૩૪૩૫૭
બાઉન્ડ્રી - ૨૦૫૮
સચિનની ટેસ્ટ કેરિયર
ટેસ્ટ - ૨૦૦
ઇનિંગ્સ - ૩૨૯
રન - ૧૫૯૨૧
સદી - ૫૧
અડધી સદી - ૬૮
બેવડી સદી - ૬
શ્રેષ્ઠ - ૨૪૮*
વિકેટ - ૪૬



વિશ્વની ૬૦ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવનારા રાવ આ સન્માન મેળવનાર ત્રીજા વૈજ્ઞાાનિક
૭૯ વર્ષીય પ્રોફેસર રાવને વિશ્વની ૬૦ યુનિવર્સિટીમાંથી ઑનરરી ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. આ બાબત તેઓ કેટલા સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાાનિક છે અને દેશ-વિદેશમાં તેમને કેટલા સન્માનની નજરથી જોવામાં આવે છે તેની પ્રતીતિ કરાવે છે.
બેંગલોરના જવાહરલાલ નહેરૃ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના સ્થાપક તરીકે તેમણે સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના ચેરમેન તરીકે ફરજ બજાવી છે. વડાપ્રધાનને સલાહ સૂચન આપતી આ કાઉન્સિલના વડાનો હોદો જ દર્શાવે છે કે હાલની અને ભૂતકાળની તમામ પક્ષોની સરકારોનો તેમનામાં અતૂટ વિશ્વાસ છે.
જાણીતા વૈજ્ઞાાનિક રાવે સોલિડ-સ્ટેટ અને સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીના ક્ષેત્રે નિપુણતા ધરાવે છે. ૧૯૩૪માં બેંગાલુરૃમાં હનુમંત રાવ નાગેસ અને નગમ્મા નાગેશ રાવના ઘરે જન્મેલાં ચિન્તામણિએ ૧૯૫૧માં બીએસસીની ડિગ્રી મેળવી હતી. તેઓ એ ડિગ્રી સાથે એક સારી નોકરી મેળવી શક્યા હોત. પરંતુ કંઇક શીખવાની તેમની ઇચ્છા તેમને વિજ્ઞાાનની તેમની અવિરત યાત્રા સુધી લઇ ગઇ હતી.
૧૯૫૮માં પુર્ડુ યુનિવર્સિટીમાંથી ૧૯૫૮માં પીએચડીની ડિગ્રી મેળવી હતી અને અને તેઓ ૧૯૬૩માં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઑફ ટેકનોલોજી, કાનપુર સાથે જોડાયા હતા. પોતાના માતા-પિતાના એકમાત્ર પુત્ર એવા ચિતામણી પોતાની માતાની નાનપણની વાર્તાઓ અને તેમની રોજિંદી પૂજાથી ઘણાં પ્રભાવિત હતા. તેના કારણે તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. પોતાની એ યાદોને વાગોળતાં તેમણે કહ્યું હતું કે 'મારા પિતા ઇચ્છતા હતા કે હું અંગ્રેજી બોલું. જેના કારણે મને ઘરમાં પણ ભણવાનું સંપૂર્ણ વાતાવરણ મળ્યું હતું.'

નામ ઃ ચિંતામણિ નાગેસ રામચંદ્ર રાવ
જન્મ ઃ ૩૦ જૂન ૧૯૩૪, બેંગાલુરૃ
૧૯૫૧માં મૈસૂર યુનિવર્સિટીમાંથી Bsc. ની ડિગ્રી મેળવી. એ પછી Msc.ના કોર્ષ માટે બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં જોડાયા. ૧૯૫૮માં પુર્ડુ યુનિવર્સિટીમાંથી Ph.D. ની ડિગ્રી મેળવી. ૧૯૬૩માં IIT કાનપુરમાં જોડાયા. ૬૦ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મળી.




Monday, November 11, 2013

મિસ વેનેઝુએલા ગેબ્રિયેલા ઇસ્લરને મિસ યુનિવર્સ 2013નુ મિસ યુનિવર્સનો તાજ જીતી ગઇ

ગ્રૈબિઅલાએ 24 પ્રતિસ્પર્ધીઓને પાછળ પાડીને મિસ વેનેઝુએલાનો ખિતાબ જીત્યો છે જેના કારણે તેને મિસ યુનિવર્સની સ્પર્ધામાં એન્ટ્રી મળી હતી.મિસ વેનેઝુએલા ગેબ્રિયેલા ઇસ્લરને મિસ યુનિવર્સ 2013નુ મિસ યુનિવર્સનો તાજ જીતી ગઇ છે. તેણે દુનિયાના 86 દેશોની પ્રતિસ્પર્ધીઓને હરાવીને યુનિવર્સની ખુબસુરત મહિલાનો ખિતાબ જીતી લીધો છે. આ સ્પર્ધામાં રનર અપના સ્થાને મિસ સ્પેન બનેલી રોડરિગ્ઝ ફર્સ્ટ જ્યારે ફર્સ્ટ રનર અપના સ્થાને મિસ ઇક્વેડર બનેલી કોન્સટાના બાએન્જ રહી છે. 

9મી નવેમ્બરને જુનાગઢનો આઝાદી દિવસ

જુનાગઢમાં આરઝી હકુમતની સ્થાપના કરી કાયદેસર નવાબ સામે જુનાગઢવાસીઓએ લડાઇ શરૂ કરી દિધી અને સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતના જુનાગઢવાસીઓના યોગદળના પરિણામે તારીખ 9મી નવેમ્બર 1947ના રોજ એટલે કે દેશની આઝાદી પછી ત્રણ મહિના અને પચ્ચીસ દિવસ પુરા 115 દિવસ પછી આરઝી હકુમત લડાઇ જીતી ગઇ અને 8 નવેમ્બર 1947ના રોજ રાતના બાર વાગ્યે દિવાન ભુત્તો કરાચી ભાગી ગયા અને જુનાગઢને આઝાદ જાહેર કરાયુ હતુ.

આમ, તા 9મી નવેમ્બરને જુનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમતના વિજયસ્તંભનુ (બહાઉદ્દીન કોલેજ) પુજન કરવામાં આવે છે. 15 ઓગષ્ટ 1947ના રોજ અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશ મુક્ત થયો હતો અને દેશવાસીઓને આઝાદી મળી હતી. પરંતુ જુનાગઢને આ દિવસે આઝાદી મળી નહોતી. જુનાગઢના નવાબે અવળચંડાઇ કરીને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી જુનાગઢવાસીઓના જીવ અધ્ધર કરી દિધા હતા.