Sunday, November 20, 2011

3884 CLERCK POST ( 23-November-2011 ) [H.S.C.]

     ફોર્મ ભરવા માટે http://ojas1.guj.nic.in 
  અમદાવાદ માં વર્ગો માટે કુમાર કેરીયર એકેડેમી
MO.98240 14244

સુરત માં વર્ગો માટે RACE 
MO.9227950515

Sunday, November 13, 2011

UPSC - I.A.S./I.P.S.-2012

TET & TAT -2011

                                http://ojas.guj.nic.in 

GENERAL SCIENCE FOR GPSC DY.S.O.& P.S.I.

મુંબઈ પાલિકાને કાર્બન ક્રેડિટ માટેના ૨૬ કરોડ રૃપિયા મળ્યા.
એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા આ રકમ ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડને વૈજ્ઞાાનિક રીતે બંધ કરવા બદલ આપવામાં આવી છે
પાલિકાએ ગોરાઈ ખાતે આવેલું ડમ્પિંગ ગ્રાઉન્ડ વૈજ્ઞાાનિક રીતે બંધ કરી દીધું હોવાના પગલાને કારણએ એને સારી એવી કાર્બન ક્રેડિટ મળી હતી. ગયા અઠવાડિયે આ કાર્બન ક્રેડિટ બદલ પાલિકાને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ૨૬ કરોડ રૃપિયાનો ચેક મળ્યો છે અને પાલિકા આ રકમનો ઉપયોગ વિકાસના કાર્યોમાં કરવાની છે.
આ ૨૬ કરોડ રૃપિયાનો ચેક પાલિકાને મળેલી કાર્બન ક્રેડિટની ચુકવણીનો પહેલો હપ્તો છે. આ મુદ્દે વાત કરતા પાલિકાના એક સિનીયર અધિકારી કહે છે કે પહેલાં હપ્તાના આ ચેક અને ભવિષ્યમાં મળનારી રકમથી અમે માળખાકીય સુવિધાઓને વધારે મજબૂત બનાવી શકીશું.
કાર્બન ક્રેડિટ ખાસ પ્રકારના સર્ટિફિકેટ છે જે કંપનીઓ કે સંસ્થાને વાતાવરણને પ્રદૂષિત વાયુઓથી મુક્ત કરવાના પ્રયાસ બદલ આપવામાં આવે છે. આ ક્રેડિટ બદલ નાણાંકીય વળતર આપવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એનોે વેપાર પણ થઈ શકે છે. પાલિકાએ અત્યારે એશિયન ડેપલપમેન્ટ બેન્કને ક્રેડિટ વેંચીને ૭૩ કરોડ રૃપિયા મેેળળવાનું લક્ષ્ય રાખ્યું છે.
પાલિકાને આ ક્રેડિટ ૧૭ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા ગોરાઇ ડમ્પિંગ ગ્રાઉન્ડને વૈજ્ઞાાનિક રીતે બંધ કરવા બદલ આપવામાં આવી હતી. ભારતમાં આવો પહેલો પ્રયાસ છે. પાલિકાને થોડાક વર્ષો પહેલાં અહેસાસ થયો હતો કે ૨૫ વર્ષ જુની આ ડમ્પિંગ સાઇટ પર ત્રીસ ફુટ ઉંચો કચરાનો ઢગલો થઈ ગયો છે અને હવે એમાં વધારે કચરો ઠાલવી શકાય એમ નથી. આખરે ૨૦૦૭ના ડિસેમ્બરમાં જ્યારે ત્યાં રોજના ૧,૨૦૦ ટ્રક કચરો ઠલવાતો હતો ત્યારે આ સાઇટને કચરો નાખવા માટે સત્તાવાર રીતે નકામી જાહેર કરવામાં આવી હતી.
         
        પ્લાસ્ટીકમાંથી પેટ્રોલ-ડિઝલ બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા
       ઇન્ડિયન ઇન્સ્ટિટયટ ઓફ પેટ્રોલિયમની વૈજ્ઞાનિક ટીમે પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશો બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે.
પ્લાસ્ટીકના કચરાના નિકાલની સમસ્યાનો પણ અંત આવી શકે ઃ પ્રદુષણ તદ્દન નહીંવત
સંસ્થાના નિયામક મધુકર ઓમકારનાથ ગર્ગના નેતૃત્વમાં લગભગ એક દાયકાના પ્રયોગો પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ પેટ્રોલિયમ - આઇઆઇપીના છ વૈજ્ઞાાનિકોની ટુકડીએ કેટાલીસ્ટસનું સંયોજન બનાવવામાં સિધ્ધિ મેળવી છે. આ સંયોજન પ્લાસ્ટિકનું ગેસોલીન, ડીઝલ અથવા એરોમેટિક્સમાં રૃપાંતર કરે છે. આ દરમિયાન એલીપીજી આદપેદાશરૃપે મળે છે.
''અમને લાગે છે કે નકામા પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ પેદાશોનું ઉત્પાદન એ અમારા વૈજ્ઞાાનિકોની મોટી સિધ્ધિ છે,'' એમ આઇઆઇપીના પ્રવકતા એસ.કે. શર્માએ આજે અત્રે જણાવ્યું હતું.
આખા પ્રોજેકટને સ્પોન્સર કરનાર ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. - ગેઇલ પેટ્રોલિયમ પેદાશોના મોટાપાયે ઉત્પાદન માટે પ્રોજેકટની આર્થિક સધ્ધરતા તપાસી રહ્યુ છે, એમ વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું.
આ ટેકનોલોજીનું અજોડ લક્ષણ એ છે કે પ્રવાહી બળતણ, ગેસોલીન અને ડીઝલ- યુરો-૩ બળતણના ધોરણોને અનુરૃપ છે. જેના પરિણામે માત્ર કેટાલીસ્ટ અને કાર્યવાહીના માપદંડ બદલીને જ વિવિધ ઉત્પાદનો મેળવી શકાય છે, એમ સંશોધન ટુકડીના સભ્ય સનત કુમારે જણાવ્યું હતું.
ઉત્પાદન દરમિયાન કોઇ ઝેરી પદાર્થો બહાર નહિ ફેંકાતા હોવાથી આ પ્રવાહી સંપૂર્ણપણે પર્યાવરણ અનુકુળ છે. એમાં લગભગ ૧૦૦ ટકા રૃપાંતર શક્ય બને છે. અવશેષનું ઉત્પાદન કાચા માલની ગુણવત્તા પર આધાર રાખે છે. ચોખ્ખા કાચા માલના કેસમાં એ ૦.૫ ટકાથી ઓછું હોઇ શકે છે.
આ પ્રક્રિયા લઘુ અને મોટા ઉદ્યોગો માટે સાનુકુળ છે, એમ અન્ય વૈજ્ઞાનિક શ્રીકાંત નાનોટિએ જણાવ્યું હતું.
'વેસ્ટ પ્લાસ્ટિક્સ ટુ ફ્યુઅલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ' નામના ઉપરોક્ત પ્રોજેકટનો પ્રારંભ ઇ.સ. ૨૦૦૨માં થયો હતો. જેનો સલામત નિકાલ આખી દુનિયા માટે માથાનો દુઃખાવો બન્યો છે એ પ્લાસ્ટિક કચરામાંથી બળતણ પેદા કરી શકાશે એ હકીકત લગભત ચાર વર્ષે સાર્થક થઇ હતી.
આ પ્રક્રિયામાં પ્લાસ્ટિક કચરાનું ઊંચા તાપમાને પાયોરોલિસિસ કરાય છે. એનાથી પરમાણુઓ તુટે છે અને કેટાલીટીક રૃપાંતર થાય છે. એ પછી ગેસોલીન, ડીઝલ અથવા એરોમેટિક્સ મેળવવા માટે એને પ્રવાહી સ્વરૃપમાં લાવવા માટે ઘટ્ટ કરાય છે.
એક અંદાજ અનુસાર વિશ્વભરમાં ૩૦ કરોડ ટનથી વધુ પ્લાસ્ટિક વપરાય છે, જે વર્ષે ૧૦ થી ૧૨ ટકાના દરે વધે છે.
પેટ્રોલ અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે પોલીઇથિલિન અને પોલીપ્રોપીલીનની જેમ જે મુખ્ય કાચો માલ છે એ પોલી ઓલફિનિક પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો વપરાશ કુલ વપરાશના ૬૫ થી ૭૦ ટકા જેટલો છે.
એક કિલો કાચા પોલીઓલેફિનિક પ્લાસ્ટિકમાંથી એલપીજી સાથે ૬૫૦ થી ૭૦૦ મિલિ પેટ્રોલ અથવા એલપીજી સાથે ૮૫૦ મિલિ ડીઝલ અથવા એલપીજી સાથે ૪૫૦-૫૦૦ મિલિ એરોમેટિક્સનું ઉત્પાદન થઇ શકે.

1.ગુરુત્વાકર્ષણબળ...

જેનું અસ્તિત્વ બ્રહ્માંડની ઉત્પતિ પહેલાનું છે તેવા ગુરુત્વાકર્ષણબળની આ વાત છે. ગુરુત્વાકર્ષણબળ વિના તારા, ચંદ્ર, સુર્ય, ગ્રહો, ઉપગ્રહો, નિહારીકા અને બ્રહ્માંડનું સર્જન કે પછી અસ્તિત્વ શક્ય નથી. જ્યારે પ્રથમ બે હાઈડ્રોજન અણુઓ વચ્ચેના આકર્ષણબળ થઈને જોડાયા હશે ત્યારે જ બ્રહ્માડના સર્જનની શરૃઆત થઈ હશે. આ ગુરુત્વાકર્ષણબળ બ્રહ્માંડની ઉત્પતિ પહેલાનું આદિબળ છે.
કહેવાય છે કે ગુરુત્વાકર્ષણબળની શોધ આઈઝેક ન્યુટન નામના વૈજ્ઞાાનિકે કરી હતી. સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડતા જોઈને તેના દીમાગમાં ઉદ્ભવેલા પ્રશ્નના જવાબ શોધવા ખુબજ ઉડું મનોમંથન કર્યું. અનેક પ્રયોગો કર્યા બાદ જેના નવનિત રૃપે ગુરુત્વાકર્ષણબળના નિયમનું નિર્માણ થયું છે. જે આ મુજબ છે ''વિશ્વના દરેક પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળને અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.'' ન્યુટને ગુરુત્વાકર્ષણબળ શા માટે લાગે છે અને કેટલું લાગે (મુલ્ય) છે તે શોધી આપ્યું. પછી આજ સુધી કોઈ વૈજ્ઞાાનિકે ગુરુત્વાકર્ષણબળના મુલ્યમાં વધારો કે ઘટાડો કરી શક્યા નથી એટલે કે એવી કોઈ ટેકનોલોજી ડેવલપ કરી શક્યા નથી. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણબળનો ઉપયોગ કરી કોઈ યંત્રો ચલાવી શક્યા નથી. જે નજીકના ભવિષ્યમાં શક્ય થવાનું છે. મારી દ્રષ્ટિએ ગુરુત્વાકર્ષણબળ એ એક ઉર્જાનું સ્વરૃપ છે, માટે તેને એક ઊર્જાના સ્વરૃપમાંથી બીજા સ્વરૃપમાં રૃપાંતરીત કરી શકાય અને તેનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય. ગુરુત્વાકર્ષણબળ એ બિન પ્રણાલીગત અને પુનઃપ્રાપ્ય અખુટ ઊર્જાનો ભંડાર છે. પરંતુ આપણા વિજ્ઞાાને હજુ સુધી કોણ જાણે કેમ ઊર્જા સ્તોત્ર તરીકે સ્વીકારેલ નથી. મારી માન્યતા મુજબ ગુરુત્વાકર્ષણબળને બિન પ્રણાલીગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત તરીકે સ્વીકારવો જ પડશે. જે ભવિષ્ય જ બતાવશે.
ગુરુત્વાકર્ષણબળની પ્રથમ શોધ ન્યુટને નહી પરંતુ અગત્સ્ય મુનીએ કરી હતી. જેના વિશેના ઉલ્લેખ આપણા પુરાણોમાં જોવા મળે છે. પરંતુ તે વાતને આપણે હમેશાં ફક્ત અને ફક્ત ધાર્મીક રીતે જોઈને લાંબુ વિચારવાને બદલે તેના નામની અગરબત્તી કે દિવા કરી આત્મસંતોષ માની લઈએ છીએ. તેમાં રહેલી વૈજ્ઞાાનિક વાત જે સાંકેતીક રીતે દર્શાવેલી હોય છે, તે સમજવાનો પ્રયત્ન આપણે કરતા નથી અથવા કહેવાતા ધર્મગુરૃઓ આ બાબતથી અજ્ઞાાન હોય છે અને કોઈ વૈજ્ઞાાનીક વાત કરે તો તેમનું ખંડન કરીને ફક્ત ધર્માંધ બનાવવાના પ્રયત્નો કરતા આવ્યા છે. ખેર જવા દો એ વાત...
આ બધી વાતો આપણા ધાર્મીક ગ્રંથોમાં ઉલેખન્ય છે. જેને વૈજ્ઞાાનિક રીતે મુલવવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે અગત્સ્ય મુની જે ન્યુટન કરતા પણ મહાન વૈજ્ઞાાનીક હતા. અગત્સ્ય મુનીએ વિશ્વમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણબળની શોધ કરી હતી, એટલું જ નહીં પણ ધારે ત્યારે અને ધારે તે જગ્યાએ ગુરુત્વાકર્ષણબળના મુલ્યમાં ફેરફાર કરી શકતા હતા. એવી કોઈ ટેકનોલોજી તેમણે વિકસાવી હતી. જે આજ સુધી આપણા વૈજ્ઞાાનીક શોધી શક્યા નથી. કદાચ આવી ટેકનોલોજી નજીકના ભવિષ્યમાં શોધાશે ખરી આવી આશા રાખીયે.
અગત્સ્ય મુનીના ધાર્મીક કાર્યોને વૈજ્ઞાાનીક મુલવણી મે આ રીતે કરેલ છે. (૧) અગત્સ્ય મુનીએ શોધેલી ટેકનોલોજીથી અરબી સમુદ્રના તળીયે ગુરુત્વાકર્ષણ બળ એટલું બધુ ઘટાડી દીધું કે જેથી સમુદ્રનું પાણી ઝડપથી બાષ્પીભવન થઈને ઉડવા લાગ્યું જે આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ આપણને એમ લાગ્યું કે મુની ખોબો ભરી બધું જ પાણી પી ગયા. ખરેખર મુનીના હાથમાં પેલી ટેકનોલોજીનું રહસ્ય સમાયેલું હતું. (૨) વિંધ્યાચલ પર્વતની નીચે મુનીએ એટલું બધું ગુરુત્વાકર્ષણ બળ વધારી દીધું કે જેથી પર્વત આખો જમીનમાં ખુંપી ગયો અને ઉંચાઈ ઘટાડી દીધી. (૩) શંકર ભગવાનના વિવાહ વખતે અગત્સ્ય મુની દક્ષિણ દિશામાં જઈને તેની ટેકનોલોજી મુજબ ત્યાં ગુરુત્વાકર્ષણ વધારી દીધું કે જેથી પૃથ્વીનું ગુરુત્વકેન્દ્ર તે તરફ ખેંચાણ અને પૃથ્વી બેલેન્સ થઈ ગઈ. (૪) આકાશ માર્ગે વહેતી કાવેરી નદીને ધરતી પર જ્યાં ઉતારવી હતી ત્યાં ગુરુત્વાકર્ષણબળ એટલું બધું ઘટાડી દીધું કે જેથી કાવેરી નદીનો પ્રચંડ ધોધ ખુબજ ધીમે રહીને જમીન પર ઉતર્યો ને ધરતી પર વહેવા લાગ્યો. આમ કહી શકાય કે અગત્સ્ય મુની ગુરુત્વાકર્ષણબળમાં પી.એચ.ડી. થયા હતા. ન્યુટન ગુરુત્વાકર્ષણબળ શોધી શક્યા હતા પરંતુ મુલ્ય બદલાવી શક્યા ન હતા. જો અગત્સ્ય મુનીની આ ટેકનોલોજી આપણા હાથ લાગી જાય તો ગુરુત્વાકર્ષણબળની કીંમતમાં વધ-ઘટ કરીને ઇંધણ વગર અવીરત ચાલતા યંત્રો બનાવી શકાય. જે પ્રદુષણ મુક્ત અને બીન પ્રણાલીગત પુનઃપ્રાપ્ત ઊર્જા સ્ત્રોત બની રહેશે અને ઊર્જાની કટોકટીનો અંત લાવી શકાશે.

2. બેક્ટેરિયા પૃથ્વી પરના સૌથી  વધારે ઉંમરલાયક અને પ્રાચીન  સજીવો .
પૃથ્વી પરના બાયોમાસનો  અડધો એટલે કે ૫૦% હિસ્સો એકમાત્ર બેક્ટેરિયાની વિવિધ 
પ્રજાતિઓનો છે અબજો- ખર્વો સજીવ કોષો વડે માનવ શરીર બને છે.પરંતુ શરીરની અંદર અથવા શરીરની ઉપર શરીર રચનારા કોષો કરતાં દસ ગણા બેક્ટેરિયા  વસે છે

૧૯૭૦નો દાયકો ચાલી રહ્યો હતો. યુવાન અને સુંદર કન્યાઓ બોની બેસલેર માઇક્રોબાયોલોજી ક્ષેત્રે એક 'ગ્રાઉન્ડ બ્રેકીંગ' શોધ કરી નાખી એ સમયે આ શોધની ઉપયોગીતા વૈજ્ઞાાનિકોની સમજમાં આવી નહોતી. બોની બેસલર કહે છે કે કોઈ VIP ગણવામાં આવતી નહતી આજે સમય બદલાઈ ગયો છે.

બોની બેસલરને માઇક્રોબાયોલોજીના ફાસ્ટ ગ્રોઇંગ ફીલ્ડ 'કોરમ સેન્સિંગ'ની ક્વીન ગણવામાં આવે છે. ૪૮ વર્ષની બોની આજે સફળ કેરીઅરની માલિક છે. મેક આર્થર ફાઉન્ડેશનનો 'જીનીઅસ' એવોર્ડ બોનીએ મેળવ્યો છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં સભ્યપદ મળ્યું છે. હાર્વડ હ્યુજીસ મેડીકલ ઇન્સ્ટીટયૂટમાં નોંધપાત્ર પોસ્ટ અને અમેરિકન સોસાયટી ફોર માઇક્રોબાયોલોજીનું પ્રમુખપદ પણ મળ્યું છે. આ સિદ્ધિની સીધી હકદાર બની છે કારણ કે 'કોરમ સેન્સીંગ'નું સંશોધન આજે વૈજ્ઞાાનિકોને તેની મહત્તા સમજાવી ચૂક્યું છે. આખરે કોરમ સેન્સીંગ શું છે ? બોની બેસલર અને અન્ય વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું છે કે, 'બેક્ટેરિયા લાંબુ જીવતા, માત્ર વંશવૃદ્ધિ કરનારા અંડકોષી સજીવો નથી જ્યારે ટોળામાં તેઓ એકઠા થાય છે ત્યારે, તેમના ખાસ સેલફોન અને ઇન્ટરનેટ હોટલાઇન ઉપર ચીટકી જાય છે. બેક્ટેરિયા બોલે છે. જી હા, બેક્ટેરિયા બોલે છે પણ તેમની બોલવાની ભાષા અલગ છે. સાંભળવાની રીત અને સમજવાની ભાષા અલગ છે તેમની ભાષા એક કેમિકલ લેંગ્વેજ છે. એક બીજા સાથે વાત કરવા માટે બેક્ટેરિયા 'કેમિકલ સિગ્નલિ'ની પદ્ધતિ અપનાવે છે. તે જે પર્યાવરણમાં જીવતા હોય છે ત્યાં તેઓ ખાસ પ્રકારના કેમિકલ મોલેક્યુલ/ રાસાયણિક રેણુઓ દ્વારા સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન ચલાવે છે. સંદેશા વ્યવહાર ચલાવવા માટે બેક્ટેરિયા પાસે ખાસ ઉદ્દેશ્ય હોય છે સૌ સાથે મળી બેક્ટેરિયાએ કઈ રીતે વર્તવું ? ઇન્ફેક્શન એટલે કે વિવિધ અંગોને રોગી બનાવવા માટે ક્યારે હુમલો કરવો ? આ બધા ઉદ્દેશ્યને પૂરા કરવા તેઓ કેમિકલ સીગ્નલીંગ મોકલે છે. કેમિકલયુક્ત મોલેક્યુલની સંખ્યા ઉપરથી બેક્ટેરિયા પોતાની 'રેન્ક' જાણી શકે છે. બેક્ટેરિયાની સંખ્યા જાણી શકે છે અને બેક્ટેરિયાને લાગે છે કે બસ હવે આપણી જાતિના બેક્ટેરિયાની સંખ્યા પર્યાપ્ત આંક સુધી પહોંચી ચૂકી છે બસ પછી ખલ્લાસ સમજી લો કે સભા માટે જરૃરી સભ્યો ભેગા થઈ ચૂક્યા છે એટલે કે કોરમ મળી ચૂકી છે. બેક્ટેરિયા જરૃરી 'કોરમ' મળતાં જ વિશાળ કામ કરવા લાગે છે જે કામ એક બેક્ટેરિયાથી કરી શકતું નથી તે બધા ભેગા મળીને કરે છે. હાથી જેવા પ્રાણીને મારીને હાથી 'માટી'માં ફેરવી શકે છે. માટીમાંથી છોડને ખાતર પૂરું પાડી શકે છે. દરિયામાં સજીવોને 'જૈવિક અજવાળું' પૂરું પાડે છે. દાંતના બાજેલી છારીમાં ૮૦૦ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા વસે છે અને દાંત છેવટે સડવા માંડે છે આટલું ઓછું નથી બેક્ટેરિયાની પર્યાપ્ત સંખ્યાની 'કોરમ' મળે છે ત્યારે... તેમને ઝેરી અસર બતાવી કોલેરા, પ્લેગ, ન્યુમોનીયા કે મેનીન્જાઈટીસ જેવી બીમારી ફેલાવી શકે છે.

૧૯૭૦ના દાયકામાં બોની બેસલરે શોધી કાઢ્યું હતું કે, 'બેક્ટેરિયા પોતાની જાતિના બેક્ટેરિયા સાથે સંવાદ કરી શકે છે. બેક્ટેરિયા પોતાનું ન્યુસન્સ કઈ રીતે ફેલાવે છે તે જાણવા માટે પ્રયોગો કર્યા ત્યારે જાણવા મળ્યું કે દરેક બેક્ટેરિયાને પોતાની અલગ ભાષા છે મતલબ તેઓ અલગ પ્રકારના કેમિકલ મોલેકલયુક્ત સીગ્નેચર' તેની જાતિના અન્ય બેક્ટેરિયા જ સમજી શકે છે. બોની બેસલર બેક્ટેરિયા જે વાર્તાલાપ કરે છે તેને ઉકેલનારી ચેમ્પિયન છે. યેલ યુનિવર્સિટીના વૈજ્ઞાાનિક જો હેન્ડલસમાન કહે છે કે, 'પહેલા અમે એવું માનતા હતા કે દરેક અલગ અલગ સ્પીસીઝના બેક્ટેરિયાના સંવાદની ભાષા બેજોડ છે બોની બેસલરે કોરમ સેન્સિંગની સ્ટોરીમાં આશ્ચર્યજનક શક્યતા બતાવી હતી કે બે અન્ય સ્પીસીઝના બેક્ટેરિયા પણ 'ઇન્ટરસ્પીસીઝ' કોમ્યુનિકેશન કરી શકે છે.'

આજે બેક્ટેરિયા એન્ટીબાયોટિક દવાનો ડોઝ મેળવીને 'એન્ટીબાયોટીક રેસીસ્ટન્સ' વિકસાવી ચૂક્યા છે. પેનીસીલી અને અન્ય દવાઓ સામે રેઝીસ્ટન્સ કેળવીને 'સુપરબગ' જેવા બેક્ટેરિયા પણ વિકસી ચૂક્યા છે. બોની બેસલર કહે છે કે 'કોરમ સેન્સીંગના સંશોધન નવા જનરેશનવાળી એન્ટી બાયોટિક ઔષધો આપી શકે તેમ છે. એન્ટી-બાયોટિક દવા વડે બેક્ટેરિયાને મારવાનો એપ્રોચ ડ્રગ રેસીસ્ટન્સ/ પ્રતિરોધકતા કેળવી આપે છે. બેક્ટેરિયા જે મોલેક્યુલર મેસેજનો ઉપયોગ કરી 'રોગ' ફેલાવે' છે તે મેસેજને બ્લોક કરી શકાય તો રોગને શરુ થતા પહેલાં જ રોકી શકાય. સરળતાથી બેક્ટેરિયાને માર્યા સિવાય રોગને નાથી શકાય તેમ છે. આખરે બેક્ટેરિયા હંમેશા નુકશાનકારક હોતા નથી...

બેક્ટેરિયા પૃથ્વી પરના સૌથી વધારે ઉંમરલાયક અને પ્રાચીન સજીવો છે. પૃથ્વી પરના બાયોમાસનો અડધો એટલે કે ૫૦% હિસ્સો એકમાત્ર બેક્ટેરિયાની વિવિધ પ્રજાતિઓનો છે અબજો- ખર્વો સજીવ કોષો વડે માનવ શરીર બને છે. પરંતુ શરીરની અંદર અથવા શરીરની ઉપર શરીર રચનારા કોષો કરતાં દસ ગણા બેક્ટેરિયા વસે છે મજાકમાં કહેવું હોય તો ૧૦૦% બેક્ટેરિયાની વસ્તીમાં આપણા શરીરના માનવકોષો (શરીર)નો હિસ્સો ૧૦% છે. જેને આપણે 'શરીર' કહીએ છીએ તમારા આંતરડાના બેક્ટેરિયા વિટામીન K અને B- 12 બનાવે છે. આંતરડાના બેક્ટેરિયાની બાયો-ડાયવરસીટીના કારણે જે 'એન્ઝાઇમ્સ' પેદા થાય છે. જેના કારણે ખોરાક હજમ થાય છે. ટાંકણીના માથા ઉપર ત્રણ લાખ બેક્ટેરિયા સમાઈ શકે છે. બેક્ટેરિયા ખડકોને મીનરાલાઇઝડ એટલે કે ખનિજ તત્ત્વો પેદા કરે છે. લોહતત્ત્વનો જમાવ કરે છે.

બાયો-કેમિસ્ટ્રીમાં ડોક્ટરેટ મેળવીને બોની બેસલરે લા જોલાના એગેરોન સંશોધન કેન્દ્રમાં સંશોધન કર્યું હતું. દરિયામાં સ્વયં પ્રકાશિત 'સ્કવીશ' વિશે 'બોની'એ સાંભળ્યું હતું. 'સ્કવીશ' પ્રકાશ કઈ રીતે પેદા કરે છે તેનું રહસ્ય શોધવાની મથામણમાં બેક્ટેરિયાના કોમ્યુનિકેશન એટલે 'કોરમ સેન્સિંગ'ની શોધ કરી હતી. અહીં તેણે વાબ્રીયો ફિશ્ચેરી અને 'વાઇબ્રીયો હારવેચી' બેક્ટેરિયા પર વિગતવાર સંશોધન કર્યું હતું. બેક્ટેરિયા જે કેમિકલ મોલેક્યુલનો ભાષા તરીકે ઉપયોગ કરે છે તેને ઓટો- ઇન્ડયુસર કહે છે. બોની કહે છે 'જ્યારે કોલેરાના બેક્ટેરિયા 'બેક્ટેરિયા કોલેરા ઓન્લી'નો પ્રાઇવેટ મેસેજ અને અન્ય બેક્ટેરિયાનો પબ્લિક મેસેજ 'વી આર ઓલ બેક્ટેરિયા' મેળવે છે ત્યારે તેઓ ખતરનાક ઝેરી અસર પેદા કરે છે જે ખતરનાક સાબિત થાય છે. વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું છે કે બેક્ટેરિયા વડે બધી જ જાતિના બેક્ટેરિયા સમજી શકે તેવા યુનિવર્સલ કોમન લેંગ્વેજ મોલેક્યુલને બેક્ટેરિયાના સ્મોલ RNA વડે માઇક્રો-મેનેજ કરવામાં આવે છે. કોરમ સેન્સિંગમાં માત્ર માઇક્રો-બાયોલોજીસ્ટ જ નહી બાયોકેમિસ્ટ ફ્રીઝીસ્ટ, એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફર, સ્ટ્રક્ચર બાયોલોજીસ્ટ ગણિતશાસ્ત્રી, ઉત્ક્રાંતિવાદીઓ અને ફુગ ડિઝાઇનરોને પણ રસ પડયો છે. આખરે બેક્ટેરિયાનું આ કોરમ સેન્સિંગ શું છે ?

'કોરમ સેન્સિંગ' એક એવી ઘટના છે જેમાં બેક્ટેરિયા દ્વારા મોકલેલ 'સિગ્નલ મોલેક્યુલ' એકઠા થાય છે ત્યારે, સીંગલ સેલ એટલે કે એકમાત્ર બેક્ટેરીયા એ જ વાતાવરણમાં કેટલા બેક્ટેરિયા છે એટલે કે કેટલી 'સેલ ડેન્સીટી' છે તે જાણી શકે છે એક જ કુદરતી વાતાવરણમાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા વસે છે જે અલગ અલગ પ્રકારના બંધારણવાળા 'સિગ્નલિંગ મોલેક્યુલ' મુક્ત કરે છે. બેક્ટેરિયા વચ્ચેના સંવાદને 'કોરમ સેન્સિંગ' કહે છે શા માટે બેક્ટેરિયાને બોલવાની કે વાર્તાલાપ કરવાની જરૃર પડે છે ? કોરમ સેન્સિંગ વડે સિંગલ બેક્ટેરિયા પોતાની વર્તણુંક નક્કી કરી શકે છે. જે પર્યાવરણમાં બેક્ટેરિયા વસેછે તે અચાનક અને ઝડપથી બદલાતી પણ રહે છે. ખોરાકી તત્ત્વ મેળવવા અન્ય માઇક્રો ઓર્ગેનીઝમથી રક્ષણ મેળવવા બેક્ટેરિયા એકબીજા સાથે કેમિકલ સંવાદ વડે સંપર્કમાં રહે છે. મનુષ્યના કોષોમાં રોગની અસર પેદા કરવા માટે પેથોજોનિક બેક્ટેરિયા માટે કોરમ સેન્સિંગ હુમલો કરવાની સાયરન સમાન છે. માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને હટાવવા માટે તેઓ પોતાનું ઝેરી સ્વરૃપ બનાવે છે શું બધા બેક્ટેરિયા એક જ પ્રકારના કેમિકલ સિગ્નલનો ઉપયોગ કર છે ?

ેબેક્ટેરિયાની અલગ અલગ પ્રજાતિ અલગ અલગ મોલેક્યુલનો ઉપયોગ કરે છે. આ સીગ્નલિંગ સંયોજનને ઓટો-ઇન્ડયુસર અથવા ફેરોમોન્સ કહે છે. જે રાસાયણિક રીતે એસીલ હોમોેરાઇન લેક્ટોન (AHL) વર્ગનું રસાયણનું બનેલ હોય છે. જ્યારે આવા ઇન્ડયુસર રિસેપ્ટર સાથે જોડાય છે. ત્યારે ચોક્કસ પ્રકારના જનીનોને એક્ટીવ/ સક્રિય કરે છે. બેક્ટેરિયાની સંખ્યા મર્યાદિત હોય છે ત્યારે ઇન્ડયુસરનું માધ્યમમાં તેની સાંદ્રતા/ કોન્સન્ટ્રેશન લગભગ 'જીરો' હોય છે. જરૃરી માત્રામાં બેક્ટેરિયા એકઠા થાય છે ત્યારે ઇન્ડયુસરની સાંદ્રતા ચોક્કસ લેવલે પહોંચે છે. બેક્ટેરિયા માટે આ ક્ષણ મહત્ત્વની હોય છે. કોરમ સેન્સિંગ વડે એક જ પ્રકારના બેક્ટેરિયા નક્કી કરે છે કે હવે કઈ એક્શન લેવી ! કોરમ સેન્સિંગના કેમિકલ મોલેક્યુલ્સને 'એન્ઝાઇમેટીક ડિગ્રેડેશન' થવાની પ્રક્રિયાને 'કોરમ ક્વીન્સીંગ' કહે છે. 'કોરમ સેન્સિંગની' પ્રથમ શોધ માઇક્લો બેક્ટેરિયામાં શોધાઈ હતી ત્યાર બાદ સ્ટ્રેપ્ટોમાઇસીસમાં જોવા મળી હતી. શું એક જાતિના બેક્ટેરિયા બીજી જાતિના બેક્ટેરિયા સાથે વાર્તાલાપ કરી શકે છે ?

સંશોધનમાં જોવા મળ્યું છે કે કોરમ સેન્સીંગ વડે બેક્ટેરીયામાં આંતર જાતીય વાર્તાલાપ પણ થાય છે. જેને ટેકનિકલ શબ્દોમાં કોર્મ સેન્સીંગ ફોસ ટોક કહે છે. માઇક્રોબાયોલોજી ક્ષેત્રે ફોસ ટોકનું ઘણું મહત્વ છે. બાયો-ફિલ્મ, જેમાં અલગ અલગ જાતિના બેકટેરીયા મિશ્ર પ્રજાની માફક રહે છે. દરેક કેમિકલ મોલક્યુલ ને અલગ અલગ બેક્ટેરીયા અલગ અર્થઘટન કરે છે. ભાષામાં જેમ એક જ શબ્દના અલગ અલગ અર્થ નીકળે છે. બસ એવું જ અહી અલગ અલગ જાતિના બેકટેરીયાનું મોલેક્યુબનું અર્થઘટન અલગ અલગ થાય છે. શા માટે બેકટેરિયાના કોરમ સેન્સીંગનો અભ્યાસ અને સંશોધન કરવું જરૃરી છે. ?

કોરમ સેન્સિંગનો અભ્યાસ જરૃરી છે કારણ કે તે પરોપજીવી- પેરાસાઇટ્સની આંતરિક મિકેનિઝમ સમજાવે છે. તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીને લગતા ઇન્ફેક્શનને કંટ્રોલ કરવામાં થઈ શકે તેમ છે. ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા Acyl-homogetive lactone ને QS સિગ્નલ તરીકે મુક્ત કરે છે જેને ઓટો ઇન્ડયુસર કહે છે. જ્યારે ગ્રામ- પોઝીટીવ બેક્ટેરિયા પેપ્ટાઇઝ બેઝવાળા સિગ્નલિંગ મોલેક્યુલ મુક્ત કરે છે. કોરમ સેન્સિંગ (QS) ના સંશોધનો વડે બેક્ટેરિયાના રોગ પેદા કરવાના મેસેજ બ્લોક કરે તેવા નવા ડ્રગ્સ ડિઝાઇન કરી શકાય તેમ છે. રોગની સારવાર માટે આ નવો એપ્રોચ છે જેમાં બેક્ટેરિયા ડ્રગ્સ સામે પ્રતિરોધકતા કે રેઝીસ્સટન્સ કેળવી શકે તેમ નથી. કોરમ સેન્સિંગ વડે જ બેક્ટેરિયાના જનીનોનું નિયંત્રણ થાય છે. સંશોધન સરળ સમજૂતી એ આપે છે કે જો કોરમ સેન્સિંગને વૈજ્ઞાાનિકો કંટ્રોલ કરી શકે તો સજીવોમાં રોગ પેદા થતો અટકાવી શકાય. એન્ટીબાયોટિક દવા વડે પેથોજેનિક બેક્ટેરિયા સાથે ઉપયોગી બેક્ટેરિયા પણ નાશ પામે છે. આ નુકસાનને QS આધારિત દવાઓના ઉપયોગથી ઘટાડી શકાય તેમ છે. QS સિસ્ટમને નાથવાથી સજીવના શરીરમાં બેક્ટેરિયા, પેથોજેનીક બેક્ટેરિયા બનીને ખતરનાક થતા અટકી શકે છે. બેક્ટેરિયા બોલ છે બહુમતીમાં ભેગા થઈને બેક્ટેરિયા બોલે ત્યારે તમારા શરીરમાં તકલીફની શરુઆત થઈ રહી છે તેમ જાણી લેવું બેટર એ છે કે બેક્ટેરિયાની બોલતી જ (QS) બંધ કરી દેવી જોઈએ

Thursday, November 10, 2011

U.P.S.C./G.P.S.C.-2011

સૈન્યમાં જોડાયા વિના પણ યુદ્ધના મોરચે જઈ શકાય
 
સરકારી કર્મચારીઓને શિસ્તનાં પાઠ ભણાવવા એમના માટે ટીએની ટ્રેનિંગ ફરજિયાત બનાવવી જોઈએ
તાજેતરમાં એવા સમાચારા આવ્યા છે કે મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તથા શૂટર અભિનવ બિંદ્રાને ટેરિટોરિયલ આર્મીમાં આવકારવામાં આવ્યા છે. ધોનીને તો સીધી કર્નલની પોસ્ટ આપવામાં આવી છે. આ જાણીને ઘણા ક્રિકેટપ્રેમીઓ ખુશ થયા. સાથે સાથે તેમણે એ જાણવા પણ ઉત્સુકતા પણ બતાવી કે ટેરિટોરિયલ આર્મી એટલે શું?
ઘણાં લોકોને દેશસેવા કરવાની તીવ્ર ઈચ્છા હોય છે પણ એમને દેશસેવા કરવાનું માધ્યમ નથી જડતું. આવા દેશપ્રેમીઓએ ટેરિટોરિયલ આર્મી (ટીએ)માં જોડાવા જેવું છે. મોટાભાગના લોકોને આ વાંચીને પ્રશ્ન થશે કે ટેરિટોરિયલ આર્મી વળી કોઈ બલાનું નામ છે? ટીએ ભારતીય સૈન્યનો જ એક ભાગ છે અને ૧૮ થી લઈને ૪૨ વરસ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક એમાં જોડાઈ શકે છે. ટીએને સિટીઝન્સ આર્મી પણ કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો ટીએ ઈન્ડિયન આર્મીનું એક સંગઠન છે, જે જુદા જુદા ક્ષેત્રના વોલંટિયરોને વરસમાં અમુક દિવસ લશ્કરી તાલિમ આપે છે. રેગ્યુલર ઈન્ડિયન આર્મી બાદ સંરક્ષણની બીજી હરોળ તરીકે ટેરિટોરિયલ આર્મીનો ઉપયોગ કરી શકાય એ માટે નાગરિકોને લશ્કરી તાલિમ અપાય છે. ટીએનો પોતાનો એક સમૃદ્ધ ઈતિહાસ છે પણ કમનસીબે સામાન્ય ભારતીય નાગરિક એ વિશે જાણતો નથી. ટીએ ભારતને બ્રિટીશરો તરફથી મળેલો વારસો છે. અમેરિકામાં ટીએને નેશનલ ગાર્ડ્સ એવું નામ અપાયું છે. બ્રિટિશરોએ ૧૯૨૦માં ટીએની સ્થાપના કરી હતી. જોકે, ટીએ એક્ટ આઝાદી બાદ ૧૯૪૮માં પસાર થયો હતો અને ટેરિટોરિયલ આર્મીની વિધિવત સ્થાપના ૧૯૪૯માં થઈ હતી. ટીએ એવા લોકો માટે છે જેઓ પોતાની પસંદગીના વ્યવસાયમાં પ્રવૃત્ત છે પણ સંકટ સમયે તેઓ સશસ્ત્ર દળોનો એક ભાગ બનીને દેશસેવા કરે છે. 
ટીએની તાલિમ લેનાર અને જોડાનાર નાગરિકોને ટેરિયર્સ કહેવાય છે. એમને તમે પાર્ટ-ટાઈમ સોલ્જર્સ ગણાવી શકો. ચીનના આક્રમણ અને ભારત-પાકિસ્તાન યુદ્ધો વખતે આ પાર્ટટાઈમ સોલ્જરોએ નોેંધપાત્ર કામગિરી બજાવી હતી. ઉપરાંત, શ્રીલંકા, જમ્મુ-કાશ્મીર અને ઈશાન ભારતની કટોકટીઓ તથા લાતૂર અને ગુજરાતના ધરતીકંપો અને ઓરિસ્સાના પૂર જેવી આપતકાલીન પરિસ્થિતિમાં પણ ટીએના સોલ્જરોએ મહત્ત્વની કામગીરી બજાવી જાણી છે. ટીએમાં દાખલ થવા માટે તમારી વય ૧૮ થી ૪૨ વરસની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાય છે અને ઈન્ટરવ્યુમાં પાસ થનારે પછીથી સર્વિસ સિલેક્શન બોર્ડસ અને મેડીકલ બોર્ડસ સમક્ષ હાજર થવું પડે છે. આ બધામાંથી પસાર થયા પછી ઉમેદવારનું ટીએમાં ફાઈનલ કમીશન એટલે કે નિયુક્તિ થાય છે. ઉમેદવારોને એમના રેગ્યુલર વ્યવસાય કે નોકરીમાં ખલેલ ન પડે એ માટે ટીએની તાલિમ સામાન્યપણે વર્કિંગ અવર્સ પછી રખાય છે.
ટીએની આવી અનોખી વિભાવનાને લીધે ઘણી જાણીતી હસ્તીઓ હોંશે હોશે વોલન્ટરી સોલ્જર્સ બનવા પ્રેરાઈ છે. છેલ્લે એમાં અભિનેતા વિવેક ઓબેરોયનું નામ ઉમેરાયું છે. વિવેકના ઘણા કુટુંબીજનો લશ્કરમાં છે એટલે આર્મી તરફથી ટીએમાં જોડાવાનું આમંત્રણ મળતા એ ખુશ ખુશ થઈ ગયો હતો. તો પાર્ટટાઈમ સોલ્જર બને ત્યારે ખરો પણ કેન્દ્રના માજી મંત્રી કે.પી. સિંઘ દેવ તો ટીએમાં ૨૫ વરસ સેવા આપી ચૂક્યા છે. એટલું જ નહિ પણ એમની અપ્રતીમ અને દીર્ધકાલીન સેવાઓ માટે એમને અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ)ની નવાજેશ પણ થઈ છે. ટીએમાં આ સૌથી ઊંચુ સન્માન ગણાય છે. કે.પી. સિંઘ દેવે ૧૯૭૧ના યુદ્ધ વખતે ઓપરેશન કેકટ્સ લિલીમાં ભાગ લીધો હતો. ટીએમાં બ્રિગેડીયર જેવા ઊંચા હોદ્દા સુધી પહોંચનાર સિંઘ દેવ ફ્લેશબેકમાં જતા કહે છે, 'એ ઓપરેશનમાં અમારી રેજિમન્ટે દુશ્મનના ત્રણ વિમાનો તોડી પાડયા હતા. એ માટે અમને ઘણાં મેડલ્સ પણ મળ્યા હતા.'
નાનપણથી જ દેવને લશ્કરના યુનિફોર્મનું વળગણ હતું. તેઓ નૌકાદળમાં જોડાવા માગતા હતા. 'અમારુ કુટુંબ નેતાજી સુભાષચંદ્ર બોસનું પ્રશંસક રહ્યં છે અને યોેગાનુયોગે તેઓ પણ ૧૯૧૬માં ટીએમાં જોડાયા હતા,' દેવ કહે છે. લશ્કરમાં જોડાવાની ઈચ્છા છતાં એમણે પિતાની આજ્ઞાાને અનુસરી ઉચ્ચ શિક્ષણ લેવાનું પસંદ કર્યું હતું. ત્યાર સુધીમાં સૈન્યમાં જોડાવાની ઉમર વીતી ચૂકી હતી અને ૧૯૬૭માં તેઓ લોકસભામાં ચૂંટાયા. સંસદમાં ગયા પછી પણ દેવનું આર્મી પ્રત્યેનું આકર્ષણ યથાવત હતું. યોગાનુયોગે લોકસભામાં એમની મુલાકાત મેજર રણજિત સિંહ સાથે થઈ, જેઓ ટીએ સાથે જોડાયેલા હતા. એમણે દેવને ટીએમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું અને અંતે દેવ ૧૯૭૧માં સર્વિસ સિલેક્શન બોર્ડમાં પાસ થઈ ગયા. 
ત્યારથી લઈને આજ સુધીની એમની યાત્રા એક યાદગાર અનુભવ આ બધા વરસોમાં દેવે વિવિધ ખાતાના પ્રધાન તરીકેની કામગીરી બજાવવા ઉપરાંત ટીએમાં પણ પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે. ટેરિટોરિયલ આર્મી આમ તો રેગ્યુલર આર્મી જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે આર્મીના જવાનો વરસમાં ૧૧ મહિના તાલીમ લે છે જ્યારે ટીએના પાર્ટટાઈમ સોલ્જરોએ એ બધુ બે મહિનામાં શીખી લેવાનું હોય છે. એટલે જ દેવને આર્મી કરતા ટીએ વધુ મુશ્કેલ લાગે છે કારણ કે એમણે ટુંકા સમય ગાળામાં આર્મીના રેગ્યુલર જવાનો જેટલા જ સક્ષમ બનવાનું હોય છે. ટીએમાં જોડાનારે મિલીટરી ટેક્ટીકસ અને મિલીટરી લૉજ જેવી ઘણી બધી પરીક્ષાઓ પણ પાસ કરવી પડે છે.
ટીએમાં જોડાવા બદલ કે.પી. સિંઘ દેવને અંગતપણે અને વ્યવસાયિક દ્રષ્ટિએ ઘણા લાભ અહીં છે. 'મને સેક્યુલારિઝમ (ધર્મ નિરપેક્ષતા) શીખવા મળી છે. ભારતના સશસ્ત્ર દળો સેક્યુલારિઝમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઉપરાંત, મંત્રી તરીકેની કામગીરીમાં મને ટીએની તાલિમ કેટલી મદદરૃપ થઈ છે એનો અંદાજ તમે નહિ કાઢી શકો. હું નાયબ મંત્રી હતો ત્યારે ઈન્દિરા ગાંધીએ મને વરિષ્ઠ પ્રધાનોને સોંપાય એવી કેટલીક કામગીરી સોંપી હતી. ફક્ત એટલા માટે કે મારી પાસે આર્મીનું બેકગ્રાઉન્ડ હતું.' દેવ ભૂતકાળ વાગોળતા કહે છે.
ખુદ રાજીવ ગાંધી પણ ટીએમાં જોડાવા ઉત્સુક હતા. 'એ વખતે ટીએમાં નિમણૂંક માટેની મહત્તમ વરયમર્યાદા ૩૫ વરસ હતી. રાજીવ ટીએમાં જોડાઈ શકે એ માટે વયમર્યાદા વધારીને ૪૨ વરસ કરાઈ હતી. પરંતુ તેઓ એ જ વખતે વડાપ્રધાન બની ગયા અને એમના ફરતું સુરક્ષા ચક્ર ગોઠવાઈ ગયું. એથી રાજીવનું શમણું કદી પૂરું ન થયું.' દેવ કહે છે.
પોતે સિટીઝન્સ આર્મીના પ્રખર હિમાયતી હોવાથી દેવ હાલના સિનારિયોમાં યુવાનો સશસ્ત્ર દળોમાં જોેડાવામાં રસ નથી બતાવતા એ વાતથી નાખુશ છે. એમના મતે આજનો યુવા વર્ગ સાહસિકતાથી દૂર ભાગે છે. એ પણ ખેદજનક છે કે બન્કોે અને વીમાકંનપીઓ હકીકતમાં લોકોને ટીએમાં જોડાતા રોકે છે. ' મને લાગે છે કે આ રાષ્ટ્રવિરોધી કૃત્ય ગણાવું જોઈએ. આવી પરિસ્થિતિમાં, કરદાતાઓના પૈસે વિશેષાધિકાર ભોગવતા તમામ સરકારી કર્મચારીઓ માટે લશ્કરમાં સેવા આપવાનું ફરજિયાત બનાવવું જોઈએ. દેશ એકલા લશ્કર પર આધાર રાખી શકે નહિ. એક રીતે જોવા જઈએ તો કટોકટીના સમયે દરેક નાગરિકે દેશની પડખે ઊભા રહેવું જોઈએ. ટીએ એ માટેનું પ્લેટફોર્મ પુરુ પાડી શકે છે' એવો મત કેન્દ્રના માજી મંત્રી દર્શાવે છે.
દેવ દ્રઢપણે એવું માને છે કે મહિલાઓને પણ ટીએના દરેક ડિપાર્ટમેન્ટમાં સામેલ કરવી જોઈએ. ઉપરાંત, એને સૈન્યના નિવૃત્ત કર્મચારીઓની સેવાનો લાભ પણ મળવો જોઈએ. 'સ્ત્રીઓ તમામ ક્ષેત્રોમાં પુરૃષો કરતા સારી કામગીરી બજાવે છે. અને દેશ એમની પ્રતિભાનો લાભ લેવાનું ચુકી રહ્યો છે. દેશ એક્સ સર્વિમેનની શિસ્ત અને એમના ઉત્સાહનો લાભ લેવાનું પણ ચાલુ રાખી શકે છે.' એવું સૂચન તેઓ કરે છે.
ટીએ મારફત પોતાના જીવનને સમૃદ્ધ કરનાર બીજી એક જાણીતી વ્યક્તિ સુબીર રહા છે. લોકોે સુબીર રહાને ઈન્ડિયન ઓઈલના ડાયરેક્ટર (એચઆર) અને ઓએનજીસી ગુ્રપ ઓફ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ ઓળખે છે. પરંતુ એમની એક બીજી ઓળખ પણ છે મેજર (નિવૃત્ત) સુબીર રહા. એમણે ઓરિસા અને કંડલાના વાવાઝોડાં તથા ગુજરાતના ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભૂકંપ વખતે પોતાના ટીએના યુનિટ સાથે કેપ્ટન તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
ટીએમાં પોતાનો પ્રવેશ કેવા વિચિત્ર સંજોગોમાં થયો એ વાગોળતા રહા કહે છે, '૧૯૮૨ના અંત ભાગમાં અમારા ખાતાના ઓફિસરો અને કર્મચારીઓને ટીએમાં સ્વૈચ્છિક સેવા આપવાનું આવાહન કરતો ઈન-કંપની સરક્યુલર મળ્યો. એ વખતે હું ઈન્ડિયન ઓઈલના માર્કેટીંગ ડિવીજનમાં ઈસ્ટર્ન રિજનનો સિનીયર ઓપરેશન્સ મેનેજર હતો. ટીએમાં જોડાવાની મારી અરજી પર મેં મારા બોસની મંજુરી મેળવી લીધી. બિચારા બોેસને એ વખતે ખબર નહોતી કે હું દર વરસે એક મહિના માટે મારું કામ મૂકીને ટીએની ટ્રેનિંગ લેવા જઈશ. મારી સાથે ટીએમાં જોેડાયેલા મોટાભાગના લોકો પોતાની સિવિલ કરીઅરમાં ૧૦ વરસથી વધુ કાઢી ચૂક્યા હતા. એટલે અમને બધાને શરૃમાં શારીરિક અને માનસિક દ્રષ્ટિએ આર્મી લાઈફ સાથે એડજસ્ટ થવામાં ઘણી તકલીફ પડી પરંતુ એકવાર અમે એડજસ્ટ થઈ ગયા બાદ બહુ મજા પડી.'
ટીએમાં ૨૦ વરસ સેવા આપ્યા બાદ સુબીર રહા ૧૯૮૨માં નિવૃત્ત થયા. પાછું વળીને જોઉં છું તો મને લાગે છેકે બોસે ૧૯૮૨માં મારી ટીએમાં જોડાવાની અરજી મંજૂર રાખી એ સારું થયું. હું એક કમીશન્ડ ઓફિસર તરીકે ઘણું શીખ્યો છું, મને મારી જીવન શૈલીમાં આવેલો બદલાવ બહુ ગમ્યો છે અને મેં યથાશક્તિ દેશસેવા કરી છે. એ એક અદ્ભૂત અનુભવ હતો.' એમ રહા સંતોષ સાથે કહે છે.
બાર્મેર (રાજસ્થાન)ના યુવા સાંસદ માનવેન્દ્ર સિંહ (૪૦) પણ માને છે કે ટીએમાં જોડાવાથી એમનું આખું જીવન બદલાઈ ગયું. 'એમણે મને ઘણી મદદ કરી છે. મારા જીવન પર એનો ઘણો મોટો પ્રભાવ છે. આજે પણ એ મને માનસિક રીતે પ્રોત્સાહિત કરે છે,' એમ માનવેન્દ્ર સિંહ કહે છે પત્રકાર તરીકે 'ઈન્ડિયન એક્સપ્રેસ' માટે ડિફેન્સ કવર કરતા સિંહને લાગ્યું કે મારું કામ વધુ સારી રીતે કરવા માટે મારે પ્રત્યક્ષ અનુભવ મેળવવાની જરૃર છે. એટલે તેઓ ટીએમાં જોડાયા. ટીએમાં જોડાઈને લશ્કરની કામગિરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવવો હતો. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ ગણાય કે પત્રકારમાંથી રાજકારણી બનેલા કેપ્ટન માનવેન્દ્ર સિંહ ટીએમાંથી બહાર પડયા ત્યારે જુદી જ વ્યક્તિ હતા 'એ તમને ઘણું શીખવે છે. પ્રશાસન, ટાઈમ મેનેજમેન્ટ અને પીપલ મેનેજમેન્ટના પાઠ અને સૌથી વધુ તો શિસ્ત. આ બધી બાબતો રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી છે. ટીએમાં તાલિમ લીધા બાદ મેં મારા વિસ્તારની પહેલી મિટિંગમાં હાજરી આપી ત્યારે મને એકદમ સમયસર હાજર થયેલો જોઈને બધાને બહુ આશ્ચર્ય થયું હતું,' એમ સિંહ કહે છે.
ટેરિટોરિયલ આર્મી (ટીએ)માં જોડાયા બાદ સિંહે કાશ્મીરમાં ઈમર્જન્સી ડયુટી બજાવી હતી અને તેઓ 'ઓપરેશન પરાક્રમ' માં પણ સહભાગી થયા હતા. 
એમણે કારગિલ યુદ્ધમાં પણ સેવા આપવાની ઓફર કરી હતી. સિંહના મતે ટીએ સિવિલયનો માટે બહુ લાભદાયક છે અને એ સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત બનાવવી જોઈએ. સમયની શિસ્ત અને કર્તવ્ય પરાયણતા પાઠ શીખવા માટે એમને ટીએની તાલીમ બહુ જ ઉપયોગી થઈ પડે. કમનસીબે, ટીએ વિશે આપણા દેશમાં પુરતી જાગૃતિ નથી. ૯૦ ટકા લોકોને એના વિશે કાંઈ જ ખબર નથી. કેટલાક સંસદ સભ્યોએ પણ ટીએનું નામ નથી સાંભળ્યું. એમ જણાવતા માનવેન્દ્ર સિંહ એવું સૂચન કરે છે કે ટીએને લોકપ્રિય બનાવવા માટે મોટી એડવર્ટાઈજિંગ કેમ્પેઈન ચલાવવી જોઈએ. કોર્પોરેટ ક્ષેત્રે પણ ટીએને લોકપ્રિય બનાવવા પોતાના તરફથી ફાળો આપવો જોઈએ. મિડિયા પણ આ સંદર્ભમાં ઘણું બધું કરી શકે તેમ છે.

1.1. ઇલ્કાબ એક દાવો કરનાર અનેક !

 ‘ભારત રત્ન’ ઇલકાબના દાવેદાર કોણ કોણ ?

‘ભારત રત્ન’નું સન્માન આપવા માટે તેંદુલકરનું નામ આપનાર વર્ષોથી છે તો વળી અણ્ણા હજારેનું નામ પણ હમણાંથી લેનારા છે... અટલવિહારીનું તથા લાલુ, મુલાયમ, કાંશીરામ જેવા બીજા ૧૦૦ જેટલા લાઇનમાં ઊભા છે
 ‘‘ભારત રત્ન’’ના ખિતાબ માટે શું રાજકારણ ખેલાય રહ્યું છે ? ત્રણ વર્ષથી ‘ભારત રત્ન’ કોઇ બન્યુંજ નથી
એક બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, કોંગ્રેસને હરાવવાની ગોઠવણ, સુપ્રિમ કોર્ટના ચુકાદા, રથયાત્રાઓ, સંસદનું ભાવિ અધિવેશન, જેવા મુદ્દાઓ ચર્ચામાં હોય છે એમાં અવારનવાર ભારત રત્નનો ખિતાબ પણ ચર્ચામાં આવી જાય છે.

આપણા દેશ ભારતનો સર્વોચ્ચ સન્માનપાત્ર ખિતાબ એટલે ‘ભારત રત્ન.’ બીજા પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ‘ભારત રત્ન’થી ઉતરતા.
‘ભારત રત્ન’ સન્માનિત અત્યાર સુધી ૪૧ મહાનુભાવો ૫૬ વર્ષમાં થયા છે જેમાં સર્વપ્રથમ ‘ભારત રત્ન’ ખિતાબ મેળવનાર ભારતના ઉપરાષ્ટ્રપતિ રહીને રાષ્ટ્રપતિ બનનાર અને મહાન વિદ્વાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન.
૧૯૫૪માં એ પુરસ્કાર અપાયો.
પછી અપાયો
એ પણ ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ રહેલા ચક્રવર્તી રાજગોપાલાચારી હતા એમને.
૧૯૫૪માં ત્રીજા ભારત રત્ન પણ બનેલા.. ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણ.
૧૯૫૫માં ડોક્ટર ભગવાનદાસ, સર ડોક્ટર મોઢીગુંડમ વિએસરૈયા, પંડિત જવાહરલાલ નહેરૂ (૧૯૫૫), ગોવંિદ વલ્લભ પંત (૧૯૫૭), ડોક્ટર ઘોંડો કેશવ કર્વે (૧૯૫૮) ડોક્ટર વિધાનચંદ્ર રોય (૧૯૬૧), પુરૂષોત્તમદાસ ટંડન (૧૯૬૧), ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ (૧૯૬૨), ડોક્ટર જાકીરહુસેન (૧૯૬૩), ડોક્ટર પાંડુરંગ વામન કાણે (૧૯૬૩), લાલ બહાદુર શાસ્ત્રી (મરણોપરાંત ૧૯૬૬), ઇન્દિરા ગાંધી (૧૯૭૧), વરાહગિરી વેંકટગિરી (૧૯૭૫), કે. કામરાજ (મરણોપરાંત ૧૯૭૬), મધર ટેરેસા (૧૯૮૯), આચાર્ય વિનોબા ભાવે (મરણોપરાંત ૧૯૮૩), ખાન અબ્દુલ ગફારખાન (બિન ભારતીય નાગરિક ૧૯૮૭), એમ.જી.આર. (મરણોપરાત ૧૯૮૮), ડો. ભીમરાવ આંબેડકર (મરણોપરાંત ૧૯૯૦), નેલ્સન મંડેલા (બિન ભારતીય ૧૯૯૦), રાજીવ ગાંધી (મરણોપરાંત ૧૯૯૧), સરદાર વલ્લભભાઇ પટેલ (મરણોપરાંત ૧૯૯૧), મોરારજી દેસાઇ (૧૯૯૧), મૌલાના અબ્દુલ કલામ આઝાદ (મરણોપરાંત ૧૯૯૨), જે.આર.ડી. તાતા (૧૯૯૨), સત્યજીત રે (૧૯૯૨), અબ્દુલ કલામ (૧૯૯૭), ગુલઝારીલાલ નંદા (૧૯૯૭), અરૂણા અસરફઅલી (મરણોપરાંત ૧૯૯૭), એમ.એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮), સી. સુબ્રમનીયમ (૧૯૯૮), જયપ્રકાશ નારાયણ (મરણોપરાંત ૧૯૯૮), પંડિત રવિશંકર (૧૯૯૯), ગોપીનાથ બોરદોઇ (૧૯૯૯ મરણોપરાંત), લતા મંગેશકર (૨૦૦૧), ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (૨૦૦૧), પંડિત ભીમસેન જોશી (૨૦૦૮)
એક મહાન માનવ અથવા મહાન ભારતીય તરીકે ભારત સરકારે માન્યતા આપી છે... એ સિવાય આ ખિતાબનું મહત્ત્વ નથી.
બાકી આ ખિતાબ અને બીજા ખિતાબો સરકાર જે આપે છે એમાં રાજકારણ ખેલાતું હોય છે
એટલે એવા પણ કિસ્સા છે કે આ સન્માન લેવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હોય. દા. ત. ભારતના પહેલા શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદે એ લેવાનો ઇનકાર એમ કહીને કરેલો કે... ભારત રત્ન વિગેરે ખિતાબો આપનાર સમિતિમાં જે રહ્યું હોય એણે ઇલકાબ લેવો ન જોઇએ. જો કે પછી ૧૯૯૨માં એમણે મરણોપરાંત આ ખિતાબ એનાયત થયેલો.
એ જ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝને ૧૯૯૨માં મરણોપરાંત પુરસ્કાર આપીને સન્માનિત કરેલા પરંતુ એમનું મૃત્યુ વિવાદિત હોવાથી પુરસ્કારને મરણોપરાંત છાપ આપવાનો વિવાદ થતા એમને ભારત રત્ન બનાવેલા નહીં.
હવે અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા અને ૧૯૫૪થી પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે શરૂ કરેલા આ પુરસ્કાર માટે અત્યારે લગભગ ૧૦૦ મહાનુભાવોની ભલામણ થયેલી છે. 
આ ૧૦૦ નામોમાં અટલવિહારી બાજપેયી, સમાજસેવી અણ્ણા હઝારે, મહાન અભિનેતા અમિતાભ બચ્ચન, ક્રિકેટના આંતરરાષ્ટ્રિય બાદશાહ સચિન તેંદુલકર, સ્વ. કાંશીરામ, સોનિયા ગાંધી, મુલાયમસંિહ યાદવ, લાલુપ્રસાદ યાદવ, મહાન અભિનેતા દિલીપકુમાર, ચિત્રકાર એમ.એફ. હુસેન, બાબુ જગજીવનરામ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહીદ ભગતસંિહ, ચૌધરી ચરણસંિહ, લેખક ખુશવંતસંિહ, બંસીલાલ, પ્રકાશ પદુકોણ, મહાન ગાયક મોહમ્મદ રફી, અવકાશીબાળા સુનીતા વિલિયમ્સ, કલ્પના ચૌધરી વગેરે નામો છે.
આ ઉપરાંત કેટલાકનું માનવું છે કે આ મહાનુભાવો ઉપરાંત પણ કેટલીક મહાન વ્યક્તિઓ છે જેમના પ્રત્યે ઘ્યાન ગયું નથી. ખરેખર તેઓ પણ આ સન્માનના હકદાર છે. એવી મહાન પ્રતિભાઓમાં હંિદીના મહાન લેખક મુનશી પ્રેમચંદ, શાસ્ત્રીય ગાયક મલ્લિકાર્જુન, સંગીતકાર ડો. અશોક રાનડે, ખ્યાલ ગાયિકા મંગુબાઇ હંગલ, અર્થશાસ્ત્રી ડો. મનમોહનસંિહ, પંડિત દિનદયાલ ઉપાઘ્યાય, સાચી સમાજ સેવક બાબા આમટે, ૧૯૬૨ના યુઘ્ધના હીરો સેમ માણેકશા, ફિલ્મ હસ્તી રાજકપુર, પૃથ્વીરાજ કપુર, હોકી ખેલાડી મેજર ઘ્યાનચંદ વગેરે છે.
હવે, ભારત રત્ન કંઇ સત્ય નારાયણનો પ્રસાદ નથી કે જેટલા હાજર હોય એ બધાને વહેંચવામાં આવે.
હમણાં અભિનેતા અમિતાભ બચ્ચનનો અને ક્રિકેટર સચિન તેંદુલકરના જન્મદિન ગયા તો ‘ભારત રત્ન’ માટે એમના નામો પણ ઉછળ્યા ! આમાં જો કે સચિન તેંદુલકરનું નામ તો બે ત્રણ વર્ષથી ગુંજે છે. (‘નેટવર્ક’માં પણ એના માટે લખાયેલું.)
આમાં અમિતાભ બચ્ચનનું નામ તો હમણાં મુંબઇ શિવસેનાના બાળ ઠાકરેએ ઉચ્ચાર્યું એટલે ઉછળ્યું બાકી સચિન તેંદુલકરનું નામ ત્રણેક વર્ષથી ઉછળેલું જ છે. સચિન સિવાય ભાજપના સર્વમાન્ય નેતા અટલવિહારી વાજપેયી તથા મેજર ઘ્યાનચંદના નામો પણ ઘણા વખતથી ચર્ચાઇ છે.
હવે, આમાંથી કોને ભારતરત્ન મળવો જોઇએ અને મળવો જોઇએ તો શા માટે મળવો જોઇએ અને ન મળવો જોઇએ તો શા માટે ન મળવો જોઇએ એની ચર્ચા કરીએ તો... સચિન તેંદુલકરના આ સન્માન માટે સૌ પ્રથમ ગયા વર્ષે સચિનના જન્મદિવસે આપણા દેશની શાશ્વત ગાયિકા લતા મંગેશકરે એને ભારત રત્ન મળવો જોઇએ એવી જાહેરાત કરેલી. બાકી તો, સચિનનું નામ તો એના પ્રેમીઓ એના દરેક રેકર્ડ બ્રેક વખતે ઉત્સાહમાં બે એક વર્ષથી લેતા જ હતા.
એ પછી ૨૦૧૦ના નવેમ્બરે મઘ્યપ્રદેશના સ્થાપના દિને રાખેલા ખાસ કાર્યક્રમમાં લતાની બહેન આશા ભોંસલેને પત્રકારોએ પૂછ્‌યું કે ભારત રત્ન કોને મળવો જોઇએ ત્યારે આશા ભોંસલેની નજરમાં એ સન્માન માટે સચિનનું જ નામ આવેલું.
એ પ્રસંગે ત્યાં હાજર હતી એ ભાજપની સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ કહેલું કે... મોટું કામ કરનાર હસ્તીઓને ભારત રત્ન પુરસ્કાર મળવો જોઇએ. એમણે ત્યારે પહેલીવાર સદીના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ લીધેલું અને પછી મહાન ખેલાડી સચિન તેંદુલકરનું નામ લીધેલું.
દરમ્યાનમાં બાળ ઠાકરેએ એમના સાપ્તાહિક ‘સામના’માં તંત્રીલેખમાં અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઇએ એવી રજૂઆત કરવા સાથે લખેલું કે અમિતાભ હિન્દી ફિલ્મી જગતનો સાચો મહાનાયક અને સાચો ભારતરત્ન છે, એને તો ભારતના સર્વોચ્ચ નાગરિક અલંકાર ભારત રત્નથી સન્માનતિ કરવો જોઇએ.
ઠાકરેએ વઘુમાં લતા મંગેશકરે અમિતાભ માટે ભારતરત્નની માંગણી કરેલી એને ટેકો આપવાની પણ જાહેરાત કરેલી. ઠાકરેએ એવું પણ સ્પષ્ટ શબ્દોમાં લખેલું કે બચ્ચનને ગાંધીકુટુંબ સાથે અણબનાવ હોવાથી કોંગ્રેસના લલ્લુપંજુઓ બચ્ચનને ઉતારી પાડવાની પ્રવૃત્તિ કરે છે પણ એની લોકપ્રિયતા દેશપરદેશમાં આપણા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કરતાં પણ વઘુ છે.
જ્યારે સચિન વિષે પણ લતા, આશા અને ઠાકરે આવી જ રીતે કહે છે કે સચિન ભારત રત્નનો હકદાર છે.
બાબા રામદેવે પણ કહ્યું છે કે ૨૨ વર્ષની કેરિયરમાં સચિને જે અદ્‌ભુત રમત રમીને જે દેખાવ કર્યો છે એ એને દેશરત્ન બનવા માટે સંપૂર્ણપણે લાયક છે.
બીજી બાજુ ૩ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ પોતાની ફિલ્મ ‘રા-વન’નું પ્રમોશન કરતી વખતે અભિનેતા શાહરૂખખાને કહેલું કે અમિતાભનું કદ બોલિવૂડમાં ઘણું ઉંચું છે... એને ભારતરત્નથી સન્માનિત કરવો જોઇએ.
ત્રીજી બાજુ અમિતાભે ૧૨ ઓક્ટોબરે પોતાના જન્મદિને જાહેર કરેલું કે.. હું જાતે આ સન્માનને યોગ્ય નથી માનતો.. કારણ કે દેશમાં એવા ઘણા મહાનુભાવો છે કે જેમનું પ્રદાન મારા કરતાં વઘુ છે.
દરમ્યાનમાં વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી જીત પછી કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સંિધિયાએ તો એવું કહેલું કે... સચિનને ભારતરત્ન ઘણો વહેલો મળવો જોઇતો હતો.
આ ઉપરાંત કેટલાક પ્રધાનો અને સાંસદોએ પણ સચિનને ભારતરત્ન આપવાની માંગણી કરી છે.
આ તબક્કે પ્રશ્ન એ થાય છે કે... સચિન ક્રિકેટનો અને અમિતાભ બચ્ચન અભિનયનો ભગવાન ગણાય છે પણ એમણે એમનું જીવન નિસ્વાર્થ ભાવનાથી જીવ્યું છે. એમની કારકિર્દીની એમણે શું કંિમત નથી લીધી? સંપૂર્ણપણે ધંધાદારી વિચાર અને આચાર ધરાવનારને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવાના કારણે એ સન્માનની ગરિમા શું ઓછી નહીં થાય?
આ બંને બધી રીતે પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે પણ એમણે કદી એક ડગલું પણ રૂપિયા પૈસા જોયા વિના ભર્યું છે ખરૂં ?
એક બાજુ મહારાષ્ટ્ર વિધાનસભાએ સચિનને ભારતરત્ન ખિતાબ આપવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો એ તરત જ ઝારખંડે પણ એના ખેલાડી ધોનીને પણ ભારત રત્ન આપવાની માગણી કરી.
સચિન અને અમિતાભે પોતાની કમાણીનો ઉપયોગ આજ સુધી કોઇ સામાજિક કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો માટે નથી કર્યો. આ બનેએ દેશ માટે શું કર્યું છે?
આ પ્રકારના વિવાદના કારણે બંને હજી સુધી ભારત રત્નથી વંચિત રહ્યા છે.